back to top
Homeસ્પોર્ટ્સઆજે જે હારશે તે IPLમાંથી બહાર ફેંકાશે:CSK અને SRH વચ્ચે મેચ, બન્ને...

આજે જે હારશે તે IPLમાંથી બહાર ફેંકાશે:CSK અને SRH વચ્ચે મેચ, બન્ને ટીમ માટે કરો યા મરો મેચ; હેડ ટુ હેડમાં ચેન્નઈનું પલડું ભારે

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)નો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સાથે થશે. મેચ ચેન્નઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમ (ચેપોક)માં સાંજે 7:30 વાગ્યાથી રમાશે. બંને ટીમને તેમની છેલ્લી મેચમાં મુંબઈ સામે હારનો સામનો કરવો પડ્યો છે. ચેન્નઈને મુંબઈએ 9 વિકેટે, તો હૈદરાબાદને મુંબઈએ 7 વિકેટે છેલ્લી મેચમાં હરાવ્યું છે. આજે બંને ટીમ માટે કરો યા મરો જેવી મેચ છે. આ મેચમાં જે પણ ટીમ હારશે તેની પ્લેઓફમાં પહોંચવાની આશાઓ સમાપ્ત થઈ જશે. CSK અત્યાર સુધી 8માંથી 6 મેચ હારીને 4 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં છેલ્લા સ્થાને છે. જ્યારે, SRH 8માંથી 6 મેચ હારીને ચાર પોઈન્ટ સાથે 9મા સ્થાને છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે કઈ ટીમ બહાર થાય છે. મેચ ડિટેઇલ્સ, 43મી મેચ
CSK Vs SRH
તારીખ- 24 એપ્રિલ
સ્ટેડિયમ- એમએ ચિદંબરમ સ્ટેડિયમ (ચેપોક), ચેન્નઈ
સમય: ટૉસ- સાંજે 7:00, મેચ શરૂઆત – સાંજે 7:30 હેડ ટુ હેડમાં ચેન્નઈ આગળ હેડ ટુ હેડમાં હૈદરાબાદ સામે ચેન્નઈ આગળ છે. ચેન્નઈ અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધી કુલ 22 IPL મુકાબલા રમાયા છે. 16માં ચેન્નઈ અને 6માં હૈદરાબાદને જીત મળી છે. બંને ટીમ ચેન્નઈમાં 5 મેચ રમી છે અને બધી મેચમાં હોમ ટીમ CSKને જીત મળી છે. શિવમ દૂબે CSKનો ટૉપ સ્કોરર CSK ટીમની બેટિંગ આ સીઝનમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. ટીમનો કોઈ પણ ખેલાડી 8 મેચ રમાયા પછી પણ 250 રનના આંકડા સુધી પહોંચી શક્યો નથી. શિવમ દૂબે હાલમાં ટીમનો ટૉપ સ્કોરર છે. તેણે 8 મેચમાં 230 રન બનાવ્યા છે. બીજા નંબર પર રચિન રવીન્દ્ર છે. રચિને 8 મેચોમાં 191 રન બનાવ્યા છે. જ્યારે, સ્પિનર નૂર અહમદ ટીમનો ટૉપ વિકેટ ટેકર છે. નૂરે 8 મેચમાં 12 વિકેટ લીધી છે. બીજા નંબર પર ખલીલ અહમદ છે. ખલીલે એટલી જ મેચમાં 11 વિકેટ લીધી છે. હર્ષલ SRHનો ટૉપ વિકેટ ટેકર​​​​​​​ હેનરિક ક્લાસેન SRH માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે 8 મેચમાં 281 રન બનાવ્યા છે. તેના સિવાય ઓપનર્સ ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ શાનદાર રમત બતાવી છે. હેડે 8 મેચમાં 242 રન બનાવ્યા છે. અભિષેક શર્માએ 8 મેચમાં 240 રન બનાવ્યા છે. ટીમ માટે બેટર ઈશાન કિશનની ફોર્મ ચિંતાનો વિષય બન્યો છે. બોલર્સમાં હર્ષલ પટેલ હૈદરાબાદ માટે ટૉપ વિકેટ ટેકર છે. ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ હર્ષલે 7 મેચ રમી છે અને 9 વિકેટ લીધી છે. પિચ રિપોર્ટ
MA ચિદંબરમ સ્ટેડિયમની પિચ સ્પિનર્સ માટે મદદગાર સાબિત થતી આવી છે. અહીં બેટિંગ કરવી થોડી મુશ્કેલ છે. અહીં અત્યાર સુધી 89 IPL મેચ રમાઈ છે. 51 મેચ પહેલા બેટિંગ કરનારી અને 38 મેચ ચેઝ કરનારી ટીમે જીતી છે. અહીંનો હાઈએસ્ટ ટીમ સ્કોર 246/5 છે, જે હોમ ટીમ ચેન્નઈ સુપરકિંગ્સે 2010માં રાજસ્થાન રોયલ્સ સામે બનાવ્યો હતો. વેધર કંડિશન
25 એપ્રિલે ચેન્નઈમાં ખૂબ ગરમી રહેશે. આ દિવસે વરસાદની બિલકુલ પણ શક્યતા નથી. તાપમાન 28 ડિગ્રીથી 37 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની અપેક્ષા છે. જ્યારે પવન 17 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 (ઇમ્પેક્ટ પ્લેયર સહિત)
ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): એમએસ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), શેખ રશીદ, રચિન રવીન્દ્ર, આયુષ મ્હાત્રે, વિજય શંકર, રવીન્દ્ર જાડેજા, જીમી ઓવર્ટન, ખલીલ અહમદ, નૂર અહમદ, મથિશ પથિરાના, શિવમ દુબે, આર અશ્વિન. સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH): પેટ કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અનિકેત વર્મા, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ, ઝીશાન અંસારી, ઈશાન મલિંગા, મોહમ્મદ શમી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments