પહેલગામ હુમલામાં નેવી ઓફિસર વિનય નરવાલ શહીદ થયા. એ બાદ પત્ની હિમાંશી ખૂબ જ દુઃખી છે. સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે હિમાંશીની આંખોમાં આંસુ છે, પોતાની જાતને સંભાળવી પણ મુશ્કેલ બની રહી છે, તેમ છતાં હિમાંશીએ ભારે હિંમત કરી જય હિંદ કહી પતિને અંતિમ વિદાય આપી. આ ઘટનાની કરુણતા એ છે કે થોડા દિવસો પહેલાં જ વિનય અને હિમાંશીનાં લગ્ન થયાં હતાં. બંને હનિમૂન માટે કાશ્મીર આવ્યાં હતાં. 4 એપ્રિલે સગાઈ, 16 એપ્રિલે લગ્ન અને 22 એપ્રિલે પતિનો સાથ છૂટ્યો. પહેલગામ હુમલા બાદ એક વીડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે, એ પણ હિમાંશીનો છે. આખો વીડિયો જોવા માટે ઉપર આપેલા ફોટો પર ક્લિક કરો…