પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાને તેની વાયુસેનાને હાઈ એલર્ટ પર મુકી છે. પાકિસ્તાની વાયુસેનાના જાસૂસી વિમાનો ભારતની સરહદે આવેલા વિસ્તારોની એર સ્પેસ પર સતત નજર રાખી રહ્યા છે. પાકિસ્તાનને ડર છે કે ભારત બાલાકોટ એરસ્ટ્રાઇકની જેમ બદલો લઈ શકે છે. ભારતીય સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક છે અને સરહદી વિસ્તારોમાં તકેદારી વધારી દેવામાં આવી છે. પાકિસ્તાનમાં એક મોટી બેઠક યોજાઈ, ત્રણેય સેનાના વડાઓ હાજર જમ્મુ-કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલા પછી, પાકિસ્તાનને ભારત તરફથી કાર્યવાહીનો ડર છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, બુધવારે પાકિસ્તાનમાં એક મોટી બેઠક યોજાઈ હતી. બેઠકમાં હુમલા પછીની
પરિસ્થિતિઓની ચર્ચા કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આજે પાકિસ્તાનમાં એક મોટી બેઠક થઈ. જેમાં ત્રણેય સેનાના વડાઓનો પણ સામેલ હતી. આ બેઠકમાં પહેલગામ આતંકવાદી હુમલા પછીની પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી. બેઠક ઉપરાંત, પાકિસ્તાને વાયુસેનાને એલર્ટ પર રાખવામાં આવી છે. આ બેઠકમાં પાકિસ્તાન આર્મી ચીફ સહિત અન્ય તમામ જવાબદાર અધિકારીઓ હાજર હતા. પાક.ને એરસ્ટ્રાઇકનો ડર, પાકિસ્તાન વાયુસેના એલર્ટ પર બીજી મહત્વની વાત એ છે કે પાકિસ્તાન ભારત તરફથી આવતા નિવેદનો પર પણ નજર રાખી રહ્યું છે. પાકિસ્તાનને ડર છે કે આ આતંકવાદી હુમલા બાદ ભારત જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાન સામે કોઈ કડક કાર્યવાહી ન કરે. પાકિસ્તાનને ડર છે કે ભારત બાલાકોટ એરસ્ટ્રાઇકની જેમ બદલો લઈ શકે છે. જેને ધ્યાનમાં રાખતા પાકિસ્તાને વાયુસેનાને એલર્ટ પર રાખી છે. ભારતમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિતે X પર ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું છે કે, “મને વિશ્વાસ છે કે ઈસ્લામાબાદ ભારતના કોઈપણ દુ:સાહસને નિષ્ફળ બનાવવા માટે તૈયાર રહેશે.” આ વખતે પાકિસ્તાનનો જવાબ ખૂબ જ કઠોર હશે.
શંકાની સોય પાકિસ્તાન તરફ ,હુમલામાં 8-10 આતંકવાદીઓ સામેલ હોઈ શકે છે આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી શંકાની સોય પાકિસ્તાન તરફ ઈશારો કરી રહી છે. આ આતંકવાદી હુમલામાં 8 થી 10 આતંકવાદીઓ સામેલ હોઈ શકે છે.
આ ઘટનામાં, 2 થી 3 આતંકવાદીઓ, જે સ્થાનિક મદદગાર હતા, પોલીસ વર્દીમાં હોઈ શકે છે. જેઓ પાકિસ્તાની આતંકવાદીઓને પહેલગામ વિસ્તારમાં પહોંચવામાં મદદ કરી હોય.
વર્દીમાં આવેલા આ આતંકવાદીઓએ પાકિસ્તાની આતંકવાદીઓને પહેલગામ હુમલો થયો તે સ્થળ સુધી પહોંચવામાં મદદ કરી હતી. આપેલ. આ ઉપરાંત, એવી પણ માહિતી સામે આવી છે કે 5 થી 7 આતંકવાદીઓ પાકિસ્તાની મૂળના છે. 2016 અને 2019 માં થયેલા આતંકવાદી હુમલાઓ બાદ ભારતે કરારો જવાબ આપ્યો હતો પાકિસ્તાને પહેલગામ આતંકવાદી હુમલામાં પોતાની સંડોવણીનો ઇનકાર કર્યો છે. પરંતુ આ હુમલા બાદ બદલાના ડરથી પાકિસ્તાન સતર્ક છે. આ પહેલા 2016 માં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. 2019 માં પણ, આતંકવાદી હુમલા પછી, પાકિસ્તાને બાલાકોટ પર એર સ્ટ્રાઈક કરીને છુપાયેલા આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. બુધવારે અગાઉ, પાકિસ્તાને કહ્યું હતું કે તે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં પ્રવાસીઓના મોત પર શોક વ્યક્ત કરે છે. આ હુમલામાં 27 લોકો માર્યા ગયા હતા. માર્યા ગયેલા લોકોમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. પહેલગામ આતંકવાદી હુમલા પર પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે શું કહ્યું? પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ હુમલા અંગે મીડિયાના પ્રશ્નોના જવાબ આપતા કહ્યું, “અનંતનાગ જિલ્લામાં થયેલા હુમલામાં પ્રવાસીઓના જીવ ગુમાવવા અંગે અમે ચિંતિત છીએ. અમે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરીએ છીએ. ભારતે બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના ટ્રેનિંગ કેમ્પો પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી 26 ફેબ્રુઆરી, 2019ના રોજ ભારતીય વાયુ સેનાના મિરાજ-2000 વિમાનોએ રાતના અંધકારમાં અંકુશ રેખા (LoC) પાર કરીને પાકિસ્તાનના પૂર્વોત્તર વિસ્તાર ખૈબર પખ્તૂનખ્વાહના બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના ટ્રેનિંગ કેમ્પો પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. તેના પછી ભારતના તત્કાલીન વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યું કે આ સ્ટ્રાઈકમાં મોટી સંખ્યામાં જૈશ એ મોહમ્મદના આતંકી, તેમને તાલીમ આપનારા, સંગઠનના મોટા કમાન્ડર અને ફિદાયીન હુમલાઓ માટે તૈયાર થઈ રહેલા જેહાદીઓને ખતમ કરી દેવાયા. તારીખ 25-26 ફેબ્રુઆરી 2019, સવારે 3:43 કલાકે 12 મિરાજે એલઓસી પાર કરીને પાકિસ્તાની સરહદમાં પ્રવેશ કર્યો હતો. બીજી તરફ આર્મી, નેવી અને એરફોર્સને બેકઅપ માટે તૈયાર રાખવામાં આવ્યા હતા. ચાર સુખોઈ એરક્રાફ્ટ SU 30MKI ભારત-પાકિસ્તાન સરહદ પર ઉડાન ભરી રહ્યાં હતાં, જેથી જો પાકિસ્તાન જવાબી કાર્યવાહી કરે તો તેનો જવાબ આપી શકાય. બાલાકોટ, મુઝફ્ફરાબાદ અને ચકોટી એમ ત્રણેય સ્થળોએ જૈશનાં ઠેકાણાં હતાં. તેમને નષ્ટ કર્યા પછી ભારતીય વાયુસેના કોઈપણ નુકસાન વિના પરત ફરી. આ પછી NSAએ વડાપ્રધાનને ઓપરેશન સફળ હોવાની જાણકારી આપી હતી.