હરણી બોટકાંડ બાદ શાળાઓના શૈક્ષણિક પ્રવાસ પર અનેક પ્રકારની મંજૂરીની પાબંધી આવી છે. દરમિયાન શૈક્ષણિક પ્રવાસનાં બાળકોને જૂના એરપોર્ટ પર મંજૂરી આપવાનું બંધ કરાયું છે. એરપોર્ટ પર સામાન્ય રીતે શિક્ષણ સમિતિની બાલવાડીનાં બાળકો અને અન્ય પ્રાથમિક કક્ષાનાં સામાન્ય સ્કૂલનાં બાળકોને લવાતાં હોય છે, જેથી તેમને રન વે અને પ્લેન જોવા મળે. અગાઉ 1 મહિનામાં અંદાજે 15 સ્કૂલનાં બાળકો આવતાં હતાં. શિક્ષણ સમિતિની અટલાદરા શાળાની બાલવાડીનાં બાળકોને એરપોર્ટ પર જાન્યુઆરીમાં લવાયાં હતાં. જોકે તેમને પ્રવેશ ન અપાતાં એરપોર્ટ બહાર બેસવાનો વખત આવ્યો હતો. જ્યારે એરપોર્ટ ઓથોરિટી પાસેથી જાણવા મળ્યા મુજબ કલેક્ટર કે શિક્ષણાધિકારીનો પત્ર હોય તો મંજૂરી અપાઈ શકે છે. જોકે સત્તાવાર કંઈ કહેવા તેમણે ઇનકાર કર્યો હતો. એરપોર્ટ પર વિઝિટર એરિયા અને લોન્જ કાઢી નખાયા છે. તેને બદલે એરિયા ડેવલપ કરાયો છે અને નવા 2 ગેટ બનાવાયા છે. કોઈ પ્રવાસ લઈ ગયાનું ધ્યાને નથી
હરણી બોટકાંડ બાદ નવા નિયમો મુજબ મંજૂરી મેળવે તો જ અમારી શાળાઓને પ્રવાસની મંજૂરી આપવામાં આવે છે. જોકે તાજેતરમાં એરપોર્ટ પર કોઈ શાળાએ પ્રવાસ કર્યો હોય તેવું ધ્યાને નથી. > નિશિત દેસાઈ, ચેરમેન ,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વિઝિટર પ્રવેશ બંધ, મહિને 2 લાખનું નુકસાન
નવા નિયમો મુજબ એરપોર્ટ બિલ્ડિંગમાં વિઝિટર એન્ટ્રી બંધ કરાઈ છે. નવા બિલ્ડિંગમાં મુસાફરોને મૂકવા-લેવા આવનારને વિઝિટર એરિયા સુધી જવા દેવાતા હતા. અંદાજે ₹50 ચાર્જ લેવાતો હતો. જોકે 6 મહિનાથી એન્ટ્રી બંધ કરાતાં એરપોર્ટને મહિને 2 લાખનું નુકસાન થાય છે. સાથે વિઝિટર એરિયામાં ખૂલેલી રેસ્ટોરન્ટ પણ બંધ થઈ છે. સુરક્ષાને ધ્યાને લઈ પ્રવેશ બંધ
જૂના બિલ્ડિંગનું સ્ટ્રક્ચર અને સુરક્ષાને ધ્યાને લઈ પ્રવેશ આપવાનું બંધ કરવામાં આવ્યું છે. ફરી પરમિશન ક્યારથી શરૂ થશે તેનો નિર્ણય લીધો નથી. > એમએસઆઇ દાઉદ, એરપોર્ટ ડાયરેક્ટર