ગુજરાતની જીવાદોરી સમાન નદી પરથી જે જિલ્લાનું નામકરણ થયું છે એ નર્મદા જિલ્લામાં પીવાના પાણી માટે કેવો સંઘર્ષ કરવો પડે છે એનો ચિતાર આ તસવીરમાં છે. નર્મદાના કવાંટ નજીકના સમલવાંટ ગામમાં નલે સે જલ યોજના હેઠળ નળ તો આવી ગયા છે પણ આ નળમાંથી પાણી હજુ સુધી આવ્યું નથી. જેના કારણે ગામની મહિલાઓને આકરા તડકામાં પાણી માટે દૂર જવાની ફરજ પડે છે. પીવાનું પાણી પૂરું પાડવું પંચાયતોની સૌથી પ્રાથમિક જવાબદારી છે પણ આવા અનેક ગામો હજુ પીવાના પાણી માટે ટળવળી રહ્યાં છે.