22 એપ્રિલ, 2025ને મંગળવારે બપોરે લગભગ 3 વાગ્યે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 26 પ્રવાસીઓ માર્યા ગયા છે. જેમાં 2 વિદેશી પ્રવાસીઓ પણ હતા. આ હૃદયદ્રાવક ઘટનાએ સુરતના એક પરિવારના જખમોને ફરી એકવાર તાજા કરી દીધા છે. જરીવાલા પરિવાર, જેમણે વર્ષ 2006માં કાશ્મીરમાં એક આતંકી હુમલામાં પોતાના ચાર લાડકાઓ ગુમાવ્યા હતા અને દીકરાને જીવનભર માટે અશક્ત બનાવી દીધો હતો. કાશમીરમાં થયેલા આતંકી હુમલાના સમાચાર સાંભળીને તેઓની આંખો તેમના અમૂલ્ય ટૂકડાઓને યાદ કરી ભીની થઈ ગઈ હતી. હુમલો કરતા પળમાં બસ રક્તરંજિત થઈ ગઈ
25 મે, 2006, આ તારીખ હેમાક્ષી બિપીનચંદ્ર જરીવાલા ક્યારેય ભૂલી શકે તેમ નથી. આ દિવસે સુરતનો જરીવાલા પરિવાર કાશ્મીર ફરવા ગયો હતો, ત્યારે બકતાપુરા વિસ્તારમાં આતંકીઓએ તેમના પ્રવાસી બસ પર બોમ્બ ફેંકીને હુમલો કરતા પળમાં બસ રક્તરંજિત થઈ ગઈ હતી. આ જીવલેણ ધડાકો, ચીસો અને બેબાકીની વચ્ચે ચાર નિર્દોષ બાળકોના જીવન સમાપ્ત થઈ ગયા. જેમાં જીવ ગુમાવનારાઓમાં એક હતી હેમાક્ષીબેન જરીવાલાની પોતાની દીકરી – કૃષ્ણા જરીવાલા. તેનાં અશ્રુઓ આજે પણ અટકી ન શકે એવા છે. રુસ્તમ પૂરામાં બાળ શહિદ સ્મારક બનાવવામાં આવ્યું
આ હુમલામાં હેમાક્ષીબેનનો દીકરો શિવાંગ બિપીનચંદ્ર જરીવાલા પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને સ્પાઇનલ કોર્ડ ઇન્જરી થઇ, જેના કારણે આજે માત્ર 20 ટકા શરીર જ કામ કરે છે. બાળપણમાં જોયેલા સપનાઓ આજે વ્હીલચેર પર વીતી રહેલા દિવસોમાં દુઃખની સાથોસાથ છે. આતંકી હુમલામાં મૃત્યુ પામનારા બાળકોની સ્મૃતિમાં સુરત મહાનગરપાલિકા દ્વારા રુસ્તમ પૂરામાં બાળ શહિદ સ્મારક બનાવવામાં આવ્યું છે. ‘મેં મારા જીવનના અમૂલ્ય ટૂકડાઓ ગુમાવ્યા’
હેમાક્ષીબેન જણાવ્યું હતું કે, દીકરીને તો ક્યારેય પાછી લાવી શકીશ નહીં અને દીકરો રોજ સંઘર્ષ કરે છે. કાશ્મીર આજે પણ મારા માટે એ રણસ્થળ છે, જ્યાં ‘મેં મારા જીવનના અમૂલ્ય ટૂકડાઓ ગુમાવ્યા’. 2006ના હુમલામાં જીવ ગુમાવનાર ચાર બાળકો હેમાક્ષીબેનનો દુઃખ ભરેલો અહેસાસ ફરી ઉઠ્યો
કાશ્મીર પ્રવાસે ગયેલા લોકો આજે ભૂતકાળના દુઃખદ ક્ષણોમાં જીવન વિતાવે છે. આતંકવાદે માત્ર લોકોના શરીર નહિ, પરિવારોના સંકલ્પ, બાળકોના ભવિષ્ય અને માતા-પિતાના સપનાઓને ચકનાચૂર કર્યા છે. આજના કાશ્મીરના હુમલાની ખબર મળતાં જ હેમાક્ષીબેનનો દુઃખ ભરેલો અહેસાસ ફરી ઉઠ્યો. આંખો અટકી નહીં, અશ્રુ પ્રવાહ શાંત થયા વગર વહેતો રહ્યો. એમાંથી એક જ વિલાપ સાંભળી શકાયો ‘હવે બીજાની ઝોળીમાં એ દુઃખ ન આવે’. આતંકવાદ સામે મજબૂત અને કાર્યવાહી સામે માગ
આવી આઘાતજનક ઘટનાની સાથે આતંકવાદ સામે વધુ મજબૂત અને અસરકારક કાર્યવાહી થઈ શકાય. જેથી કોઈ હેમાક્ષી ફરી એકવાર પોતાની દીકરી ખોવે નહિ અને કોઈ શિવાંગ પોતાનું બાળપણ વ્હીલચેર પર ન વિતાવે.