અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચાઈના પર ટેરિફ ઘટાડવા અને આકરું વલણ છોડવા સંમત થયાના સંકેત અને અમેરિકાના ઉપપ્રમુખની ભારત મુલાકાતમાં બન્ને દેશો વચ્ચે વેપાર સંધિની દિશામાં સારી પ્રગતિના પોઝિટીવ ડેવલપમેન્ટ અને બીજી તરફ ચાઈના પણ ભારત સાથે વેપાર વધારવા પ્રોત્સાહનો આપવા તૈયાર થયાના અહેવાલ વચ્ચે આજે સતત સાત દિવસની તેજી બાદ આજે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેપી મોર્ગને અમેરિકા અને વૈશ્વિક મંદીનો અંદાજ 40%થી વધારી 60% કરતાં અને ગોલ્ડમેન સાસે ભારતનો જીડીપી અંદાજ 6.3%થી ઘટાડી 6.1% કરતાં આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. કરન્સી માર્કેટની વાત કરીએ તો, ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં તથા ચીન પ્રત્યે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની આક્રમકતા હળવી થતાં તેમજ અમેરિકાના ફેડરલ રિઝર્વ સામે પણ હવે ટ્રમ્પનું વલણ હળવું થતાં આજે ડોલર ઈન્ડેક્સ સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ક્રુડ ઓઈલના ભાવમાં ઉછાળા બાદ ઘટાડો નોંધાયો હતો. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.16% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.01% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કોમોડિટીઝ, હેલ્થકેર, મેટલ અને સર્વિસીસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4086 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2015 અને વધનારની સંખ્યા 1920 રહી હતી, 151 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 7 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 3 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઇન્ડસઇન્ડ બેન્ક 3.24%, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.77%, ટાટા મોટર્સ 1.26%, ટેક મહિન્દ્ર 0.94%, સન ફાર્મા 0.87%, ટાઈટન કંપની લિ. 0.83%, એશિયન પેઈન્ટ 0.47%, બજાજ ફિનસર્વ 0.29% અને ટાટા સ્ટીલ 0.28% વધ્યા હતા, જયારે હિન્દુસ્તાન યુનિલીવર 4.00%, ભારતી એરટેલ 1.96%, આઈસીઆઈસીઆઈ બેન્ક 1.53%, ઝોમેટો લિ. 1.17%, મહિન્દ્રા મહિન્દ્રા 0.57%, એચસીએલ ટેકનોલોજી 0.46%, એચડીએફસી બેન્ક 0.35%, કોટક બેન્ક 0.35% અને ટીસીએસ લિ. 0.32% ઘટ્યા હતા. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ ⦁ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 24245 ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 24088 પોઈન્ટના પ્રથમ અને 24008 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 24303 પોઈન્ટ થી 24373 પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 24008 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
⦁ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 55233 ) :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 55008 પોઈન્ટ પ્રથમ અને 54808 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 55303 પોઈન્ટ થી 55474 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 55606 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
⦁ ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
⦁ એચડીએફસી બેન્ક ( 1911 ) :- એચડીએફસી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1878 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1860 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1939 થી રૂ.1944 નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1950 ઉપર તેજી તરફી ધ્યાન…!!
⦁ એસબીઆઈ લાઈફ ( 1608 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1588 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1570 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1624 થી રૂ.1630 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
⦁ સન ફાર્મા ( 1800 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.1838 આસપાસ વેચવાલી થકી રૂ.1787 થી રૂ.1773 ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1850 નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!!
⦁ ટાટા કોમ્યુનિકેશન્સ ( 1608 ) :- રૂ.1636 આસપાસ ટેકનિકલ ગ્રાફ મુજબ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.1644 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1588 થી રૂ.1570 નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1650 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા…
મિત્રો, ભારતની અર્થવ્યવસ્થા સંભવિત વૈશ્વિક મંદીનો સામનો કરવા માટે વધુ સક્ષમ માનવામાં આવે છે, જ્યારે ઘણા દેશો યુએસ ટેરિફથી વધુ સીધી રીતે પ્રભાવિત થાય છે. અમેરિકા અને ચીન વચ્ચે વધતા વેપાર યુદ્ધ વચ્ચે, ભારતને હવે વૈકલ્પિક ઉત્પાદન કેન્દ્ર તરીકે જોવામાં આવી રહ્યું છે. જ્યારે ચીન યુએસ ટેરિફના જવાબમાં આક્રમક વલણ અપનાવી રહ્યું છે, ત્યારે ભારતે શાંત વલણ અપનાવ્યું છે અને યુએસ સાથે કામચલાઉ વેપાર કરાર પર પહોંચવાનો પ્રયાસ કર્યો છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફને પગલે સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે દુનિયાના અર્થતંત્રની વૃદ્ધિ પર ખરાબ અસર જણાય છે તેમજ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ આઇએમએફ દ્વારા આ વર્ષે ગ્લોબલ ઇકોનોમીમાં વૃદ્ધિનો દર જાન્યુઆરીમાં 3.3%ની આગાહીની સરખામણીમાં 2.8% જ થવાની ધારણાં મૂકી છે. યુએસ દ્વારા ટેરિફ લાદવામાં આવ્યા હોઇ ચીનનો વૃદ્ધિ દર પણ આ વર્ષે ઘટીને 4% થવાની સંભાવના છે. જે અગાઉ કરતાં 1.5% ઓછો છે. ટ્રમ્પ હવે શું કરશે તે બાબતે અનિશ્ચિતતા પ્રવર્તતી હોવાથી યુએસ અને દુનિયાના અર્થતંત્ર પર તેની મોટી અસર પડશે. વેપાર નીતિઓ કેવી રીતે ઘડાય છે તેના આધારે કંપનીઓ ઇન્વેસ્ટમેન્ટ અને વિસ્તરણના નિર્ણયો લેતી હોવાથી આ અનિશ્ચિતતાને કારણે વૃદ્ધિ ધીમી પડશે.