આ અઠવાડિયે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાનના ઈકોનોમિક રિવાઇટલાઇઝેશન મિનિસ્ટર, ર્યોસેઈ અકાઝાવા સાથે રેસિપ્રોકલ ટેરિફ અંગે વાટાઘાટો શરૂ કરવા મુલાકાત લીધી. આ મુદ્દે તેમની આ પ્રથમ આમને-સામનેની બેઠક હતી. આવનાર અઠવાડિયામાં વાટાઘાટો ચાલુ રહેશે
પરિણામ નિર્ણાયક છે- માત્ર જાપાન માટે જ નહીં, પરંતુ નવો વૈશ્વિક ક્રમ કેવો હશે તે સમજવા માટે ઉત્સુક દરેક વ્યક્તિ માટે છે. ટ્રમ્પ અને જાપાની ટીમ વચ્ચે જે થશે તે આવનારા સમયની પેટર્ન નક્કી કરશે
અમેરિકી રાષ્ટ્રપતિ જાણે છે કે એડજસ્ટમેન્ટ કરવાં બંને પક્ષ માટે સરળ નથી. તેઓ દેશોને તેમની ચલણની કિંમત વધારવા અને વિનિમય દર વાજબી બનાવવા માટે દબાણ કરશે. જાપાનીઝ યેન પહેલેથી જ USD સામે 159થી 143 સુધી મજબૂત થયું છે. શું તેને વધુ આગળ વધવાની જરૂર છે? કદાચ હજુ 10%. ટ્રમ્પ દેશો પાસેથી પસંદગીના ઉદ્યોગોમાં USમાં રોકાણની પણ અપેક્ષા રાખશે. જાપાનના કિસ્સામાં, તેઓ ટોયોટા અને અન્ય કંપનીઓને તેમના સપ્લાયર નેટવર્ક સાથે USમાં તાત્કાલિક વિસ્તરણ કરવા માટે દબાણ કરશે. અન્ય કંપનીઓ અને ઉત્પાદનોને પણ અલગ તારવવામાં આવશે. તેમના કરારો ખર્ચ ઘટાડવા અને ગુણવત્તા સુધારવા માટે સંયુક્ત રીતે કામ કરવા પર ભાર મૂકશે, ખાસ કરીને ચીન સાથેની તુલનામાં. ચીનના હાયપર-સ્કેલ આધારિત માર્જિનલ ખર્ચ વિચારો, સબસિડી અને અનૈતિક વિનિમય દરો બાદ કર્યા પછી. સંયુક્ત રીતે, બંને દેશો સમય જતાં ચીનને પછાડી શકે છે. તે મુશ્કેલ હશે. કોઈ દેશ પર સામાન્ય ટેરિફ નહીં હોય. તે ઉત્પાદન-દર-ઉત્પાદન હશે. વૈશ્વિક બજારોમાં ચીનને પછાડવાનો હેતુ
પારસ્પરિક કરારો દ્વારા સંતુલિત વેપાર પારસ્પરિક વૃદ્ધિની દોડ માટે દ્વાર ખોલે છે. તે બંને દેશોને ચીન સાથેના વેપાર યુદ્ધમાં બજાર હિસ્સો મેળવવામાં સક્ષમ બનાવી શકે છે. આ એક નવી વૈશ્વીકરણની પ્રક્રિયા છે. કેટલાક દેશોમાં પેટર્નના અનોખા વેરિએશન્સ હશે. જાપાન અને US એકબીજાના રાજકીય અને લશ્કરી સહયોગીઓ તરીકે જરૂરી છે. ચીનનો ખતરો સામે છે. ચીને ઓસ્ટ્રેલિયા, ફિલિપાઈન્સને ઘેર્યા છે અને તાઈવાનની લગભગ નાકાબંધી કરી હતી. તેથી, જાપાન માટે, કેટલાક ગુપ્ત કરારો પણ કરવામાં આવશે. હું સ્પષ્ટ કહું છું: હું ખોટો હોઈ શકું છું, પરંતુ મેં ટ્રમ્પનો લાંબા સમય સુધી અભ્યાસ કર્યો છે. મારા મતે તેઓ એક બિલ્ડર છે. તેઓ CCP (ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી) સામે સ્પર્ધા કરવા માટે નવા વૈશ્વિક વ્યવસ્થાના નિર્માતા બનશે. તેમનું કૌશલ્ય દેખાવા લાગ્યું છે. પીડા રહેશે. તે પીડા, ફુગાવાની છે. ભારત
ભારત ખૂબ જ સારી સ્થિતિમાં છે. મને અપેક્ષા છે કે ભારત સાથે ટ્રમ્પની વેપાર વાટાઘાટો એક અપવાદ સાથે સમાન પેટર્નને અનુસરશે. ટ્રમ્પ ભારત પાસેથી ASEAN દેશોમાં ચીની વેપાર ખતરાનો સામનો કરવામાં અને પ્રદેશમાં કોઈપણ સંભવિત લશ્કરી સંઘર્ષમાં વધુ સહયોગની અપેક્ષા રાખશે. મારા ઔદ્યોગિક સંપર્કો સૂચવે છે કે મોદી સરકાર ઉત્પાદન-દર-ઉત્પાદન અને ઉદ્યોગ-દર-ઉદ્યોગ વાટાઘાટો માટે રાત-દિવસ તૈયારી કરી રહી છે. સચિવો સ્થાનિક કંપનીઓ પાસેથી માહિતી માગી રહ્યા છે. આ કાપડ અને ફાર્માસ્યુટિકલ જેવા કેટલાક ભારતીય ઉદ્યોગો માટે તકની વિન્ડો છે. આવનારા સમય વિશે વિવિધ દૃશ્યો જોઈ શકાય છે. એક પરિદૃશ્ય ચોક્કસ છે. ચલણમાં વધુ મજબૂતાઈ આવવાની છે. વળી, ચીન સાથેની સ્પર્ધામાં ઓછા ખર્ચ અને ઉચ્ચ ગુણવત્તાની જરૂર છે. તેથી, US-ભારત વેપાર વાટાઘાટોને ધ્યાનમાં લીધા વગર, તમામ કોર્પોરેશનોએ તેમના ખર્ચ માળખા અને ખર્ચના સ્તરોને ફરીથી ગોઠવવા માટે આગળ વધવું જ પડશે. સ્પર્ધાત્મક માર્જિનલ ખર્ચ માટે ડિજિટાઈઝેશન અથવા AIનો ઉપયોગ હવે તાત્કાલિક છે. દરમિયાન, યુનાઈટેડ સ્ટેટ્સમાં વાર્ષિક આશરે ₹41.75 લાખ કરોડ (500 બિલિયન ડોલર)ની નિકાસ માટે ટ્રમ્પના આમંત્રણને સંતોષવા માટે ચોક્કસ વ્યૂહરચનાઓની શોધ શરૂ છે. આમાં વૃદ્ધિ અને તકનીકી પ્રગતિ રહેલી છે. ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે. ચાલો આ લહેર શરૂ કરીને તેના પર સવાર થઈએ.