રાજ્યમાં ગરમીના વધુ એક રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. આજે અમદાવાદ, રાજકોટ અને કચ્છમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ આકરી ગરમીની આગાહી કરી છે. મંગળવારે પણ રાજ્યનાં 10 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. આજે વિવિધ શહેરોમાં મહત્તમ તાપમાનની આગાહી ત્રણ દિવસ આકરી ગરમીનો અનુભવ થશે ગુજરાતીઓ હવે ફરી ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેજો. હવામાન વિભાગે આવનારા 3 દિવસ સુધી તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરી છે. જ્યારે આવનારા 3 દિવસમાં દરિયાકાંઠાવાળા વિસ્તારમાં ગરમ અને ભેજવાળા વાતાવરણની શક્યતા છે. 25 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ મહત્તમ તાપમાન 40થી 43 ડિગ્રી જેટલું રહેશે. 22 એપ્રિલે રાજ્યના વિવિધ શહેરોમાં નોંધાયેલું મહત્તમ તાપમાન ગાંધીનગરના જનસેવા કેન્દ્રો પર ઠંડા પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવી
ગાંધીનગર જિલ્લાના જનસેવા કેન્દ્રો ખાતે આવતા અરજદારો માટે ખાસ છાંયડો, ઠંડા પાણી, ORS જેવી વ્યવસ્થાઓ કરવા કલેક્ટરની સૂચનાનાં પગલે ગાંધીનગર જિલ્લા સેવા સદન ખાતે આવેલ જનસેવા કેન્દ્ર ઉપરાંત અન્ય તાલુકાના જનસેવા કેન્દ્રો પર પણ ગરમી સામે રક્ષણ મેળવી શકાય તે માટે ની સુવિધા ઊભી કરવામાં આવી છે. એકતાનગર જંગલ સફારીમાં પશુ-પંખીઓને રાહત આપવાનો પ્રયાસ
ગુજરાતમાં હાલ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી રહ્યો હોઈ, એકતાનગર જંગલ સફારીમાં પશુ-પક્ષી માટે એસી, કૂલર, સિંકલર અને ફુવારાની વ્યવસ્થા કરવામાં આવી છે.