જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારાઓના અંતિમ સંસ્કાર આજે ગુરુવારે કરવામાં આવ્યા છે. ગુજરાતમાં પિતા યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને પુત્ર સ્મિત યતીશભાઈ પરમારની અંતિમ યાત્રા એકસાથે નીકળી. દરમિયાન, પુણેમાં મૃતક સંતોષ જગદાલેના અંતિમ સંસ્કાર તેમની પુત્રી આશાવરીએ કર્યા. ઓડિશાના પ્રશાંત સતપથીની અંતિમ યાત્રા નીકળી. હજારો લોકોનું ટોળું એકઠું થયું. મૃતક મધુસુદન રાવના અંતિમ સંસ્કાર આંધ્રપ્રદેશના નેલ્લોરમાં થયા. આ ઉપરાંત, આજે કાનપુરના શુભમ દ્વિવેદી, જયપુરના સીએ નીરજ ઉધવાણી, બિહારના આઈબી અધિકારી મનીષ રંજન, પુણેના કૌસ્તુભ ગણબોટે, બેંગલુરુના મંજુનાથ, ઇન્દોરના સુશીલ નાથાનીએલ, રાયપુરના દિનેશ મિરાનિયા અને ભારત ભૂષણ અને ગુજરાતના ત્રણ મૃતકોના પણ આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.