back to top
Homeબિઝનેસ10 વર્ષથી વધુ ઉંમરના બાળકો પોતાનું બેંક ખાતું ચલાવી શકશે:હાલમાં માતા-પિતા ઓપરેટ...

10 વર્ષથી વધુ ઉંમરના બાળકો પોતાનું બેંક ખાતું ચલાવી શકશે:હાલમાં માતા-પિતા ઓપરેટ કરે છે, અહીં જુઓ નવા નિયમો શું છે

હવે 10 વર્ષથી વધુ ઉંમરના બાળકો પોતે બચત અથવા મુદત થાપણ ખાતું ખોલી અને ઓપરેટ કરી શકે છે. RBIએ આ માટે બેંકોને મંજુરી આપી દીધી છે. જોકે, બેંકો તેમની રિસ્ક મેનેજમેન્ટ નીતિ અનુસાર આ માટે શરતો નક્કી કરી શકે છે. RBIએ બેંકોને 1 જુલાઈ, 2025 સુધીમાં આ નવા નિયમો અનુસાર તેમની પોલિસી તૈયાર કરવા અથવા હાલના નિયમોમાં ફેરફાર કરવા જણાવ્યું છે. અત્યાર સુધી, કોઈપણ ઉંમરના બાળકો તેમના માતાપિતા અથવા કાનૂની વાલીઓ દ્વારા બચત અથવા મુદત થાપણ ખાતા ખોલી શકતા હતા, પરંતુ માતાપિતા જ તેને ઓપરેટ કરતા હતા. બેંકો ઉપાડ મર્યાદા નક્કી કરી શકશે 10 વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકો પોતાનું ખાતું જાતે ઓપરેટ કરી શકશે. પરંતુ બેંકો તેમના નિયમો મુજબ કેટલીક મર્યાદાઓ નક્કી કરશે, જેમ કે કેટલા રૂપિયા જમા અથવા ઉપાડી શકાય. એક સમયે કેટલા રૂપિયા ઉપાડી શકાય. બેંકો બાળકોને ઇન્ટરનેટ બેંકિંગ, એટીએમ/ડેબિટ કાર્ડ અને ચેક બુક જેવી સુવિધાઓ પૂરી પાડી શકે છે. પરંતુ આ તેમના જોખમ પર આધાર રાખે છે. 18 વર્ષના થયા પછી નવી સહી લેવી પડશે જ્યારે બાળક 18 વર્ષનું થશે, ત્યારે બેંકે તેની પાસેથી નવી સહીઓ લેવાની રહેશે. જો ખાતું માતાપિતા દ્વારા ઓપરેટ કરવામાં આવતું હોય, તો બેલેન્સની પુષ્ટિ કરવામાં આવશે. આ ઉપરાંત, ખાતાધારકોને નવા નિયમો વિશે પણ માહિતી આપવામાં આવશે. હાલમાં નિયમો શું છે? 1 મેથી ATM માંથી પૈસા ઉપાડવા મોંઘા થશે
આ પહેલા RBIએ ATM માંથી પૈસા ઉપાડવાના નિયમોમાં પણ ફેરફાર કર્યા હતા. 1 મેથી, તમારે એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે વધુ ચાર્જ ચૂકવવા પડશે. 1 મેથી, ગ્રાહકોએ ફ્રી લિમીટ પુરી થયા પછી એટીએમમાંથી દરેક નાણાકીય વ્યવહાર માટે વધારાના 2 રૂપિયા ચૂકવવા પડશે. આ ફી વધારાને કારણે, ATM માંથી રોકડ ઉપાડવા માટે, દરેક વ્યવહાર પર 19 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે, જે પહેલા 17 રૂપિયા હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments