રાજકોટના ભાવનગર રોડ પર સરધાર પાસે શનિવારે હોન્ડા સિટી કારે અલ્ટો કારને ઠોકરે લીધી હતી. અકસ્માત બાદ અલ્ટો કારમાં આગ ભભૂકી ઉઠતા બે બાળકો સહિત ચાર લાકોનાં મોત થયા હતા. બનાવને પગલે આજીડેમ પોલીસે હોન્ડા સિટી કારના ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. અકસ્માતમાં ચારના મોત થયાં હતાં
ગોંડલના વોરા કોટડા રોડ પર વિજયનગરમાં રહેતા અતુલભાઇ મકવાણાના પિતરાઇ ભાઇના દીકરાના લગ્ન હોવાથી ભંડારિયા ગામે ગયા હતાં. બાદમાં લગ્નપ્રસંગ પતાવી પરિવાર સાથે પરત ઘરે જઈ રહ્યાં હતા. ત્યારે સરધાર પાસે પૂરપાટ જતી સિટી હોન્ડા કારે ઠોકરે લેતા અલ્ટો કારમાં આગ ભભૂકી ઉઠતા નીરૂબેન અતુલભાઇ મકવાણા (ઉં.વ.30), તેની પુત્રી હેતવી (ઉં.વ.4), ભાણેજ મિતુલ (ઉં.વ.13) અને ભત્રીજી હેમાંશી (ઉં.વ.19)નાં મોત નીપજ્યા હતા. જ્યારે કારચાલક સાહિલ ભૂપતભાઇ સરવૈયા, હિરેન અતુલભાઇ મકવાણા, નીતુબેન અશોકભાઇ સાકરિયા અને એકતા અશોકભાઇ સાકરિયાને સામાન્ય ઇજા થઇ હતી. પોલીસે કારચાલકને ઝડપી પાડ્યો
આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ રાણા સહિતના સ્ટાફે ગુનો નોંધી સિટી કારના ચાલક જસદણના ભંડારિયા ગામે રહેતો અને ગામમાં ચાની હોટેલ ચલાવતો ગોપાલ વલ્લભભાઇ સભાડની ધરપકડ કરી હતી. જેની પૂછતાછમાં તેને થાડા દિવસો પહેલા દોઢ લાખની કાર લીધી હતી અને સરધાર માલ સામાન લેવા ગયો હતો. પરત ગામ આવતી વેળાએ કારમાંથી બેલેન્સ ગુમાવતા અકસ્માત થયાનું રટણ કરતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે. સમાચાર માટે ક્લિક કરો… 2 કાર વચ્ચે ટક્કર બાદ આગ, માતા-પુત્રી સહિત 4નાં મોત