back to top
Homeદુનિયાપોપ વિશ્વના સૌથી નાના દેશના રાજા:130 કરોડ ખ્રિસ્તીઓના ધર્મગુરુ; લાલ શૂઝ કેમ...

પોપ વિશ્વના સૌથી નાના દેશના રાજા:130 કરોડ ખ્રિસ્તીઓના ધર્મગુરુ; લાલ શૂઝ કેમ પહેરે છે, તેનો ઈસુ સાથે શું સંબંધ છે

​​​​​​કેથોલિક ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું 21 એપ્રિલના રોજ બ્રેન સ્ટ્રોકથી નિધન થયું હતું. ખ્રિસ્તીઓના ધર્મગુરુ હોવા ઉપરાંત, તેઓ વેટિકન દેશના રાજા પણ હતા. વેટિકન વિશ્વનો સૌથી નાનો દેશ છે. વિસ્તાર ફક્ત 0.49 ચોરસ કિમી, વસ્તી ફક્ત 764 લોકો. તે ઇટાલીની રાજધાની રોમની અંદર આવેલું છે. આ એટલો નાનો દેશ છે કે દિલ્હીમાં 3 હજારથી વધુ વેટિકન સમાઈ શકે છે. આ નાનો દેશ વિશ્વની 130 કરોડ કેથોલિક વસ્તી માટે આસ્થાનું કેન્દ્ર છે. પોપ અહીંના રાજકીય અને ધાર્મિક નેતા છે. એટલે કે, ભારતની વસ્તી જેટલા લોકોનો ધાર્મિક નેતા. વેટિકન એક સામ્રાજ્ય છે અને પોપ તેના રાજા છે. પોપ કોણ છે, આ પદનું શું મહત્વ છે, વેટિકન દેશ કેથોલિક ચર્ચનું મુખ્ય કેન્દ્ર કેમ છે… આ સ્ટોરીમાં જાણો… સવાલ 1. પોપ કોણ છે અને તે શા માટે આટલા ખાસ છે? જવાબ: પોપ કેથોલિક ખ્રિસ્તી ધર્મના સૌથી મોટા ધાર્મિક નેતા છે. વિશ્વમાં ખ્રિસ્તીઓની સંખ્યા 240 કરોડ છે. આમાંથી 130 કરોડ કેથોલિક છે. પોપને સેન્ટ પીટરના ઉત્તરાધિકારી માનવામાં આવે છે. ઈસુ ખ્રિસ્તે તેમના અનુયાયીઓનું નેતૃત્વ કરવા માટે સંત પીટરને પસંદ કર્યા હતા. તેઓ પ્રથમ પોપ બન્યા હતા. પોપની મુખ્ય જવાબદારીઓમાં વિશ્વ નેતાઓને મળીને ધાર્મિક સંવાદ કરવો અને શાંતિ માટે પ્રયત્ન કરવાનો સમાવેશ થાય છે. તેઓ કાર્ડિનલ (પોપના સલાહકારોનું જૂથ), બિશપ અને અન્ય ચર્ચ અધિકારીઓની નિમણૂક કરે છે. પોપ વિશ્વભરના કેથોલિક સમુદાયના લોકોને મળે છે અને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર પણ કરે છે. સવાલ 2: પોપ પદનો ઇતિહાસ શું છે? જવાબ: પોપ પદની શરૂઆત સેન્ટ પીટરથી થઈ હતી. તે ઈસુ ખ્રિસ્તના બાર શિષ્યોમાંના એક હતા. કેથોલિક માન્યતાઓ અનુસાર, ઈસુ ખ્રિસ્તે સેન્ટ પીટરને તેમના અનુયાયીઓના નેતા બનાવ્યા હતા. આનાથી તેઓ રોમ (ઇટાલીની રાજધાની) ના પ્રથમ બિશપ બન્યા. રોમન સમ્રાટ નીરોના શાસનકાળ દરમિયાન, 64 થી 68મી સદી વચ્ચે સેન્ટ પીટરની હત્યા કરવામાં આવી હતી. તેમની સમાધિ પર જ બાદમાં સેન્ટ પીટર્સ બેસિલિકા (વેટિકન સિટીનું ચર્ચ) બનાવવામાં આવ્યું હતું. શરૂઆતમાં પોપને બિશપ કહેવામાં આવતા હતા. સમ્રાટ કોન્સ્ટેટીનને ઈસ.313માં ખ્રિસ્તી ધર્મને માન્યતા આપી. આ પછી પોપનો પ્રભાવ વધવા લાગ્યો. ઈસ. 380માં, સમ્રાટ થિયોડોસિયસ પહેલાએ ખ્રિસ્તી ધર્મને રોમન સામ્રાજ્યનો સત્તાવાર ધર્મ જાહેર કર્યો. આનાથી પોપની શક્તિમાં વધુ વધારો થયો. ઈસ.1309માં, પોપનું કાર્યાલય ફ્રાન્સના એવિગ્નનમાં શિફ્ટ થયું. જો કે, ઈસ.1377માં તેને પાછું રોમ ખસેડવામાં આવ્યું. ઈસ.756 થી 1870 સુધી, પોપે મધ્ય ઇટાલી (પેપલ સ્ટેટ્સ) માં રોમન કેથોલિક પ્રભાવના વિસ્તારો પર શાસન કર્યું. સવાલ 3. વેટિકન શું છે અને તે શા માટે ખાસ છે? જવાબ: વેટિકન એ કેથોલિક ચર્ચના વડા એટલે કે પોપનું નિવાસસ્થાન છે. પોપ અહીંના એપોસ્ટોલિક પેલેસમાં રહે છે. વેટિકન ઇટાલીની રાજધાની રોમથી ઘેરાયેલું છે. ઘણા દેશોના પાદરીઓ અહીં રહે છે. 