back to top
Homeમનોરંજનપ્રોપર્ટી રોકાણમાં બોલિવૂડ સેલેબ્સનો દાવ:અક્ષય કુમારે ઓફિસ વેચી, સૈફે દોહામાં ઘર ખરીદ્યું;...

પ્રોપર્ટી રોકાણમાં બોલિવૂડ સેલેબ્સનો દાવ:અક્ષય કુમારે ઓફિસ વેચી, સૈફે દોહામાં ઘર ખરીદ્યું; આમિરે 9 કરોડ ફ્લેટમાં રોક્યા

બોલિવૂડ કલાકારો ફક્ત તેમની ફિલ્મો માટે જ નહીં પરંતુ તેમના પ્રોપર્ટી ડીલ્સ માટે પણ હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં અક્ષય કુમાર, આમિર ખાન અને સૈફ અલી ખાને તેમના રિયલ એસ્ટેટ ડીલે સૌનું ધ્યાન ખેંચ્યું છે. ચાલો જાણીએ કે કયા એક્ટરે ક્યાં રોકાણ કર્યું અને તેના નિર્ણય પાછળનું કારણ શું છે. અક્ષય કુમારે પોતાની ઓફિસ 8 કરોડમાં વેચી
બોલિવૂડના ખિલાડી અક્ષય કુમારે મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં આવેલી પોતાની ઓફિસ સ્પેસ 8 કરોડ રૂપિયામાં વેચી દીધી છે. તેણે આ ઓફિસ વર્ષ 2020માં 4.85 કરોડ રૂપિયામાં ખરીદી હતી. આ ડીલથી અક્ષયને લગભગ 3.15 કરોડ રૂપિયાનો નફો થયો છે, એટલે કે લગભગ 65% વળતર મળ્યું છે. આ ઓફિસ સ્પેસ ‘વન પ્લેસ લોઢા’ નામની બિલ્ડિંગમાં આવેલી છે અને તેનો કાર્પેટ એરિયા 1,146 ચોરસ ફૂટ છે. આ ડીલ 16 એપ્રિલ, 2025ના રોજ નોંધાયેલો હતો. આ ડીલમાં, ખરીદદારો વિપુલ શાહ અને કાશ્મીરા શાહને બે કાર પાર્કિંગ જગ્યાઓ પણ આપવામાં આવી હતી. લોઅર પરેલ એ મુંબઈનો એક હાઈ ક્લાસ રહેણાંક વિસ્તાર છે. અભિષેક બચ્ચન, શાહિદ કપૂર અને મનોજ બાજપેયી જેવા ઘણા સ્ટાર્સનું પણ અહીં પ્રોપર્ટી રોકાણ છે. સૈફ અલી ખાને દોહામાં લક્ઝરી પ્રોપર્ટી ખરીદી
સૈફ અલી ખાને તાજેતરમાં કતારના દોહા શહેરમાં એક લક્ઝરી પ્રોપર્ટી ખરીદી છે, જેનું નામ છે – ‘ધ રેસિડેન્સીસ એટ ધ સેન્ટ રેજીસ માર્સા અરેબિયા આઇલેન્ડ’ છે. આ મિલકત દોહાના ધ પર્લ વિસ્તારમાં આવેલી છે અને તેને ખૂબ જ વિશિષ્ટ માનવામાં આવે છે. એક પ્રેસ કોન્ફરન્સમાં સૈફે કહ્યું હતું કે- મને લાગે છે કે આ હૉલિડે હોમ માટે બેસ્ટ પેલેસ છે. કતાર ખૂબ જ સુરક્ષિત છે, તે સરળતાથી પહોંચી શકાય તેવું છે. અહીંની લાઈફસ્ટાઈલ પણ ખૂબ સારી છે. મારા પરિવાર સાથે અહીં રહેવું મારા માટે શાંતિપૂર્ણ અનુભવ છે. સૈફે આ મિલકતને પોતાના માટે ‘હોમ અવે ફ્રોમ હોમ’ ગણાવ્યું. તેણે કહ્યું કે- તેને આ જગ્યા ગમે છે કારણ કે અહીં તેને શાંતિ અને પ્રાઇવસી પણ મળે છે. આમિર ખાને 9 કરોડનો ફ્લેટ ખરીદ્યો
આમિર ખાન પણ થોડા સમય માટે પોતાના જૂના ઘરમાંથી શિફ્ટ થઈ રહ્યા છે. બંગલાના રિનોવેશન દરમિયાન તેણે રહેવા માટે મુંબઈના પાલી હિલ વિસ્તારમાં એક નવો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. આ નવો એપાર્ટમેન્ટ બાંદ્રાના પાલી હિલમાં છે. તેની કિંમત 9 કરોડ રૂપિયા છે. આ ડીલ જૂન 2024માં કરવામાં આવી હતી. આમાં 58.5 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી અને 30,000 રૂપિયાની નોંધણી ફી ચૂકવવામાં આવી હતી. આ ફ્લેટ એક લક્ઝરી પ્રોજેક્ટનો ભાગ છે જે મેન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (MICL) દ્વારા વિકસાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ પાલી હિલના રિ-ડેવલોપમેન્ટના ભાગ રૂપે બનાવવામાં આવી રહ્યો છે, જેમાં 4 અને 5 BHK સી-વ્યૂ એપાર્ટમેન્ટ્સ હશે. આ એપાર્ટમેન્ટ્સ અલ્ટ્રા-લક્ઝરી સેગમેન્ટમાં હશે અને તેમની કિંમત પ્રતિ યુનિટ રૂ. 1 કરોડની આસપાસ હોઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments