અત્યાર સુધી ગુજરાતના અન્ય શહેરોમાં પણ અમદાવાદમાં પડતી ગરમીની ચર્ચા થતી રહી છે. આ વર્ષની વાત કરીએ તો, એપ્રિલ મહિનાના 20 દિવસમાં અમદાવાદ કરતા રાજકોટ શહેરમાં ગરમી વધુ નોંધાઈ છે. એપ્રિલના 20માંથી 19 દિવસ રાજકોટ શહેરમાં અમદાવાદ કરતા વધુ ગરમી નોંધાઈ છે. 1 થી 20 એપ્રિલ દરમિાયન રાજકોટમાં તાપમાનનો પારો 40 ડિગ્રી કરતા વધુ જ રહ્યો છે. અહીં મહત્તમ તાપમાન 9મી એપ્રિલે 45.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં આ સમયગાળા દરમિયાન 10મી એપ્રિલે સૌથી વધુ 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં આજ અને આવતીકાલની હવામાનની આગાહીની વાત કરીએ તો, આજે વાતાવરણમાં ખાસ ફેરફાર જોવા નહીં મળે. પણ આવતીકાલથી મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થતા મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચી શકે છે. આજે વિવિધ શહેરોમાં મહત્તમ તાપમાનની આગાહી એપ્રિલના પ્રથમ 20 દિવસ અમદાવાદ કરતા રાજકોટ વધુ ગરમ રહ્યું! સામાન્ય રીતે અમદાવાદ શહેરમાં સૌથી વધુ ગરમી નોંધાતી હોય છે. એપ્રિલ મહિનાની વાત કરીએ તો, શરૂઆતના 20 દિવસ દરમિયાન અમદાવાદ કરતા રાજકોટ વધુ ગરમ રહ્યું છે. 1 થી 20 એપ્રિલના આંકડાની વાત કરીએ તો 19 દિવસ એવા છે કે જેમાં અમદાવાદ કરતા રાજકોટનું મહત્તમ તાપમાન વધુ નોંધાયું હોય. 20 એપ્રિલે વિવિધ શહેરોમાં નોંધાયેલું મહત્તમ તાપમાન આવતીકાલથી બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધશે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ચારથી પાંચ દિવસમાં મહતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો જોવા મળશે. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ રિઝનમાં આગામી 22 થી 24 એપ્રિલ દરમિયાન મહતમ તાપમાન 38 થી 42 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. 22 થી 24 એપ્રિલ દરમિયાન રાજ્યના દરિયાઈ કિનારાના જિલ્લામાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેતા ડીસકમ્ફર્ટ સ્થિતિ જોવા મળશે. ગરમીના કારણે સુરતમાં બપોરના સમયે ટ્રાફિક સિગ્નલો બંધ કરાયા
રાજ્યમાં સુરજદેવતાનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. એટલે કે ગરમીના કારણે રાજ્યમાં લોકો ત્રાહિમામ પોકારે ઊઠ્યા છે. ત્યારે બપોરના સમયે ટ્રાફિક સિગ્નલોના કારણે રસ્તા પર લોકોને દોઢથી બે મિનિટ જેટલો સમય દરેક પોઇન્ટ પર ઊભા રહેવું પડતું હોવાના કારણે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે લોકોની હાલાકીને ધ્યાનમાં લઇ અને હીટવેવની આગાહીને ધ્યાનમાં લઇ લોકો લૂથી બચી શકે એટલા માટે સુરત શહેરના સિગ્નલ બપોરના સમય દરમિયાન બંધ રાખવાનો નિર્ણય સુરત શહેર ટ્રાફિક વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. જેથી રવિવારથી તમામ સિગ્નલ બપોરે બંધ રાખવામાં આવ્યા હતા. જે આગામી અઠવાડિયા સુધી બપોરના સમયે સિગ્નલ બંધ રાખશે.