જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઇને વડોદરા શહેર પોલીસ એલર્ટ થઈ ગઈ છે અને ભીડભાડવાળા વિસ્તારો પર ખાસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ભીડભાડવાળા વિસ્તારોમાં ડ્રોનથી મદદથી નજર રાખવામાં આવી રહી છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને ભીડભાડવાળા વિસ્તારોમાં સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આતંકવાદી હુમલાને પગલે પોલીસનું રાતથી ફૂટ પેટ્રોલિંગ
જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ડીસીપી અને પીઆઈ સહિતના અધિકારીઓ જોડાયા હતા. વડોદરા શહેરના ગાંધીનગરગૃહ, વીર ભગતસિંહ ચોક, મદનઝાંપા રોડ, બકરાવાડી, ખાટકીવાડ નાકા, જ્યરત્ન બિલ્ડીંગ થઈ પોલોગ્રાઉન્ડથી રાજમહેલ રોડ, નર્સિંગહોમ ચાર રસ્તા, દિનેશમીલ ચાર રસ્તા, રામપુરા વુડાથી, મુજમહુડાથી, ખિસકોલી સર્કલ વુડા, સનફાર્મા રોડ, સહકારનગર, પત્રકાર ચાર રસ્તાથી તાંદલજા ગામથી કિસ્મત ચીકડી, પંચમુખી હનુમાન મંદિરથી નિલામ્બર સર્કલ ચાર રસ્તા ગાયત્રી નગર સુધી પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. તમામ અધિકારીઓને સુરક્ષાને લઇને સૂચનાઓ આપી દેવાઈ
22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઇને વડોદરા શહેર પોલીસે શહેરની સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવી છે. તમામ ડીસીપી, એસીપી, પીઆઇ અને કોન્સ્ટેબલ સુધી સુરક્ષાને લઇને સૂચનાઓ આપી દેવામાં આવી છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસન સતત હાજરી છે. આ ઉપરાંત વડોદરા રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ સહિતના ભીડભાડવાળા વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ગત રાત્રે વડોદરા પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે શહેર પોલીસ સતર્ક
સમગ્ર શહેરમાં પોલીસની હાજરી અને કોઇપણ પ્રકારની અનિચ્છિનિય ઘટના ન બને તે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. અગાઉ જે શખસો એન્ટી નેશનલ પ્રવૃતિ સાથે જોડાયેલા હતા એવા શખસોની તપાસ કરવામાં આવી રહી છે. જેથી, કરીને આવા તત્વો શહેરમાં સક્રિય ન બને અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસ સતર્ક છે. સો.મીડિયાથી લોકો સુધી કોઈ અફવા ન ફેલાય તે માટે પોલીસ સતર્ક
આ ઉપરાંત સોશિયલ મીડિયા પર ચાલતી પ્રવૃતિઓ પર નજર રાખવામાં આવી રહી છે. જેના માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમો સર્તક છે અને એવી કોઇપણ વસ્તુઓ ધ્યાન પર આવે તો એક્શન લેવામાં આવી રહ્યું છે. નાગરિકો પણ કોઇપણ અફવાઓ પર ધ્યાન ન આપે એવી પોલીસે કરી છે. વડોદરા આવેલ પાકિસ્તાની મહિલા પાકિસ્તાન પરત જશે
ભારત સરકારની પાકિસ્તાની નાગરિકોને પરત પાકિસ્તાન મોકલી દેવાના નિર્ણય બાદ વડોદરા પોલીસ એક્શનમાં આવી છે અને શોર્ટ ટર્મ વિઝા પર વડોદરામાં રહેતા પાકિસ્તાની નાગરિકોની ચકાસણી હાથ ધરી છે. આ દરમિયાન વડોદરામાં માત્ર એક પાકિસ્તાની મહિલા શોર્ટ ટર્મ વીઝા પર વડોદરા આવી હોવાની વિગતો સપાટી પર આવી છે. શોર્ટ ટર્મ વીઝા મેળવી વડોદરા આવેલી પાકિસ્તાની મહિલા ભારત સરકારની સુચના મૂજબ 27 એપ્રિલ સુધીમાં ભારત છોડી પાકિસ્તાન પરત જશે.