સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. બંને આ ખાસ પળનો આનંદ માણી રહ્યા છે અને તેમના આવનારા બાળકની રાહ જોઈ રહ્યા છે. દરમિયાન, ગઈકાલે સાંજે આ સ્ટાર કપલ મુંબઈના એક ક્લિનિકની બહાર સ્પોટ થયું હતું. કિયારા પિંક શર્ટ અને વ્હાઈટ પેન્ટમાં બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. જ્યારે સિદ્ધાર્થ લોન્ગ વ્હાઈટ ટી-શર્ટમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન સિદ્ધાર્થની ‘ફાધર ઓન ડ્યૂટી’ની ઝલક દેખાય. તેણે એક્ટ્રેસનાં ફોટો ક્લિક પાપારાઝીઓને ખખડાવી નાખ્યાં હતાં. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા કાર પાસે હાજર પાપારાઝીને ખીજાઈ રહ્યો છે. એક્ટર ગુસ્સામાં બધાને પાછળ હટવા અને ‘મોમ- ટુ-બી’ કિયારાના ફોટો ના પાડવાનું કહી રહ્યો છે. આ વીડિયો કપલ ક્લિનિકમાં ચેક-અપ કરાવા ગયું હોય છે તે સમયનો છે. જ્યારે ક્લિનિકમાંથી બહાર નીકળીને સિદ્ધાર્થ અને કિયારા તેમની કારમાં પાછા બેસતાં હોય છે, આ સમયે પાપારાઝીનો ઢગલો થઈ જાય છે અને તે ફોટા લેવાનું શરૂ કરી દે છે. એક્ટ્રેસ આગળની સીટ પર બેઠી હતી. આ સમય દરમિયાન પાપારાઝી એક્ટ્રેસના ચહેરાને કેદ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ જોતાં જ સિદ્ધાર્થ ગુસ્સે થાય છે અને બધાને ખખડાવી નાખે છે. સિદ્ધાર્થ ભાગ્યે જ આટલો ગુસ્સે જોવા મળે છે. આ વખતે તેના ગુસ્સાનો ભોગ પાપારાઝી બન્યા. ‘એકદમ બરાબર કર્યું’
વીડિયોમાં એક્ટર કહી રહ્યો છે કે- ‘ગો બેક… બોસ તમે તમારી લિમિટમાં રહેજો.’ આ ઘટના બાદ ફેન્સ પણ કપલને સપોર્ટ કરતા જોવા મળી રહ્યો છે. યુઝર્સ કોમેન્ટ કરીને કહી રહ્યા છે કે- એક્ટરે એકદમ બરાબર કર્યું છે. એક યુઝરે લખ્યું- સિદ્ધાર્થે બિલકુલ સાચું કર્યું. બીજા યુઝરે લખ્યું – યાર કોઈની પ્રાઈવસીમાં દખલ ન કરો. અન્ય યુઝરે લખ્યું- મીડિયાએ આ રીતે મર્યાદા ન ઓળંગવી જોઈએ. કિયારા-સિદ્ધાર્થનાં લગ્ન 2023માં થયાં હતાં
કિયારા-સિદ્ધાર્થની પહેલીવાર 2021માં આવેલી ફિલ્મ ‘શેરશાહ’ના સેટ પર મળ્યાં હતાં. સિદ્ધાર્થે પરમવીર ચક્ર સ્વર્ગસ્થ કેપ્ટન વિક્રમ બત્રાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં કિયારાએ તેની ગર્લફ્રેન્ડ ડિમ્પલની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યાં અને પછી તેઓ ડેટિંગ કરવા લાગ્યાં. 7 ફેબ્રુઆરી 2023ના રોજ કિયારા-સિદ્ધાર્થએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કર્યાં હતાં. કપલે પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. લગ્નનાં અઢી વર્ષ બાદ કપલે ગુડ ન્યૂઝ શેર કર્યા હતાં. વર્કફ્રન્ટની વાત કરીએ તો, સિદ્ધાર્થ મલ્હોત્રા જાહ્નવી કપૂર સાથે ફિલ્મ ‘પરમ સુંદરી’નું શૂટિંગ કરી રહ્યો છે. આ ઉપરાંત, તે ‘VVAN – ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ’ અને ‘રેસ 4’ માં પણ જોવા મળશે. જ્યારે કિયારા અડવાણીએ ‘ટોક્સિક’ અને ‘વોર 2’નું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે.