કરન જોહરના ધર્મા પ્રોડક્શન્સે તાજેતરમાં જ તેની નવી ફિલ્મ ‘નાગઝિલા’નો ફર્સ્ટ લુક રિવીલ કર્યો હતો. જેમાં કાર્તિક આર્યન જોવા મળશે. 22 એપ્રિલના રોજ, ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ થયું. જોકે, સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સનો દાવો છે કે આ પોસ્ટરમાં કાર્તિકનો જૂનો ઈન્સ્ટાગ્રામ ફોટો જ વપરાયેલ છે. આ કારણે ધર્મા પ્રોડક્શન્સને કેટલાક યુઝર્સ ટ્રોલ કરી રહ્યા છે. એક રેડિટ યુઝરે કાર્તિક આર્યનનો એક જૂનો ઇન્સ્ટાગ્રામ ફોટો શેર કર્યો છે, જેમાં એક્ટર બેક પોઝ સાથે ઊભો છે. ‘નાગઝિલા’ના પોસ્ટરમાં વપરાયેલી કાર્તિક આર્યને અગાઉ ઈન્સ્ટાગ્રામ પર મૂકેલી તસવીર જેવી જ છે, આ પ્રકારનો દાવો કરવામાં આવ્યો છે. કેપ્શનમાં લખ્યું હતું, ધર્મા પ્રોડક્શન્સે તેમની આગામી ફિલ્મના સત્તાવાર પોસ્ટર માટે કાર્તિકના જૂના ઇન્સ્ટાગ્રામ ફોટોનો ઉપયોગ કર્યો છે. કરન જોહર અને તેની ટીમે હવે ખરેખર મહેનત કરવાનું બંધ કરી દીધું છે. બીજા એક યુઝરે AI ટેકનોલોજીને દોષી ઠેરવી અને પોસ્ટ નીચે લખ્યું, ડિઝાઇન ઈન્ડસ્ટ્રીમાંથી આ AIનું ભૂત ક્યારે દૂર થશે? હવે દરેક ફિલ્મ પોસ્ટર એકસરખું અને ખૂબ આર્ટીફિશિયલ દેખાય છે. આ AIના વધુ પડતા ઉપયોગને કારણે છે. અન્ય એક યુઝરે લખ્યું, આ એકદમ પાગલપન છે. આ લોકો પોતાના સસ્તા પ્રોજેક્ટની જાહેરાત કરવાની એટલી ઉતાવળમાં હતા કે તેઓ એક શૂટ પણ શેડ્યૂલ ન કરી શક્યા. 2025માં આવતી ફિલ્મોનાં પોસ્ટર અને વિઝ્યુઅલ ખૂબ જ ખરાબ લાગે છે. આ તો સાવ બકવાસ છે અને તેનું નામ પણ ફની છે. આ સિવાય, ઘણા અન્ય યુઝર્સે પણ ટ્રોલ કર્યું હતું. આ ફિલ્મ 2026માં રિલીઝ થશે
ફિલ્મ ‘નાગઝિલા’માં કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ આવતા વર્ષે 14 ઓગસ્ટ, 2026 ના રોજ રિલીઝ થશે.