UPSCની ફાઇનલ પરીક્ષામાં ગુજરાતીઓએ બાજી મારી છે. 26 જેટલા ગુજરાતીઓએ UPSCની પરીક્ષા પાસ કરી છે, જેમાંથી અમદાવાદના પોલીસના હેડ કોન્સ્ટેબલના દીકરાએ ઓલ ઇન્ડિયા 473 મો રેન્ક મેળવ્યો છે. જ્યારે LICમાં પટ્ટાવાળાની નોકરી કરતા પિતા અને માતા રમકડાની લારી ચલાવતી માતાના પુત્ર અંકિતકુમાર વાણિયાએ ઓલ ઇન્ડિયા 607 રેન્ક મેળવ્યો છે. અંશુલ યાદવે 40 લાખની IT કંપનીની જોબ છોડીને UPSCની તૈયારી કરી હતી. ચોથી ટ્રાયલે અંશુલ UPSC પાસ કરી છે. જોકે 473મો રેન્ક હોવાથી IAS ન બની શકાય જેથી અંશુલ ફરી એકવાર UPSCની પરીક્ષા આપશે. અંશુલે IIT દિલ્હીથી બીટેકનો અભ્યાસ કર્યો
અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સુભાષ યાદવના બે દીકરાઓ પૈકી નાના દીકરા અંશુલ યાદવે UPSC 2024ની પરીક્ષા પાસ કરી છે. અંશુલે IIT દિલ્હીથી બીટેકનો અભ્યાસ કર્યો છે. અંશુલ અભ્યાસ બાદ આઇટી કંપનીમાં જોબ કરતો હતો. અંશુલને 40 લાખના વાર્ષિક પેકેજમાં જોબ મળી હતી. 40 લાખની જોબ છોડીને UPSCની તૈયારી શરૂ કરી
જોબની સાથે સાથે અંશુલ UPSCની તૈયારી કરતો હતો, પરંતુ જોબ સાથે બે વખત પ્રયત્ન કર્યો હતો એટલે પાસ ન થઈ શક્યો. જેથી અંશુલે 40 લાખની જોબ છોડીને UPSCની તૈયારી શરૂ કરી હતી. સ્પીપામાં એડમિશન લઈને અંશુલ તૈયારી શરૂ કરી હતી. જેમાં ત્રજી ટ્રાયલમાં પાસ ન થતા ચોથી ટ્રાયલે અંશુલ UPSCની પરીક્ષા પાસ કરી છે. ‘હું પરિવાર સાથે છેલ્લા 20 વર્ષથી પોલીસ લાઈનમાં રહું છું’
અંશુલે જણાવ્યું હતું કે, અમે મૂળ હરિયાણાના રહેવાસી છીએ. મારા દાદા ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હતા. મારા પિતા પર ગુજરાત પોલીસમાં ફરજ બજાવે છે. તેઓ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. હું પરિવાર સાથે છેલ્લા 20 વર્ષથી પોલીસ લાઈનમાં રહું છું. મારો ભાઈ યુએસમાં પીએચડીનો અભ્યાસ કરી રહ્યો છે. મેં આઇઆઇટી દિલ્હીથી બીટેકનો અભ્યાસ કર્યો હતો. અમે IITમાં ફી ભરવા માટે લોન લીધી હતી
મારા પિતા પોલીસમાં હોવાથી તેમના પગાર ઉપર અમારું ઘર ચાલતું હતું. કેન્દ્રીય વિદ્યાલયમાં ભણતો હતો. મેં આઇઆઇટીમાં એડમિશન લીધું ત્યારે 1.50 લાખ રૂપિયા વર્ષની ફી હતી જે ફી ભરવાની પિતાની સ્થિતિ ન હોવાથી અમે ફી ભરવા માટે લોન લીધી હતી. લોન અભ્યાસ પૂરો કર્યા બાદ જાતે ભરી હતી. મેં અભ્યાસ પૂરો કર્યો ત્યારે મને 40 લાખના વાર્ષિક પેકેજમાં જોબ મળી હતી. આ જોબની સાથે સાથે હું યુપીએસસીની તૈયારી કરતો હતો. ‘હજુ એક વખત UPSCની પરીક્ષા આપીશ’
જોબની સાથે મેં બે વખત યુપીએસસીની પરીક્ષા આપી પરંતુ હું પાસ ના થયો તેથી મેં જોબ છોડવાનો વિચાર કર્યો હતો. જ્યારે મેં જોબ છોડવાનો નિર્ણય કર્યો ત્યારે મારા માતા રડી ગયા હતા. પરંતુ તેમણે જ મને જોબ છોડવા માટે હિંમત આપી અને 40 લાખ રૂપિયાની જોબ છોડીને હું યુપીએસસીની તૈયારીમાં લાગી ગયો હતો. જોબ છોડ્યા બાદ મેં બીજી એક વખત પ્રયત્ન કર્યો ત્યારે પણ હું પાસ ના થયો અને અંતે ચોથા પ્રયત્ને યુપીએસસી પાસ કરી હતી. અત્યારે મારો 473 માં નંબર છે એટલે મારી આઇપીએસમાં પસંદગી થાય એવું લાગે છે. પરંતુ હું આઈએસ બનવા માંગુ છું એટલે હજુ એક વખત યુપીએસસીની પરીક્ષા આપીશ. માતા રમકડાની લારી કાઢતા અને પિતા LICમાં પટ્ટાવાળા
તો બીજી તરફ LICમાં પટ્ટાવાળાની નોકરી કરતા પિતા અને મંદિર બહાર રમકડાની લારી પર બેસતી માતાના દીકરા અમિતકુમાર વાણિયાએ ઓલ ઇન્ડિયા 607 રેન્ક મેળવ્યો છે. આ અંગે અંકિતકુમાર વાણિયાએ જણાવ્યું હતું કે, મહેનતની શરૂઆત 2017થી થઈ ગઈ હતી. પરંતુ UPSCની વિશેષ વાત કરીએ તો 2022થી શરૂઆત કરી અને બેક ટુ બેક ત્રીજી મેઇન્સ અને ફર્સ્ટ ટાઈમ ઇન્ટરવ્યૂ આપ્યું. પરિવારમાં તો મધ્યમ વર્ગમાંથી આવું છું. જ્યારે શરૂઆત કરી ત્યારે મારા માતા અમારે ત્યાં એક નાનું મંદિર છે ત્યાં જ રમકડાની લારી કાઢતા અને મારા પિતા LICમાં પટ્ટાવાળામાં છે. ત્યારથી જર્ની શરૂ થઈ છે અને તેમનો સારો સપોર્ટ રહ્યો છે. વાંચન પાછળ કલાક તો ગણ્યા નથી
મેં મારા જે પણ નિર્ણય લીધા તેનું રિઝલ્ટ હવે દેખાઈ રહ્યું છે. વાંચન પાછળ કલાક તો ગણ્યા નથી પણ જ્યારે તમે કોઈ બીજી વસ્તુમાં જોડાયેલા ના હોય અને તમારે ફક્ત તૈયારી જ કરવાની હોય તો સવારથી સાંજ સુધીનો જે સમય છે તેનો જેટલો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. અઠવાડિયામાં તમે એકાદ વાર બ્રેક લઈ શકો. તેના સિવાય તમારી પાસે કોઈ સ્કોપ નથી.