અનિરુદ્ધસિંહ પરમાર
વેકેશનમાં ધાર્મિક સ્થાનો પર ફરવા, રહેવા કે દર્શન માટે જો ઓનલાઇન બુકિંગ મુદ્દે કેન્દ્ર સરકારે ચેતવણી જાહેર કરી છે. ભારતીય સાઈબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટરે ધાર્મિક સ્થાનો પર ફરવા જનારાને સલાહ આપી છે કે, પૂરતી ખાતરી પછી જ ઓનલાઈન બુકિંગ કરાવવું. એડવાઇઝરીમાં જણાવાયું છે કે, સાઇબર ગઠિયા ધાર્મિક યાત્રાળુઓ અને પ્રવાસીઓને ટાર્ગેટ કરે છે. નકલી વેબસાઇટ, ભ્રામક સોશિયલ મીડિયા પેજ, ફેસબુક પોસ્ટ અને ગૂગલ સર્ચ એન્જિન પર જાહેરાતોથી લોકોને ફસાવાય છે. જો ગૂગલ સર્ચ કે સોશિયલ મીડિયા પરના ગ્રૂપમાં કોઇ લિંક પરથી જો તમે ફરવા માટેનું બુકિંગ કરતા હોય તો ખાસ સાવધ રહેવા તાકીદ કરાઈ છે. સામાન્ય રીતે લોકો ધાર્મિક સ્થાનોની વિવિધ સેવા, ફરવાના સ્થળો સહિતની સુવિધા માટે એડવાન્સ ઓનલાઇન બુકિંગ કરાવે છે. આ સ્થિતિમાં પૈસાની ચૂકવણી કર્યા બાદ વેબસાઈટ નકલી હોવાની જાણ થાય છે. સાઇબર ગઠિયા લોકોને કેદારનાથ દર્શન, ચારધામ હેલિકોપ્ટર બુકિંગના નામે, ગેસ્ટ હાઉસ-હોટેલ બુકિંગના નામે ફસાવે છે. શ્રદ્ધાળુઓને ટાર્ગેટ કરવા સાઈબર ઠગોએ નવી મોડસ ઓપરેન્ડી અપનાવી રૂપિયાની ચૂકવણી પહેલા અધિકૃત વેબસાઇટની તપાસ કરો.
ગૂગલ, ફેસબુક કે વોટ્સએપ ગ્રૂપમાં આવતી અજાણી લિંકને ક્લિક કરતા પહેલા ચકાસો.
સરકારની સત્તાવાર વેબસાઇટ કે વિશ્વસનિય ટ્રાવેલ એજન્સી દ્વારા જ બુકિંગ કરાવો.
સરકારના પોર્ટલ પરથી અધિકૃત વેબસાઇટની માહિતી મેળવી લો.
ગૂગલ સર્ચ કરીને તેમાં આવતી તમામ વેબસાઇટને વિશ્વસનીય ન માની લો. સોમનાથ મંદિર ટ્રસ્ટના નામે ગઠિયાઓએ લોકોને છેતર્યા હતા
સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા પ્રવાસીઓ સોમનાથ ટ્રસ્ટના મહેશ્વરી, લીલાવતી, સાગર દર્શન અતિથિ ગૃહોમાં રોકાણ અર્થે ઓનલાઇન રૂમ બુક કરાવવા વેબસાઇટ પર સર્ચ કરતા હોય છે. સાઇબર ગઠીયાઓએ સોમનાથ ટ્રસ્ટના અતિથિ ગૃહોમાં બુકિંગ માટે ફેક વેબ પેઇઝ બનાવી તેમાં પોતાના ફોન નંબરો તથા બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી એક પ્રવાસી પાસેથી બુકિંગ કરવાના બહાને મોટી રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધી હતી. આની જાણ થતા સોમનાથ ટ્રસ્ટ દ્વારા ફરિયાદ નોંધાવાઇ હતી.
સોશિયલ મીડિયા પરની જાહેરાતો સૌથી વધુ અશ્વિસનીય
સામાન્ય રીતે લોકો ફરવાના પ્લાનિંગ સમયે ગુગલ પર સર્ચ કરે છે અને ત્યાં મળતી એકાદ વેબસાઇટ પરથી માહિતી લે છે, સસ્તી ટીકિટ અને રહેવાની વ્યવસ્થા જોઇને ત્યાંથી બુકિંગ પણ કરી લે છે. ત્યારબાદ વેબસાઇટ લેભાગુ હોવાનું જાણ થાય છે. મારી પાસે કેસ પણ છે કે બુકિંગની રકમ પરત લેવા લોકોએ અન્ય બિજી મોટી રકમ પણ ગુમાવી હોય. ટ્રાવેલિંગના નામે થતા સ્કેમ સંપૂર્ણ પ્લાનિંગ સાથે થાય છે. જ્યાં લોકોને સસ્તી ટીકીટ, રહેવાની લાલચ આપીને ફસાવે છે. લોકોએ સરકારી-જાણીતા ટ્રાવેલ પોર્ટલનો ઉપયોગ કરવો. -વિરલ પરમાર, સાઇબર સિક્યુરિટી એક્સપર્ટ