ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવાનું સ્વપ્ન જોતા હજારો વિદ્યાર્થીઓને ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાએ યુપી અને બિહાર સહિત દેશના પાંચ રાજ્યોના વિદ્યાર્થીઓ માટે સ્ટડી વિઝા પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેમના પર વિઝા દસ્તાવેજોમાં છેતરપિંડી કરવાનો આરોપ છે, આ ઉપરાંત એવો પણ આરોપ છે કે આ વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં સ્ટડી વિઝા પર ફુલ ટાઈમ કામ કરી રહ્યા છે. યુપી અને બિહાર ઉપરાંત, જે રાજ્યો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં પંજાબ, હરિયાણા અને ગુજરાતના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. બે વર્ષ પહેલાં પણ ઓસ્ટ્રેલિયાએ આ પાંચ રાજ્યો પર પ્રતિબંધ લાદ્યો હતો, જો કે, પછીથી તેમાં છૂટછાટ આપવામાં આવી હતી. અમેરિકા અને કેનેડામાં વિઝા પ્રતિબંધોને કારણે, મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા તરફ વળી રહ્યા હતા. ખરેખરમાં, અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રિજેક્શનનું પ્રમાણ વધીને 24 ટકા પહોંચી ગયું છે. તે છેલ્લા દાયકાના સૌથી વધુ છે. કેનેડામાં પણ આવી જ સ્થિતિ છે. આવી સ્થિતિમાં, ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવાની આશા રાખતા હતા, પરંતુ હવે ત્યાંથી પણ નિરાશા મળી રહી છે. ભારતના મિત્ર દેશોમાંના એક ઓસ્ટ્રેલિયાના આ પગલાને એસોસિએશન ઓફ ઓસ્ટ્રેલિયન એજ્યુકેશન રિપ્રેજેંટેટિવ ઈન ઈન્ડિયા (AAERI)એ ખોટું ગણાવ્યું છે અને કહ્યું છે કે જો ઓસ્ટ્રેલિયા આવું કરવું છે, તો કેસના આધારે મૂલ્યાંકન કરવું જોઈએ. ભૂતપૂર્વ રાજદ્વારીએ કહ્યું કે આ ખૂબ જ ખોટો અપ્રોચ છે આ મામલે, ભૂતપૂર્વ રાજદ્વારી દીપક વોહરાએ વાત કરતા કહ્યું છે કે આ ઓસ્ટ્રેલિયાનો ખૂબ જ ખોટો અપ્રોચ છે, આ પાંચ રાજ્યોના એ લોકો માટે પણ ઝટકો છે, જે લોકોએ ઘણા વર્ષોથી ત્યાં અભ્યાસ કરીને કે કામ કરીને પોતાની પ્રતિષ્ઠા બનાવી છે. તેમણે કહ્યું કે જો આપણે અમેરિકાની વાત કરીએ તો તેની વસ્તી 40 મિલિયન છે, જ્યારે ભારતમાં 40 મિલિયનથી વધુ તો વિદ્યાર્થીઓ છે. અહીં 60 હજારથી વધુ કોલેજો પણ છે. એવું નથી કે ભારતીય વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી શકતા નથી, પરંતુ આ વિદ્યાર્થીઓ સારા શિક્ષણની આશામાં વિદેશમાં અભ્યાસ કરવા જાય છે. કેટલાકને સારી લાઈફસ્ટાઈલ જોઈએ છે, તો કેટલાકને નોકરી જોઈએ છે. તેમણે એમ પણ કહ્યું કે ઓસ્ટ્રેલિયા હોય કે અમેરિકા, તેઓ આ ફક્ત ભારત સાથે જ નહીં, પરંતુ ચીન અને એશિયાના બીજા દેશોના વિદ્યાર્થીઓ સાથે પણ આવું જ કરી રહ્યા છે, પરંતુ આ પદ્ધતિ ખોટી નથી અને તેમના માટે પણ યોગ્ય નથી. પ્રતિબંધના કારણો શું છે? ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓ દ્વારા બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને ગુજરાતના વિદ્યાર્થીઓ માટે વિઝા પર પ્રતિબંધ મૂકવા પાછળનું કારણ એ છે કે જો આ રાજ્યોના વિદ્યાર્થીઓ દેશમાં આવે તો છે ફુલ ટાઈમ સ્ટડી માટે પરંતુ તેઓ અહી વોકેશનલ કોર્સમાં એડમિશન લે છે, કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ પણ કરતા નથી અને ફક્ત અહીં કામ કરવા માટે વિઝા લે છે. તેનાથી વિઝા મંજૂર કરવા પર આ યુનિવર્સિટીઓને નેગેટિવ અસર કરે છે. તેમની પ્રતિષ્ઠાને પણ નુકસાન થઈ રહ્યું છે અને સંસ્થાઓની નાણાકીય સ્થિતિ પણ કથળી રહી છે. યુનિવર્સિટીઓએ અરજી પ્રક્રિયા બંધ કરી દીધી ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયા યુનિવર્સિટી, વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી, એડિથ કોવાન યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ વોલોંગોંગ, ટોરેન્સ યુનિવર્સિટી સહિત ઘણી સંસ્થાઓએ આ પાંચ રાજ્યોના વિદ્યાર્થીઓની અરજી પ્રક્રિયા મુલતવી રાખવામાં આવી છે અથવા તેના પર કડક પ્રતિબંધો લાદ્યા છે. આ પહેલા પણ, એડિથ કોવાન યુનિવર્સિટીએ ફેબ્રુઆરી 2023 માં પંજાબ અને હરિયાણાના વિદ્યાર્થીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો હતો. વિક્ટોરિયા યુનિવર્સિટીએ યુપી, રાજસ્થાન અને ગુજરાત સહિત ભારતના આઠ રાજ્યોના વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો.