IPL-2025ની 40મી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે રમાશે. મેચ લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે. બંને ટીમ સીઝનમાં બીજી વાર આમને-સામને થશે. આ સીઝનમાં લખનઉની ટીમ 8 મેચમાં 5 જીત સાથે પોઈન્ટ્સ ટેબલમાં નંબર 5 પર છે. જ્યારે શાનદાર ફોર્મમાં ચાલી રહેલી દિલ્હીએ 7 મેચમાં 5 જીત નોંધાવી છે. ટીમ 10 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલમાં બીજા નંબરે છે. પ્લેઑફની દૃષ્ટિએ લખનઉ માટે આ મહત્વપૂર્ણ મેચ છે. મેચ ડિટેઇલ્સ, 40મી મેચ
મેચ: LSG Vs DC
સ્ટેડિયમ: એકાના સ્ટેડિયમ, લખનઉ
સમય: ટૉસ- 7:00 વાગ્યે, મેચ શરૂઆત: 7:30 વાગ્યે હેડ ટુ હેડમાં બંને ટીમ બરાબરી પર પૂરન સીઝનનો ટૉપ સ્કોરર
લખનઉ માટે નિકોલસ પૂરન શાનદાર ફોર્મમાં છે. તેણે ટુર્નામેન્ટમાં રમેલી 8 મેચમાં લગભગ 53ની સરેરાશે 368 રન બનાવ્યા છે. આ દરમિયાન પૂરનનો સ્ટ્રાઇક રેટ 200થી ઉપરનો રહ્યો. પૂરન 4 ફિફ્ટી ફટકારીને IPL-2025માં હાલ ઓરેન્જ કેપ હોલ્ડર છે. ટીમ માટે કેપ્ટન રિષભ પંતની ફોર્મ ચિંતાનો વિષય છે. તેણે અત્યાર સુધી 8 મેચમાં માત્ર 106 રન બનાવ્યા છે જેમાં 63 રનની એક ઇનિંગ્સ પણ સામેલ છે. તેનો સ્ટ્રાઇક રેટ 98નો છે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં લખનઉ તરફથી શાર્દૂલ ઠાકુરે સૌથી વધુ 12 વિકેટ લીધી છે. ટીમમાં દિગ્વેશ રાઠી, રવિ બિશ્નોઈ, આવેશ ખાન જેવા શાનદાર બોલર્સ પણ છે. આવેશે છેલ્લી મેચમાં ડેથ ઓવર્સમાં સરસ બોલિંગ કરીને ટીમને રાજસ્થાન સામે 2 રનથી જીત અપાવી હતી. કુલદીપે દિલ્હીને મહત્વપૂર્ણ તકો પર વિકેટ અપાવી
દિલ્હી માટે આ સીઝનમાં ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવે સૌથી વધુ 12 વિકેટ લીધી છે. ટીમમાં મિચેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, વિપરાજ નિગમ અને મુકેશ કુમાર જેવા શાનદાર બોલર્સ છે. કેપ્ટન અક્ષર પટેલ પણ બેટિંગમાં સાથ આપી રહ્યો છે, તેણે 159ના સ્ટ્રાઇક રેટથી 140 રન બનાવ્યા છે પરંતુ બોલિંગમાં તેને માત્ર એક જ વિકેટ મળી શકી છે. બેટિંગમાં કેએલ રાહુલ સારા ફોર્મમાં છે. તેણે ટીમ માટે સૌથી વધુ 266 રન બનાવ્યા છે. આમાં તેની 93* રનની મેચ વિનિંગ ઇનિંગ્સ સામેલ છે. ટીમના ઓપનર્સનું ફોર્મ અત્યાર સુધી સારું રહ્યું નથી. ફાફ ડુ પ્લેસીસ, જેક ફ્રેઝર-મેગર્ક, અભિષેક પોરેલ અને કરુણ નાયરને દિલ્હીએ ઓપનર તરીકે અજમાવ્યા છે. પિચ રિપોર્ટ
લખનઉના એકાના સ્ટેડિયમની પિચ બેટિંગ ફ્રેન્ડલી છે. આ સ્ટેડિયમમાં અત્યાર સુધી 18 IPL મેચ રમાઈ ચૂકી છે. અહીં પ્રથમ બેટિંગ કરનારી ટીમે 8 અને ચેઝ કરનારી ટીમે 9 મેચ જીતી છે. જ્યારે એક મેચ અનિર્ણીત રહી છે. વેધર કંડિશન
22 એપ્રિલે મેચમાં વરસાદની કોઈ શક્યતા નથી. મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાની અપેક્ષા છે. જોકે ખેલાડીઓને ગરમી પરેશાન કરી શકે છે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 (ઇમ્પેક્ટ પ્લેયર સહિત) લખનઉ સુપર જાયન્ટ્સ (LSG): રિષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), એડન માર્કરમ, મિચેલ માર્શ, નિકોલસ પૂરન, આયુષ બદોની, અબ્દુલ સમદ, ડેવિડ મિલર, શૂર્દુલ ઠાકુર, આવેશ ખાન, દિગ્વેશ સિંહ રાઠી, રવિ બિશ્નોઈ, પ્રિન્સ યાદવ. દિલ્હી કેપિટલ્સ (DC): અક્ષર પટેલ (કેપ્ટન), અભિષેક પોરેલ, કરુણ નાયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ટ્રિસ્ટન સ્ટબ્સ, આશુતોષ શર્મા, વિપરાજ નિગમ, મિચેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મોહિત શર્મા, મુકેશ કુમાર, ડોનોવન ફરેરા.