ખંભાત સેશન્સ કોર્ટે એક ચકચારી કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપી અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહેલને ફાંસીની સજા ફટકારી છે. 2019માં બનેલી આ ઘટનામાં આરોપીએ બેસતા વર્ષના દિવસે બિસ્કિટ આપવાની લાલચ આપીને બાળકીને લઈ ગયો હતો. ત્યારબાદ તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું અને તેની હત્યા કરી નાખી હતી. બાળકીનો મૃતદેહ કામનાથ મહાદેવ મંદિરની પાછળ આવેલા પાણીના કાંસમાંથી અર્ધનગ્ન અવસ્થામાં મળી આવ્યો હતો. આ ગંભીર અપરાધ સંદર્ભે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ રઘુવીર પંડ્યાએ મજબૂત દલીલો રજૂ કરી હતી. તમામ પુરાવાઓ અને સાક્ષ્યોને ધ્યાનમાં લઈને કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવ્યો અને ફાંસીની સજા ફટકારી છે. આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યાં છીએ ….