back to top
Homeમનોરંજન'મારા પિતાના મૃત્યુની સહાનુભૂતિથી કરિયર નથી બનાવ્યું':ઇરફાન ખાનના પુત્ર બાબિલે આરોપનો આપ્યો...

‘મારા પિતાના મૃત્યુની સહાનુભૂતિથી કરિયર નથી બનાવ્યું’:ઇરફાન ખાનના પુત્ર બાબિલે આરોપનો આપ્યો જવાબ, કહ્યુ- તો આજે સંઘર્ષ ન કરતો હોત

દિવંગત એક્ટર ઇરફાન ખાનનો પુત્ર બાબિલ ખાન ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના પિતાની યાદો શેર કરે છે. પરંતુ કેટલાક લોકોએ તેના પર આરોપ લગાવ્યા છે કે- તે તેમના પિતાના મૃત્યુની સહાનુભૂતિ પર કારકિર્દી બનાવી રહ્યો છે. હવે તેની નવી ફિલ્મ ‘લોગઆઉટ’ના પ્રમોશન દરમિયાન, બાબિલે આ મુદ્દે જવાબ આપ્યો હતો. ‘ધ લલ્લાન્ટોપ’ને આપેલા ઇન્ટરવ્યૂમાં બાબિલે કહ્યું- કેટલાક લોકોએ કહ્યું કે હું બોલિવૂડમાં પ્રવેશવા માટે મારા પિતાના મૃત્યુની સહાનુભૂતિનો ​ઉપયોગ કરી રહ્યો છું. જો એવું થયું હોત, તો શું હું હજુ પણ દરરોજ ઓડિશન આપતો હોત? સત્ય એ છે કે તે સમયે અમારા પર વરસેલા બધા પ્રેમને પરત કરવાની મારી ફરજ હતી. મેં ફક્ત લોકોનો પ્રેમ શેર કર્યો જે અમને મળી રહ્યો હતો. મેં ફક્ત તે પ્રેમનો આદર કર્યો. એક્ટરે આગળ કહ્યું કે- જ્યારે તેના પિતાનું અવસાન થયું, ત્યારે તેની આખી દુનિયા બદલાઈ ગઈ. તે સમયે તે આ માટે તૈયાર નહોતો. તેણે કહ્યું- જ્યારે ઇરફાન ખાનના મૃતદેહને હોસ્પિટલમાંથી અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે કોવિડ હોવા છતાં લોકો રસ્તા પર ઉભા હતા. કેટલાક રડી રહ્યા હતા. આ અંગે તેણે કહ્યું- આ બધુ જોયા બાદ મને સમજાયું કે આ ફક્ત મારું દુઃખ નથી. આ કરોડો લોકોનું દુઃખ છે જેઓ પપ્પાને પ્રેમ કરતા હતા. મેં તેમના વિશે પોસ્ટ કરી કારણ કે મને લાગ્યું કે તેમને જીવંત રાખવાનો આ એકમાત્ર રસ્તો છે – જેઓ ખરેખર તેમને યાદ કરે છે. વર્ષ 2022 માં, બાબિલે નેટફ્લિક્સ ફિલ્મ ‘કાલા’ થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેમની સાથે તૃપ્તિ ડિમરી હતી અને તેનું ડિરેક્શન અન્વિતા દત્તે કર્યું હતું. આ ફિલ્મને તેના મ્યૂઝિક, કેમેરા વર્ક અને અભિનય માટે પ્રશંસા મળી હતી. આ પછી તે ‘ફ્રાઈડે નાઈટ પ્લાન’માં જોવા મળ્યો. આ ફિલ્મમાં જુહી ચાવલા પણ હતી. હવે તેમની નવી ફિલ્મ ‘લોગઆઉટ’ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. આ એક સાયબર થ્રિલર ફિલ્મ છે. બાબિલ એક ડિજિટલ ક્રિએટરની ભૂમિકા ભજવે છે જે ઇન્ટરનેટના ગ્લેમરથી લલચાઈને છેતરપિંડીના જાળમાં ફસાઈ જાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments