back to top
Homeમનોરંજનમનોજ બાજપેયી આત્મહત્યા કરી લેવાનો હતો:પત્ની છોડીને જતી રહી, એક દિવસમાં ત્રણ...

મનોજ બાજપેયી આત્મહત્યા કરી લેવાનો હતો:પત્ની છોડીને જતી રહી, એક દિવસમાં ત્રણ પ્રોજેક્ટમાંથી હાંકી કાઢ્યો, ‘સત્યા’થી નસીબ પલટાઈ ગયું

મનોજ બાજપેયીની બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના બેલવા ગામથી શરૂ થઈને દિલ્હી થઈને મુંબઈ પહોંચવાની અને પછી મુંબઈમાં રહેવાની વાર્તા પોતાની રીતે એક ફિલ્મથી ઓછી નથી.તેમના એક્ટર બનવાની વાર્તા જેટલી ફિલ્મી છે, તેટલી જ તેમની પહેલી પત્ની સાથેની મુલાકાત અને લગ્નની વાર્તા પણ છે. નિષ્ફળતા અને નિરાશાથી ભરેલા જીવનમાં, જ્યારે આત્મહત્યા કરવાનું વિચાર્યું, ત્યારે મિત્રોએ બચાવ્યો. આજે મનોજની ગણતરી સૌથી પ્રતિભાશાળી અને બહુમુખી પ્રતિભા ધરાવતા કલાકારોમાં થાય છે. તેમણે ત્રણ દાયકાના પોતાના કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મો કરી છે અને પોતાના જબરદસ્ત અભિનયથી બધાનું દિલ જીતી લીધું છે. આજે મનોજ બાજપેયી તેમનો 56મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. મનોજ બાજપેયી
જીવનના કેટલાક રસપ્રદ કિસ્સા
મનોજ બાજપેયીનો જન્મ 23 એપ્રિલ, 1969ના રોજ બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના બેલવા ગામમાં થયો હતો.
મનોજના જન્મ સમયે જ, પંડિતે ભવિષ્ય ભાખી દીધું હતું કે, તે એક્ટર બનશે
અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ઝંજીર’ જોયા પછી મનોજને અભિનેતા બનવાની પ્રેરણા મળી.
9 વર્ષની ઉંમરે, તેણે નક્કી કર્યું કે તે અભિનય કરવા માગે છે.
તેમના પિતા રાધાકાંત બાજપેયી પણ તેમને એક્ટર બનાવવા માગતા હતા મનોજ બાજપેયીના પિતાને પુણે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી રિજેક્ટ કરવામાં આવ્યા હતા મનોજ બાજપેયીના પિતા રાધાકાંત પણ તેમના સમયમાં એક્ટર બનવા માંગતા હતા. તેમણે પુણે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ માટે અરજી કરી હતી પરંતુ તેને રિજેક્ટ કરવામાં આવી હતી. રાધાકાંતને ફિલ્મો જોવાનો ખૂબ શોખ હતો. જ્યારે પણ કોઈ ફિલ્મ રિલીઝ થતી. પહેલા દિવસનો પહેલો શો જોવા જતા. એટલું જ નહીં, તેમણે કોલેજના દિવસોમાં થોડો સમય ‘ફિલ્મ બાબૂ’ તરીકે પણ કામ કર્યું. તમને જણાવી દઈએ કે ‘ફિલ્મ બાબૂ’ એટલે એવી વ્યક્તિ જે ડિસ્ટ્રિબ્યુટર પાસેથી ફિલ્મ રીલવાળા બોક્સ લઈને થિયેટરમાં પહોંચાડતો હોય. મનોજ બાજપેયીના પિતા રાધાકાંત પટનાથી મુઝફ્ફરપુર રીલ બોક્સ લાવતા હતા. પોતે એક્ટર ન બની શક્યા, દીકરાને ડોક્ટર બનવા માગતા હતા મનોજ બાજપેયીના પિતા ઇચ્છતા હતા કે પુત્ર ડૉક્ટર બને, પરંતુ મનોજ બાળપણથી જ એક્ટર બનવા માગતો હતો. 12મું પાસ કર્યા પછી, તે પોતાના પરિવાર સામે ખોટું બોલ્યો અને દિલ્હી આવીને કહ્યું કે તેણે IAS ની તૈયારી કરવી છે. થોડા સમય પછી, તેણે તેના પિતાને પત્ર લખ્યો અને કહ્યું કે તે એક્ટર બનવા માટે દિલ્હી આવ્યો છે. તેના પિતાએ જવાબ આપ્યો કે હું તારો પિતા છું. મને ખબર છે કે તું એક્ટર બનવાનો છે. આ સાથે, તેણે મનોજ બાજપેયીને આર્થિક મદદ માટે 200 રૂપિયાનો મની ઓર્ડર પણ મોકલ્યો. ક્યાંક તે(પિતા) મનોજમાં પોતાનું સ્વપ્ન પૂર્ણ થતું જોવા માગતા હતા. NSD માં રિજેક્ટ થયો, થિયેટરમાં નસીરુદ્દીન શાહને સખત સ્પર્ધા આપી મનોજને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) દ્વારા ઓડિશનમાં ત્રણ વાર રિજેક્ટ કરવામાં આવ્યો હતો. તે દિલ્હીમાં જ એક્ટ વન થિયેટર ગ્રુપમાં જોડાયો. 90ના દાયકામાં દિલ્હીમાં એક્ટ વન થિયેટર ગ્રુપ ખૂબ જ લોકપ્રિય હતું. મનોજ બાજપેયી દિલ્હી રંગમંચમાં એક મોટું નામ બની ગયા છે. થોડા જ સમયમાં, મનોજ બાજપેયી દિલ્હીના રંગમંચમાં ખૂબ પ્રખ્યાત થઈ ગયા. તેમને નસીરુદ્દીન શાહ જેવા થિયેટર કલાકાર તરીકે ઓળખવામાં આવતા હતા. મનોજનું એક નાટક ‘નેતુઆ’ ખૂબ જ હિટ થયું હતું. લોકોએ તે નાટક વિશે કહ્યું કે આવું નાટક ઘણા વર્ષોથી જોવા મળ્યું નથી. મનોજે કેટલાક નાટકોનું દિગ્દર્શન પણ કર્યું હતું, જેમાં અનુભવ સિંહા તેમના સહાયક હતા. થિયેટરમાં પહેલો પ્રેમ મળ્યો મનોજ એક્ટ વન થિયેટર ગ્રુપમાં જ દિવ્યા નામની છોકરીને મળ્યો. તે સમયે દિવ્યા દિલ્હીમાં ગ્રેજ્યુએશન કરી રહી હતી. તેને પણ રંગભૂમિ તરફ ઝુકાવ હતો. તે એક્ટ વન થિયેટર ગ્રુપમાં રિહર્સલ માટે આવતી હતી. દિવ્યા ખૂબ જ સુંદર હતી અને તેનો અવાજ પણ ખૂબ જ સુંદર હતો. મનોજને પહેલી નજરમાં જ દિવ્યા સાથે પ્રેમ થઈ ગયો. તેમની મુલાકાતો ચાલુ રહી અને વાત લગ્ન સુધી પહોંચી. છોકરીનો પરિવાર લગ્નની વિરુદ્ધ હતો દિવ્યા દિલ્હીના એક ખૂબ જ શ્રીમંત પરિવારની હતી. આ દરમિયાન, મનોજ સંઘર્ષ કરી રહ્યો હતો. તેમની આર્થિક સ્થિતિ સારી નહોતી. એટલા માટે દિવ્યાનો પરિવાર તેમના લગ્ન કરાવવા માગતો ન હતો. મનોજના પરિવારના સભ્યો પણ તે લગ્નથી ખુશ નહોતા. મનોજને છોકરીના પરિવાર તરફથી સતત ધમકીઓ મળી રહી હતી, પરંતુ તેને તે ધમકીઓની કોઈ પરવા નહોતી. પોલીસ સુરક્ષા સાથે મંદિરમાં લગ્ન થયા
