back to top
Homeગુજરાતકચ્છમાં મધરાતે 5ની તીવ્રતાનો ભૂકંપ:અંજારના દુધઈથી 17 કિમી દૂર કેન્દ્રબિંદુ, લોકો ઘર...

કચ્છમાં મધરાતે 5ની તીવ્રતાનો ભૂકંપ:અંજારના દુધઈથી 17 કિમી દૂર કેન્દ્રબિંદુ, લોકો ઘર બહાર દોડી આવ્યા

કચ્છમાં લાંબા સમય બાદ મધરાતે ભૂકંપનો શક્તિશાળી આંચકો અનુભવાયો છે. રાત્રે 11.26 કલાકે આવેલા 5ની તીવ્રતાના આંચકાએ લોકોની ઊંઘ ઉડાડી દીધી હતી. ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી મશીન પર નોંધાયા મુજબ, આંચકાનું કેન્દ્રબિંદુ અંજાર તાલુકાના દુધઈથી 17 કિમી દૂર ઉત્તર-પૂર્વ દિશામાં હતું. ભૂકંપની અસર વાગડ, રાપર, ભચાઉથી લઈને અંજાર, ભુજ અને નખત્રાણા સુધીના વિસ્તારોમાં અનુભવાઈ હતી. આંચકો અનુભવતાં જ લોકો ભયભીત થઈને ઘરની બહાર નીકળી પડ્યા હતા. લોકોએ એકબીજાની ખબર-અંતર પૂછવા ફોન કૉલ્સનો મારો ચલાવ્યો હતો. વામકા ભૂકંપ સંશોધન કેન્દ્રના લેબ આસિસ્ટન્ટ જ્યેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા મુજબ, આ આંચકાથી સમગ્ર વાગડ વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. આ પહેલાં 16 માર્ચે ભચાઉ નજીક 3.2ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે વર્ષ 2001ના મહાભૂકંપ બાદ કચ્છમાં સામાન્યથી મધ્યમ કક્ષાના અનેક આંચકાઓ સમયાંતરે નોંધાતા રહે છે. જોકે, આજે રાત્રે આવેલા આંચકાએ લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments