વડોદરા મ્યુનિ.કમિશનર તરીકે ચાર્જ લીધા બાદ અરુણ મહેશ બાબુએ અધિકારીઓ સાથે પહેલી બેઠક કરી હતી. તેઓએ 25 વર્ષનું વિઝન ડોક્યુમેન્ટ બનાવી, વડોદરા અને વુડાની હદમાં ઔદ્યોગિક વસાહતોને રોડ સહિતની સુવિધાઓ પૂરી પાડવા અને સિટીને એનર્જી એફિસિયન્ટ બનાવવા પર ભાર મુક્યો હતો.મ્યુનિ. કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે, નાગરિકોના પ્રશ્નોનો ઉકેલ ઝોન સ્તરે જ આવે તે માટે ઝોનલ સિસ્ટમનું અમલીકરણ કરાશે. અમદાવાદ, સુરત અને રાજકોટની જેમ વડોદરામાં 4 ઝોન અને વીએમસીની કચેરી પાંચમો ઝોન બનાવી અધિકારીઓને ઉકેલ લાવવા જવાબદારી સોંપાશે. મ્યુનિ. કમિશનરે સુરતની જેમ વડોદરાનું 25 વર્ષનું વિઝન ડોક્યુમેન્ટ બનાવવાની જાહેરાત કરી જણાવ્યું કે, વડોદરા-વુડાની હદમાં 20 કિ.મીમાં ઔદ્યોગિક વસાહતોને કઈ સુવિધા આપી શકાય તેનું આયોજન કરીશું તેમજ રોડ કનેક્ટિવિટીને પણ આગામી સમયમાં એક કોન્ક્લેવ યોજી નાગરિકો, આર્કિટેક્ટ એસો., ઇન્ફ્લુએન્સર, સંસ્થા, એનજીઓ, શૈક્ષણિક સંસ્થા સાથે બેઠક કરી અભિપ્રાય લઇ વિકસિત મોડલ નક્કી થશે. એનર્જી એફિસિયન્ટ સિટી બનાવવા અધિકારીઓના મંતવ્યો-સૂચનો માગ્યા છે. પાલિકામાં સોલારનો ઉપયોગ વધારાશે. પાણી અને ડ્રેનેજના બ્લોકિંગ માટે ગ્રાઉન્ડ પેનેટ્રેટિંગ રડાર સિસ્ટમનો ઉપયોગ કરાશે
રીવ્યુ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે પાણી અને ડ્રેનેજ લાઈનમાં થતા બ્લોકેજ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. તેઓએ કહ્યું હતું કે આ માટે ગ્રાઉન્ડ પેનેટ્રેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી બ્લોકેજ પર કામ કરી શકાશે. તેઓએ ડેપ્યુટી મ્યુનિ. કમિશનર વી.એમ.રાજપૂતને પણ પાણી ડ્રેનેજ પર ધ્યાન રાખવા માટે સૂચન કર્યું હતું. નાગરિકોની ફરિયાદોના નિકાલ માટે સમય નક્કી કરવા ડે.કમિશનરોને સૂચન કરાયું
સામાન્ય નાગરિકો પાલિકાના પોર્ટલ પર ફરિયાદો કરે છે. ત્યારે બેઠકમાં આઇટી વિભાગ અને ડે. કમિશનરને ફરિયાદોના નિકાલ માટેની સમય મર્યાદા નક્કી કરવા કહેવાયું છે. બેથી ત્રણ દિવસમાં સમસ્યાનો નિકાલ લાવવાનું આયોજન કરવા કહેવાયું છે. ટ્રાફિકની સમસ્યા માટે પોલીસ કમિશનર સાથે સંકલન કરાશે. જરૂરી સૂચનો આપવા એનાઉન્સમેન્ટ સિસ્ટમ રિએક્ટિવ કરી કરાશે. નેચરલ ફાર્મિંગ કરતા ખેડૂતો માટે માર્કેટ બનશે, વીજળીની બચત કરાશે
મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, નેચરલ ફાર્મિંગને પ્રોત્સાહન આપવા માટે એક અઠવાડિયામાં બે દિવસ બુધવાર અને રવિવાર તાજા શાકભાજીઓનું ખેડૂતો વેચાણ કરી શકે તે માટેની વ્યવસ્થા ઉભી કરાશે. પાલિકામાં વીજળીની બચત થાય તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી જ્યારે રૂમમાં કોઈ ન હોય ત્યારે ઓટોમેટિક વીજ ઉપકરણો બંધ થઈ જાય તેવી વ્યવસ્થા ગોઠવાશે.