મનોજ બાજપેયી પર પીયૂષ પાંડેની બાયોગ્રાફી, ‘કુછ પાને કી ઝિદ’ અનુસાર, એક્ટરે તેના એક મિત્ર, રાજેશ જોશીને બધું કહ્યું. રાજેશ જોશી તે સમયે જનસત્તામાં પત્રકાર હતા. મનોજે રાજેશ જોશીને કહ્યું, ‘મને સતત ધમકીઓ મળી રહી છે. આજે મારા લગ્ન લક્ષ્મી નગરના એક મંદિરમાં થવાના છે. રાજેશ જોશીએ સ્થાનિક પોલીસ સ્ટેશન સાથે વાત કરી અને મંદિરની બહાર બે પોલીસકર્મીઓને તૈનાત કર્યા. મનોજના પહેલા લગ્ન સંપૂર્ણપણે ફિલ્મી રીતે થયા હતા. લગ્નના બે મહિમાં જ છૂટાછેડા થયા જે વાતનો દિવ્યાના પરિવારને ડર હતો. તે જ થયું. મનોજની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે, પતિ-પત્ની માટે ગુજરાન ચલાવવું ખૂબ મુશ્કેલ હતું. ક્યાંક ને ક્યાંક દિવ્યાને પણ ખ્યાલ આવવા લાગ્યો કે તેણે ઉતાવળમાં ભૂલ કરી છે. પરિણામ એ આવ્યું કે બે મહિનામાં જ દિવ્યાએ મનોજને છૂટાછેડા આપી દીધા. આ કારણે મનોજ ખૂબ જ નિરાશ થયો. આત્મહત્યા વિશે વિચારવા લાગ્યો પત્નીથી છૂટાછેડા અને NSDમાં ત્રણ વાર રિજેક્ટ થતાં મનોજ સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો. તે આત્મહત્યાની ખૂબ નજીક પહોંચી ગયો હતો. મનોજે એક ઇન્ટરવ્યૂ દરમિયાન આ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. મેં એનએસડીમાં ત્રણ વખત અરજી કરી હતી. પરંતુ ત્રણેય વખત રિજેક્ટ થયો. હું આત્મહત્યા કરી જ લેવાનો હતો.આથી મારા મિત્રો મને એકલો છોડતા જ નહોતા, રાત્રે પણ મારી પાસે જ સૂતા હતા. મિત્રોએ મને ખૂબ સાથ આપ્યો ‘બેન્ડિટ ક્વીન’ થી ઓળખ ન મળી -મનોજ બાજપેયી રંગમંચમાં મોટું નામ હોવા છતાં, મનોજ જ્યારે મુંબઈ આવ્યો ત્યારે તેની પાસે કોઈ કામ નહોતું. મુંબઈ આવતાં પહેલાં તેણે શેખર કપૂરની ફિલ્મ ‘બેન્ડિટ ક્વીન’ કરી હતી. તે ફિલ્મમાં તેનો ગેટઅપ એવો હતો કે તેને ઓળખી પણ ન શકાય. બીજું, ફિલ્મમાં તેમના સંવાદો બહું નહોતા. એટલા માટે લોકો તેને ઓળખી શક્યા નહીં. મુંબઈમાં સૌરભ શુક્લા સાથે 8×8 ના રૂમમાં રોકાયા મુંબઈ પહોંચ્યા પછી, મનોજે અંધેરી નજીક ડીએન નગરમાં એક ઘર ભાડે રાખ્યું. સૌરભ શુક્લા મુંબઈ પહોંચ્યાના થોડા દિવસો પછી આવ્યા. સૌરભ શુક્લાએ પીયૂષ પાંડેના પુસ્તક ‘કુછ પાને કી ઝીદ’માં કહ્યું છે- મુંબઈમાં આઠ બાય આઠનો ઓરડો જોઈને મને આઘાત લાગ્યો. તેનું ભાડું બે હજાર રૂપિયા હતું. જ્યારે તે દિલ્હીના તિમારપુરમાં એક મોટા ઘરમાં રહેતો હતો, જેનું ભાડું ફક્ત 1200 રૂપિયા હતું. હું 25 હજાર રૂપિયા લાવ્યો હતો. તેમાંથી મનોજને 12 હજાર રૂપિયા આપ્યા. મનોજે પણ 12000 રૂપિયાનું યોગદાન આપ્યું અને અમે આખા વર્ષનું ભાડું એકસાથે ચૂકવ્યું. એક જ દિવસમાં ત્રણ જગ્યાએથી કાઢી મૂકાયા મનોજ માટે દિલ્હીથી આવીને મુંબઈમાં પોતાનું સ્થાન બનાવવું સરળ નહોતું. પીયૂષ પાંડેના પુસ્તકમાં પોતાના સંઘર્ષમય દિવસોની વાર્તા શેર કરતી વખતે મનોજે કહ્યું છે – બધી જ શરત ઊંધી પડી રહી હતી. તે દિવસોમાં કોઈ કાસ્ટિંગ ડિરેક્ટર નહોતા. હું આસિસ્ટન્ટ ડિરેક્ટર સાથે મિત્રતા કરતો હતો જેથી મને થોડું કામ મળી શકે. આ રીતે મને એક સિરિયલ મળી. શૂટિંગના પહેલા દિવસે, મેં પહેલો શોટ આપતાંની સાથે જ કેમેરા સામે ઉભેલા બધા લોકો અચાનક ગાયબ થઈ ગયા. મારા મતે શોટ સારો હતો, પણ મને કહેવા માટે કોઈ નહોતું. થોડી વાર પછી એક આસિસ્ટન્ટ ડિરેક્ટર આવ્યા અને મને કહ્યું કે કોસ્ચ્યૂમ રૂમમાં જઈને કપડાં બદલી નાખો મેડમને તમારું કામ ગમ્યું નથી. જ્યારે હું ત્યાં ગયો, ત્યારે કોસ્ચ્યુમ દાદાએ મારું દુઃખ સમજ્યું અને કહ્યું, ‘અરે, અમિતાભ બચ્ચન સાથે પણ આવું જ થયું હતું.’ નિરાશ ન થાઓ. મેં મારી બેગ ઉપાડી અને ચાલતો થયો. તે ખૂબ જ અજીબ અને શરમજનક હતું કારણ કે એવું લાગ્યું કે પહેલા જ ટેક પછી કોઈ એક્ટરને કાઢી મૂકવામાં આવ્યો હોય. -મનોજ બાજપેયી મનોજ તે જ દિવસે બીજી જગ્યાએ ગયો. ત્યાં બે દિવસ પછી તેને એક ડોક્યૂ-ડ્રામાના શૂટિંગ માટે જવાનું હતું. મનોજ બાજપેયી કહે છે- ‘જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે મેં જોયું કે મારી જગ્યાએ કોઈ બીજું શૂટિંગ કરી રહ્યું હતું. એવું કહેવામાં આવ્યું કે, બીજા એક્ટરને પસંદ કરવામાં આવ્યો છે અને તેથી તેને લેવામાં આવ્યો. જોકે તે શૂટિંગ બે દિવસ પછી થવાનું હતું, પણ કોઈએ મને કહેવાનું પણ જરૂરી ન માન્યું.’ ‘મેં બીજા વ્યક્તિને ફોન કર્યો કેમકે તેણે પણ મને રોલ આપવાનું વચન આપ્યું હતું. જ્યારે મેં ફોન કર્યો, ત્યારે તેણે મને કહ્યું કે તેને થોડો ઊંચો છોકરો જોઈએ છે. તો મેં બીજા કોઈને લીધો. આ રીતે, મને એક જ દિવસમાં ત્રણ જગ્યાએથી કાઢી મૂકવામાં આવ્યો. સિરિયલ ‘સ્વાભિમાન’ની ઓફર નકારી કાઢવામાં આવી હતી ‘સ્વાભિમાન’ સિરિયલે મુંબઈમાં મનોજ બાજપેયીની કારકિર્દીનો પાયો નાખ્યો હતો, પરંતુ મનોજે અગાઉ આ સિરિયલની ઑફર ફગાવી દીધી હતી. જ્યારે મનોજ ‘સ્વાભિમાન’ના કાસ્ટિંગ માટે પહોંચ્યો ત્યારે તેણે મહેશ ભટ્ટના આસિસ્ટન્ટ ડિરેક્ટર્સ સાથે વાત કરી. મનોજ બાજપેયીના નજીકના મિત્ર અશોક પુરંગ કહે છે – મનોજને આ ભૂમિકા ગમી, પણ તેને ખૂબ ઓછા પૈસાની ઓફર કરવામાં આવી હતી. તેણે ઓફર નકારી કાઢી અને બહાર નીકળી ગયો. બહાર આવતાંની સાથે જ તેણે બધું કહી દીધું. મેં કહ્યું, ભાઈ, મારે ભાડું ચૂકવવાનું છે અને મારી બીજી જરૂરિયાતો પણ છે. મનોજ કંઈ જવાબ આપે તે પહેલાં, હું અંદર દોડી ગયો અને કાસ્ટિંગ ડિરેક્ટરને સમજાવ્યું કે કદાચ મારા મિત્રને કંઈક ગેરસમજ થઈ હશે. અમને અડધો કલાક આપો. મેં મનોજને સમજાવ્યું અને પછી તે તે સિરિયલમાં કામ કરવા સંમત થયો. શરૂઆતમાં, મને ફક્ત 8-10 એપિસોડ માટે જ કામ મળ્યું મનોજને શરૂઆતમાં ‘સ્વાભિમાન’માં ફક્ત આઠ-દસ એપિસોડ માટે જ કામ મળ્યું. પાછળથી તેમની ભૂમિકાનો વિસ્તાર કરવામાં આવ્યો. આ વાતનો ખુલાસો ખુદ મહેશ ભટ્ટે ‘જીના ઈસી કા નામ હૈ’ કાર્યક્રમમાં કર્યો હતો. એક દિવસ એડિટિંગ રૂમમાં, મેં મનોજનું એક દૃશ્ય જોયું જેમાં તે નશામાં હતો. આ એક અદ્ભુત દૃશ્ય હતું, જે કટ જ નહોતું થઈ રહ્યં. મનોજની શૈલી અને અભિવ્યક્તિ એટલા અલગ અને તાજગીસભર હતા કે હું અભિભૂત થઈ ગયો. -મનોજ બાજપેયી મનોજને જોતાં જ મહેશ ભટ્ટે તેને ગળે લગાવી દીધો મહેશ ભટ્ટે મનોજને તેમના પેજર પર સંદેશ મોકલ્યો અને તાત્કાલિક મળવા કહ્યું. પહેલા તો મનોજને વિશ્વાસ ન થયો કે મહેશ ભટ્ટે તેને મેસેજ મોકલ્યો છે. ખાતરી થયા પછી, તે થોડા ડર સાથે ફિલ્મીસ્તાન સ્ટુડિયો પહોંચ્યો. ત્યાં મહેશ ભટ્ટ શાહરુખ સાથે ફિલ્મ ‘ચાહત’નું શૂટિંગ કરી રહ્યા હતા. મહેશ ભટ્ટે મનોજને જોતાંની સાથે જ તેને ગળે લગાવી લીધો. એક હતાશ એક્ટરને એક સફળ ડિરેક્ટર મહેશ ભટ્ટ ભેટી પડ્યા એ ક્ષણના અહેસાસને હું શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. મારી નસો ફડકવા લાગી, સૂઈ ગયેલી માંસપેશીઓ જાગી ગઈ, અદભુત ઊર્જાનો સંચાર થયો -મનોજ બાજપેયી મહેશ ભટ્ટે કહ્યું હતું કે શહેર છોડશો નહીં મનોજ બાજપેયીએ અનુપમ ખેરના શો ‘કુછ ભી હો સકતા હૈ’માં તે ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે મહેશ ભટ્ટે ઊભા થઈને બધાને કહ્યું – ‘આ માણસ બહુ મોટો અભિનેતા છે.’ પછી, તેમણે મને કહ્યું કે ‘તારા ચહેરાને જોઈને લાગે છે કે તું આ શહેર છોડીને જવાનો છે.’ આ શહેર છોડશો નહીં. આ શહેર તમને ઘણું બધું આપશે.’ મનોજને જોતાં જ રામ ગોપાલ વર્મા પોતાની સીટ પરથી ઊભા થઈ ગયા જ્યારે રામ ગોપાલ વર્મા મનોજ બાજપેયીને ફિલ્મ ‘દાઉદ’ માટે ઓડિશન આપી રહ્યા હતા, ત્યારે રામુને ખબર પડી કે તેણે શેખર કપૂરની ફિલ્મ ‘બેન્ડિટ ક્વીન’ કરી છે. આ સાંભળીને રામુ પોતાની સીટ પરથી ઊભો થયો અને કહ્યું કે તેણે આ ફિલ્મ ચાર વાર જોઈ છે. અમે છેલ્લા ત્રણ વર્ષથી તેને શોધી રહ્યા છીએ. કોઈએ મને તેના વિશે કંઈ કહ્યું નહીં. રામ ગોપાલ વર્માએ મને કામ આપવાની ના પાડી દીધી રામ ગોપાલ વર્માએ મનોજ બાજપેયીને ફિલ્મ ‘દોડ’માં કામ આપવાનો ઇનકાર કરી દીધો. તેમણે કહ્યું કે તેમણે તેના માટે બીજી ફિલ્મ વિશે વિચાર્યું છે, પરંતુ તે સમયે મનોજને કામ અને પૈસાની સખત જરૂર હતી. મનોજે કોઈક રીતે રામુને મનાવી લીધા અને તેને ‘દોડ’માં કામ અપાવ્યું અને તેમને એ ફિલ્મ માટે ૩૫000 રૂપિયા મળ્યા હતા ‘સત્યા’ એ રાતોરાત પોતાનું નસીબ બદલી નાખ્યું ખરેખર, રામ ગોપાલ વર્માએ ફિલ્મ ‘સત્યા’માં મનોજ બાજપેયી માટે ખૂબ જ ખાસ ભૂમિકા વિશે વિચાર્યું હતું. એટલા માટે તે મનોજને ‘દાઉદ’માં નાનો રોલ કરવા દેવા નહોતા માગતો. જોકે, ‘સત્યા’ પછી, મનોજ બાજપેયીએ માત્ર બોલિવૂડમાં ઝડપી એન્ટ્રી જ નહીં, પરંતુ એક છોકરી નેહાનો પણ તેમના જીવનમાં પ્રવેશ થયો. મનોજ નેહાની સાદગીથી પ્રેમમાં પડી ગયો. મનોજ બાજપેયીની ફિલ્મ ‘સત્યા’ 3 જુલાઈ 1998 ના રોજ રિલીઝ થઈ હતી અને નેહા (શબાના રઝા) ની ફિલ્મ ‘કરીબ’ 17 જુલાઈના રોજ રિલીઝ થઈ હતી. તે જ વર્ષે બંને પહેલી વાર એક પાર્ટીમાં મળ્યા હતા. હંસલ મહેતાએ તેમના ટીવી શોના 100 એપિસોડ પૂર્ણ થવાના પ્રસંગે મુંબઈના સન એન્ડ સન હોટેલમાં એક પાર્ટીનું આયોજન કર્યું હતું. મનોજ રેખા ભારદ્વાજને છોડવા પાર્ટીમાં આવ્યો હતો અને નેહા ડિરેક્ટર રજત મુખર્જીને મળવા ગઈ હતી. નેહાની ફિલ્મ ‘કરીબ’ ફ્લોપ રહી હતી. તે સમયે તે થોડી હતાશ હતી. તે પાર્ટીમાં મેકઅપ વગર, વાળમાં તેલ લગાવીને અને આંખો પર ચશ્મા લગાવીને પહોંચી હતી. મનોજ નેહાની સાદગીથી પ્રેમમાં પડી ગયો. મનોજ અને નેહાએ આઠ વર્ષ ડેટિંગ કર્યા બાદ 2006 માં લગ્ન કર્યા. મનોજ બાજપેયીનું ઓબ્ઝર્વેશન અદ્ભુત છે ‘સત્યા’, ‘શૂલ’, ‘પિંજર’થી લઈને ‘અલીગઢ’, ‘ભોંસલે’ અને ‘ગુલમહોર’ સુધી, મનોજ બાજપેયીની કરિયરમાં એવી ડઝનબંધ ફિલ્મો છે જેમાં તેમનું ઓબ્ઝર્વેશન અદ્ભુત છે, અને આ તેમના દરેક પાત્રમાં દેખાય છે. અત્યારે પણ, તે જે પ્રકારની ફિલ્મો પસંદ કરે છે તે તેની કામ માટેની ભૂખને પ્રતિબિંબિત કરે છે. -પિયૂષ પાંડે, લેખક

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments