પહેલગામ આતંકવાદી હુમલાને લઈને દેશભરમાં ગુસ્સો છે. આ ઘટનાથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના લોકો પણ દુઃખી છે. દરમિયાન, ગાયક અરિજિત સિંહે 27 એપ્રિલે ચેન્નાઈમાં યોજાનારો તેનો કોન્સર્ટ રદ કર્યો છે. એટલું જ નહીં, સિંગર અનિરુદ્ધ રવિચંદરે પણ તેમની ‘હુકમ ટૂર’ માટેની ટિકિટનું વેચાણ પણ મુલતવી રાખ્યું છે. અરિજીત સિંહે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કોન્સર્ટ આયોજકોની એક પોસ્ટ ફરીથી શેર કરી, જેમાં લખ્યું હતું કે, ‘એક મહત્ત્વપૂર્ણ અપડેટ – તાજેતરની દુ:ખદ ઘટના (પહેલગામ આતંકવાદી હુમલો) ને ધ્યાનમાં રાખીને, કલાકારો સાથે મળીને આયોજકોએ 27 એપ્રિલ, રવિવારના રોજ ચેન્નાઈમાં યોજાનારા શોને રદ કરવાનો નિર્ણય લીધો છે. જેમણે ટિકિટ ખરીદી છે તેમને સંપૂર્ણ રિફંડ મળશે. પરિસ્થિતિ સમજવા બદલ આભાર. ફક્ત અરિજિત સિંહ જ નહીં, પરંતુ સંગીતકાર અને ગાયક અનિરુદ્ધ રવિચંદરે પણ બેંગલુરુમાં ‘હુકુમ ટૂર’ માટે ટિકિટ વેચાણ મુલતવી રાખ્યું છે. તેમણે આ અંગે ઇન્સ્ટાગ્રામ પર માહિતી આપી હતી. તેમણે લખ્યું, ‘પહલગામમાં થયેલી દુ:ખદ ઘટના (પહલગામ આતંકવાદી હુમલો) એ આપણને બધાને આઘાત આપ્યો છે. અમારી હૃદયપૂર્વકની પ્રાર્થના અને ઊંડી સંવેદના પીડિતો અને તેમના પરિવારો સાથે છે. આ હુમલો 22 એપ્રિલે થયો હતો નોંધનીય છે કે, આતંકવાદીઓએ 22 એપ્રિલે પહેલગાંવ પર હુમલો કર્યો હતો. આ સમય દરમિયાન, આતંકવાદીઓએ પહેલા પ્રવાસીને તેમના નામ પૂછ્યા અને પછી તેમને ગોળી મારી દીધી. આ હુમલો છેલ્લા 6 વર્ષમાં કાશ્મીરમાં થયેલો સૌથી મોટો આતંકવાદી હુમલો છે. આ પહેલા પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા.