સિવિલ સર્વિસ એટલે સરકારી નોકરી. રાજકીય ન હોઇને પણ રાજનીતિ સાથે જોડાયેલી નોકરી. જેને દેશના પ્રશાસનની કરોડરજ્જુ પણ કહી શકાય છે. સિવિલ સર્વિસ એટલે IAS, IPS અધિકારીઓ અને કર્મચારીઓનું એક જૂથ છે જે ફક્ત યોગ્યતાના આધારે પસંદ કરવામાં આવે છે. સામાન્ય માણસના મનમાં આ અધિકારીઓની એક છબી બનેલી છે- શક્તિશાળી પણ નીરસ સ્વભાવના અધિકારીની પરંતુ તેમનું બીજું પાસું પણ છે. તેમનામાં પોતાના માટે જીવવાનો ઉત્સાહ પણ છે. સિવિલ સર્વિસ દિવસ પર જાણો ટોચના અધિકારીઓના જીવનની કેટલીક અનમોલ અને રસપ્રદ આદતો વિશે. કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્માને ગોલ્ફ રમવાનો શોખ છે છોટા ઉદેપુરનાં કલેક્ટર ગાર્ગી જૈનને પાવર-સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરવાનો શોખ ગાંધીનગર કલેક્ટરને કબડ્ડી રમવાનો શોખ, IPS જીએસ મલિક હોર્સ રાઇડિંગના મેડાલિસ્ટ,
ACB ડાયરેક્ટર મ્યુઝિક અને સ્પોર્ટ્સના શોખીન, IAS અવંતિકા સિંઘને સિતારવાદનનો શોખ 2 એડિ. ચીફ સેક્રેટરી, 1 સેક્રેટરી, 10 કલેક્ટર, 5 મ્યુનિ.કમિશનર, 2 પોલીસ કમિશનર, 22 એસપીએ જણાવ્યા શોખ, વાંચો કેટલાક અધિકારીઓની વાત