back to top
Homeબિઝનેસઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- ભારતીય શેરબજારમાં ઘટાડો:નિફટી ફ્યુચર 23808 પોઈન્ટ પર અતિ મહત્વની સપાટી...

ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- ભારતીય શેરબજારમાં ઘટાડો:નિફટી ફ્યુચર 23808 પોઈન્ટ પર અતિ મહત્વની સપાટી રહેશે

પબ્લિક અને કોર્પોરેટ અમેરિકા દ્વારા ટેરિફ મામલે વિરોધ વધતાં અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચાઈના સાથે વાટાઘાટના અને 145%થી ઓછી ટેરિફ શક્ય હોવાના નિવેદન સામે હવે ચાઈનાએ અક્કડ વલણ અપનાવી વાટાઘાટ નહીં, અમેરિકા સંપૂર્ણ ટેરિફ પાછી ખેંચે એવા આપેલા સંદેશે આજે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે આજે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં પણ ઉછાળે નફારૂપી વેચવાલીની નોંધાતા ભારતીય શેરબજાર ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક સ્તરે ટ્રેડવૉર અને આર્થિક ગ્રોથ મુદ્દે વધી રહેલા તણાવ વચ્ચે આજે ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવમાં બેતરફી સાંકડી વધઘટ જોવા મળી હતી. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 2.44% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 2.56% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ફોકસ્ડ આઇટી અને આઈટી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4084 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 3246 અને વધનારની સંખ્યા 719 રહી હતી, 119 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 12 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 7 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટીસીએસ લિ. 1.36%, ટેક મહિન્દ્ર 1.06%, ઇન્ફોસિસ લિ. 0.60%, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.46%, ઇન્ડસઇન્ડ બેન્ક 0.32%, હિન્દુસ્તાન યુનિલીવર 0.27% અને આઈસીઆઈસીઆઈ બેન્ક 0.16% વધ્યા હતા, જયારે અદાણી પોર્ટ 3.61%, એકસિસ બેન્ક 3.48%, ઝોમેટો લિ. 3.41%, બજાજ ફિનસર્વ 2.85%, પાવર ગ્રીડ કોર્પોરેશન 2.56%, બજાજ ફાઈનાન્સ 2.01%, ટાટા મોટર્સ 2.00%, ટાટા સ્ટીલ 1.98% અને એનટીપીસી લિ. 1.86% ઘટ્યા હતા. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ ⦁ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 24139 ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 24008 પોઈન્ટના પ્રથમ અને 23808 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 24272 પોઈન્ટ થી 24303 પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 23808 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!! બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ ⦁ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 54724 ) :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 54474 પોઈન્ટ પ્રથમ અને 54303 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 54969 પોઈન્ટ થી 55088 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 55202 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
⦁ ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
⦁ એસબીઆઈ લાઈફ ( 1699 ) :- એસબીઆઈ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1670 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1633 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1723 થી રૂ.1730 નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1740 ઉપર તેજી તરફી ધ્યાન…!!
⦁ એચસીએલ ટેક્નોલોજી ( 1568 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1530 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1508 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1597 થી રૂ.1608 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
⦁ લુપિન લિ. ( 2026 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.2074 આસપાસ વેચવાલી થકી રૂ.1990 થી રૂ.1973 ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2103 નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!!
⦁ ટાટા કોમ્યુનિકેશન્સ ( 1573 ) :- રૂ.1606 આસપાસ ટેકનિકલ ગ્રાફ મુજબ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.1616 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1555 થી રૂ.1530 નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1623 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા…
મિત્રો, ભારતના માલસામાન તથા સેવા માટેની આંતરરાષ્ટ્રીય માગમાં જોરદાર વધારા તથા નવા ઓર્ડરમાં મજબૂત વૃદ્ધિને પગલે વર્તમાન મહિનાનો ભારતનો ઉત્પાદન તથા સેવા ક્ષેત્રનો પ્રારંભિક એચએસબીસી સંયુકત પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ વધી આઠ મહિનાની ટોચે જોવા મળ્યો છે. એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલો એપ્રિલ માટેનો સંયુકત પ્રારંભિક પીએમઆઈ 60 રહ્યો છે જે માર્ચમાં 59.50 જોવા મળ્યો હતો. એપ્રિલમાં સતત 45માં મહિને પીએમઆઈ 50થી ઉપર રહ્યો છે જે સંબંધિત ક્ષેત્રમાં વિસ્તરણ સૂચવે છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ જ મહિનામાં નવા બિઝનેસમાં વધારાને ખાનગી ક્ષેત્રની કંપનીઓએ આવકાર્યો છે. સપ્ટેમ્બર, 2014થી જ્યારથી પીએમઆઈ તૈયાર કરવામાં આવી રહ્યો છે ત્યારથી વર્તમાન વર્ષના એપ્રિલમાં નિકાસ ઓર્ડરમાં સૌથી ઝડપી વધારો જોવા મળ્યો છે. ઉત્પાદન તથા સેવા બન્ને ક્ષેત્રના ઓર્ડરમાં વધારો થયો છે, જો કે સેવાની સરખામણીએ ઉત્પાદન ક્ષેત્રમાં ઓર્ડરમાં નોંધપાત્ર વધારો થયો છે. ડોલર સામે રૂપિયાના ઘસારાને કારણે આંતરરાષ્ટ્રીય વેપારમાં સ્પર્ધાત્મક વધી છે ત્યારે અગામી દિવસોમાં ટેરિફને પગલે સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે વૈશ્વિક અર્થતંત્રની સાથે ભારતીય અર્થતંત્ર પર ખરાબ અસર થવાની શક્યતાએ દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments