IPL-18 ની 39મી મેચમાં ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઈટ રાઇડર્સને 39 રને હરાવ્યું. ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે ગુજરાતે 3 વિકેટ ગુમાવીને 198 રન બનાવ્યા. સાઈ સુદર્શને 52 અને જોસ બટલરે 41 રન બનાવ્યા. જવાબમાં KKR 8 વિકેટ ગુમાવીને માત્ર 159 રન જ બનાવી શક્યું. કેપ્ટન અજિંક્ય રહાણેએ 50 રન બનાવ્યા. જોસ બટલર 2 ઓવરમાં બે કેચ ચૂકી ગયો. પ્રસિદ્ધ કૃષ્ણાએ પોતાના જ બોલ પર રમનદીપ સિંહનો કેચ લીધો. જોસે રહાણે અને આન્દ્રે રસેલને સ્ટમ્પ આઉટ કર્યા. GT vs KKR મેચની બેસ્ટ મોમેન્ટ્સ વાંચો… 1. બટલરની 2 ઓવરમાં બે કેચ છૂટ્યા 2. બટલરે 2 સ્ટમ્પિંગ કર્યા 3. પ્રસિદ્ધે 1 ઓવરમાં 2 વિકેટ લીધી પ્રસિદ્ધ કૃષ્ણાએ 17મી ઓવરમાં 2 વિકેટ લીધી. તેણે પહેલા બોલ પર રમનદીપ સિંહને કોટ એન્ડ બોલ્ડ કર્યો. પછી ત્રીજા બોલ પર મોઈન અલી લોંગ ઓન પર કેચ આઉટ થયો.