ફિલ્મ ‘RRR’ માં જુનિયર NTR ના બોડી ડબલ રહેલા ઈશ્વર હેરિસે ફિલ્મ ‘વોર 2’ માં કામ કરવાની ઓફર નકારી કાઢી છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે ફિલ્મ માટે મળતી ફી વિશે જણાવતા કહ્યું કે, તે ખૂબ જ ઓછી હતી. તે તેના ફ્લાઇટ ખર્ચને પહોંચી વળવા માટે પૂરતી નહોતી. ઈશ્વર હેરિસે બોલિવૂડની ટીકા કરી અને તેને સાઉથ ઇન્ડસ્ટ્રી કરતાં નીચો ગણાવ્યો ઈશ્વર હેરિસે માના સ્ટાર્સને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ફિલ્મ ‘વોર 2’ ના કેટલાંક દૃશ્યો માટે તેમને જુનિયર એનટીઆરના બોડી ડબલ બનવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ ખૂબ ઓછી ફીના કારણે તેમણે આ ઓફર ઠુકરાવી દીધી હતી. હેરિસના મતે, તેમને જે ફી ઓફર કરવામાં આવી હતી તે ખૂબ ઓછી હતી. તે રકમથી હૈદરાબાદથી મુંબઈની ફ્લાઇટની ટિકિટ પણ ખરીદી શકાય તેમ નહોતી ઈશ્વન હેરિસે કહ્યું- મને પૂછવામાં આવ્યું કે શું હું ‘વોર 2’માં કામ કરવા માગુ છું? હું તરત જ સંમત થઈ ગયો. મને આગામી ફ્લાઇટ દ્વારા મુંબઈ આવવાનું કહેવામાં આવ્યું, પરંતુ ફી એટલી ઓછી હતી કે તેનાથી મારી ફ્લાઇટની ટિકિટ પણ ખરીદી ન શકું. ઇશ્વન હેરિસે બોલિવૂડની પણ ટીકા કરી. તેણે કહ્યું- મને તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં વધુ પૈસા મળ્યા. બોલિવૂડ અમારા કરતાં ખરાબ છે. મને ટોલીવુડમાં તેના કરતા સારા પૈસા મળી રહ્યા છે. જ્યારે ‘વોર 2’નું બજેટ ખૂબ વધારે છે. મને સારો પગાર મળવો જોઈતો હતો. નોંધનીય છે કે, ‘વોર 2’ યશ રાજ ફિલ્મ્સના સ્પાઇ યૂનિવર્સનો એક ભાગ છે. જેમાં ‘એક થા ટાઇગર’, ‘વોર’ અને ‘પઠાણ’ જેવી ફિલ્મોનો પણ સમાવેશ થાય છે. ‘વોર’નું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદે કર્યું હતું, જ્યારે તેની સિક્વલ એટલે કે ‘વોર 2’નું દિગ્દર્શન અયાન મુખર્જી કરી રહ્યા છે. આ ફિલ્મમાં ઋતિક રોશન મેજર કબીર ધાલીવાલ તરીકે પાછો ફરશે, જ્યારે જુનિયર એનટીઆર આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. આ સ્પાય યૂનિવર્સ બનાવવા માટે YRF ઘણા પૈસા ખર્ચી રહ્યું છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, આ ફિલ્મનું બજેટ આશરે 200 કરોડ રૂપિયા છે.