ઓક્ટોબર 2023માં ટેકનિકલ શિક્ષણની કચેરી દ્વારા વિવિધ શાખાઓમાં સહાયક પ્રાધ્યાપક (વર્ગ-2) થી સહ પ્રાધ્યાપક (વર્ગ-1) માં બઢતી માટે અરજી મંગાવવા માં આવેલ હતી. 22/4/2025નાં રોજ વિવિધ વિદ્યાશાખાઓમાં સહાયક પ્રાધ્યાપક (વર્ગ-2) થી સહ પ્રાધ્યાપક (વર્ગ-1) માં બઢતી માટે પ્રક્રિયા પૂર્ણ કરી 159 જેટલા એસોસિએટ પ્રોફેસરોને વર્ગ-1માં બઢતી માટે ના જરૂરી આદેશ કરવામાં આવેલ છે. આ સાથે સરકારી ડીગ્રી ઇજનેરી કોલેજોના વર્ગ-1ના 70 એસોસિએટ પ્રોફેસરની બદલી તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. સરકારી ઇજનેરી કોલેજ ના અધ્યાપકોનાં મંડળનાં હોદેદારોનાં જણાવ્યા અનુસાર ક્લાસ 2માંથી ક્લાસ 1માં બઢતી 13 વર્ષ અગાઉ 66 અધ્યાપકોની આવેલ હતી. આજે 13 વર્ષ પછી શિક્ષણ વિભાગ દ્વારા 159 અધ્યાપકો ને ક્લાસ 2 માંથી ક્લાસ 1 માં ઐતિહાસિક બઢતી આપવાનાં કારણે તમામ અધ્યાપકોમાં હર્ષ ની લાગણી ફેલાઇ ગઇ છે. તેમજ અધ્યાપકો એ એક બીજા ને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરેલ છે. તેમજ અઘ્યાપક મંડળ દ્વારા રાજ્ય ના મુખ્યમંત્રી, ટેકનિકલ શિક્ષણ વિભાગ ના મંત્રી શ્રી, શિક્ષણ વિભાગ ના એડિશનલ ચીફ સેક્રેટરી, ટેકનિકલ શિક્ષણ વિભાગ ના કમિશનર સહિત તમામ અધિકારીઓ તેમજ સભ્યો નો આભાર માનેલ છે. જે 159 પ્રોફેસરને પ્રમોશન આપવામાં આવ્યું છે તેઓના નામની યાદી નીચે મુજબ છે.