764 લોકોની વસ્તી છે. 1929માં વેટિકન એક સ્વતંત્ર દેશ બન્યો સવાલ 4: રોમન કેથોલિક ચર્ચ અન્ય ચર્ચોથી કેવી રીતે અલગ છે? જવાબ: રોમન કેથોલિક ચર્ચ ખ્રિસ્તી ધર્મનો સૌથી મોટો સંપ્રદાય છે. આ ઉપરાંત, ખ્રિસ્તી સમુદાયના બે અન્ય મુખ્ય સંપ્રદાયો પ્રોટેસ્ટંટ અને ઈસ્ટર્ન ઓર્થોડોક્સ છે. રોમન કેથોલિક ચર્ચ ઈસુ ખ્રિસ્તના ઉપદેશો પર આધારિત છે. બાઇબલની સાથે, ચર્ચ પણ પરંપરાઓને ધર્મ અને શ્રદ્ધાનો આધાર માને છે. કેથોલિક ચર્ચ આ સિદ્ધાંતોમાં માને છે… એક ઈશ્વર: જે ત્રણ સ્વરુપમાં અસ્તિત્વ ધરાવે છે. આ ત્રણ તત્વો (Trinity) છે: મધર મેરી: કેથોલિક ચર્ચ ઈસુની માતા મેરીને ખાસ સન્માન આપે છે. એવું માનવામાં આવે છે કે તે પોતાના શરીર સાથે સ્વર્ગમાં પહોંચ્યા હતા. કેથોલિક પ્રાર્થનામાં મેરીને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. પર્ગેટરી: કેથોલિક માન્યતા અનુસાર, મૃત્યુ પછી આત્મા સ્વર્ગમાં જતા પહેલા પવિત્ર કરાય છે. આ તે સ્થાન છે જ્યાં મૃત્યુ પછી આત્માઓ તેમના પાપોનું પ્રાયશ્ચિત કરે છે. પાપોથી મુક્ત થયા પછી આત્માઓ સ્વર્ગમાં જાય છે. પોપ અને કેથોલિક ચર્ચને લગતા વિવાદો 1. વેટીલેક્સ કૌભાંડ 2012માં, પોપ બેનેડિક્ટ XVI (સોળમા) પોપ હતા. પછી ‘હિઝ હોલિનેસ’ નામનું એક પુસ્તક પ્રકાશિત થયું, જે તેમના ગુપ્ત દસ્તાવેજો પર આધારિત હતું. આ ખાનગી દસ્તાવેજો પોપના પોતાના બટલર દ્વારા એક લેખકને લીક કરવામાં આવ્યા હતા. આ દસ્તાવેજોની તપાસ કર્યા પછી, આંતરિક તપાસ હાથ ધરવામાં આવી. એવું બહાર આવ્યું હતું કે કેટલાક બહારના લોકો સમલૈંગિક બિશપને બ્લેકમેલ કરી રહ્યા હતા કારણ કે તેમણે તેમના બ્રહ્મચર્યના નિયમો તોડ્યા હતા. આ વિવાદ બાદ, પોપ બેનેડિક્ટ સોળમાએ 2013માં પોપ પદ પરથી રાજીનામું આપ્યું. 2. કેથોલિક ચર્ચોમાં બાળકોનું જાતીય શોષણ કેથોલિક ચર્ચ પર ઘણા પાદરીઓ અને સંતો દ્વારા લાંબા સમયથી બાળ શોષણનો આરોપ મૂકવામાં આવ્યો છે. એપ્રિલ 2014માં, પોપ ફ્રાન્સિસે પહેલી વાર ચર્ચમાં બાળકોના જાતીય શોષણનો સ્વીકાર કર્યો અને જાહેરમાં માફી પણ માંગી. અત્યાર સુધી વેટિકનની ટીકા કરવામાં આવી હતી કે આ બાબતે કોઈપણ પોપ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. 3. કેથોલિક ચર્ચના પાદરીઓ બાળકો પેદા કરતા હતા ફેબ્રુઆરી 2019માં, ન્યૂયોર્ક ટાઈમ્સે એક લેખમાં અહેવાલ આપ્યો હતો કે ઘણા વેટિકન પાદરીઓના પોતાના બાળકો છે. વેટિકને આવા પાદરીઓ માટે ગુપ્ત ગાઈડલાઈન બનાવી છે. CNNના અહેવાલ મુજબ, વેટિકનના પ્રવક્તાએ પછી કહ્યું: ‘હું પુષ્ટિ કરી શકું છું કે આ ગાઈડલાઈન અસ્તિત્વમાં છે.’ આ દસ્તાવેજ વેટિકનની અંદર ઉપયોગ માટે છે. આ પ્રકાશન માટે નથી. વેટિકનના પ્રવક્તાએ કહ્યું હતું કે આ ગુપ્ત ગાઈડલાઈન હેઠળ, જે પાદરી બાળકનો પિતા બન્યો છે તેને પાદરી તરીકેના પદ પરથી રાજીનામું આપવા અને પિતા તરીકેની જવાબદારીઓ નિભાવવા માટે કહેવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments