ઠાસરા તાલુકામાં આવેલ કોટલીંડોરા ગામમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યારે આ તત્વો દ્વારા શાળામાં ચોરીનો પ્રયાસ કરવાની કોશિશ કરવામાં આવી હતી. ત્યારે અગાઉ પણ શાળામાંથી નળ ચોરી કરવામાં આવ્યા હતા. ત્યારે આ અંગે શાળાના સંચાલકો દ્વારા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. કોટલીંડોરા ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. જેમાં શાળામાં 180 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે શાળામાં આવતા હોય છે. આ સાથે શાળામાં કોમ્પ્યુટર લેબ પણ આવેલી છે. ત્યારે આ શાળામાં અસામાજિક તત્વો દ્વારા ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શાળાના કમ્પાઉન્ડમાં નાખવામાં આવેલી જાળી પાસે તોડફોડ કરવામાં આવી હતી. અગાઉ પણ શાળામાં અસામાજિક તત્વો દ્વારા ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં તત્વો દ્વારા શાળામાંથી પાણીના નળોની ચોરી કરવામાં આવી હતી. ત્યારે મંગળવારે રાત્રે પણ અસામાજિક તત્વો દ્વારા શાળામાં દારૂ પીને તોડફોડ કરવામાં આવી હતી. તત્વો દ્વારા શાળામાં લોખંડની એંગલો તોડી નાખવામાં આવી હતી. આ સાથે અસામાજિક તત્વોએ શાળાની પ્રિમાઈસીસમાં દારૂ પીતા હોવાનું દેખાઈ રહ્યું છે. શાળામાં કાચની બોટલ તથા પ્લાસ્ટિકના ગ્લાસ નાખવામાં આવી રહ્યા છે. આ સાથે તત્વો દ્વારા શાળામાં કાચની બોટલ તોડી નાખવામાં આવતા વિદ્યાર્થીઓમાં ભય કાચ વાગવાની ભીતિ સેવાઈ રહી છે. આ અંગે શાળાના સંચાલક દ્વારા ડાકોર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. અસમાજીક તત્વો દ્વારા અગાઉ પણ શાળાના તાળા તોડવાની કોશિશ કરવામાં આવી છે
કોટલીંડોરા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં અગાઉ પર અસામાજિક તત્વો દ્વારા શાળાના બારણાં અને તાળા તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં શાળામાં કોમ્પ્યુટર લેબ પણ આવેલી છે. જેમાં છેલ્લા 2 દિવસ થી શાળામાં લોખડની જાળીઓ તોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેને લઈને પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે.> પરમાર વિક્રમસિંહ શિક્ષક