કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને પાછળ ધકેલી દેવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. અમેરિકા હોય કે રશિયા, વિશ્વભરની શક્તિઓ ભારતની સાથે અને આતંકવાદ વિરુદ્ધ ઊભી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે ગુરુવાર, 24 એપ્રિલના રોજ સ્પષ્ટ કર્યું કે અમેરિકાએ પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવા હાકલ કરી છે. પ્રેસ-કોન્ફરન્સમાં ટેમી બ્રુસ આતંકવાદ સામે અમેરિકા ભારત સાથે ખડકની જેમ ઊભું છે, એ અંગે વાત કરી રહ્યા હતા, ત્યાં હાજર એક પાકિસ્તાની પત્રકારે એક પ્રશ્ન પૂછવાનો પ્રયાસ કર્યો, જેના કારણે તેની પોતાની જ આબરૂ ગઈ. પ્રેસ-કોન્ફરન્સમાં શું થયું? એક પત્રકાર પરિષદને સંબોધતાં બ્રુસે કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકી વિદેશમંત્રી માર્કો રુબિયોએ સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા ભારતની સાથે ઊભું છે અને તમામ પ્રકારના આતંકવાદની સખત નિંદા કરે છે. પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન એક પાકિસ્તાની પત્રકારે ટેમી બ્રુસને પૂછ્યું, “રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પહેલા કાર્યકાળ દરમિયાન કાશ્મીર મુદ્દા પર ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાની વાત કરી હતી, આ વખતે પણ તણાવ ખૂબ જ વધારે છે…” આ દરમિયાન રિપોર્ટર પોતાનો પ્રશ્ન પૂરો કરે એ પહેલાં ટેમી બ્રુસે તેને અટકાવતાં કહ્યું, આના પર મારે કોઈ ટિપ્પણી કરવી નથી. મેં જે સ્પષ્ટ કીધું છે, તેને હું એપ્રિશિએટ કરું છું અને પ્રેસ કોઈ અન્ય વિષય પર તમારી પાસે ફરી આવશે. હું આ સ્થિતિ અંગે કશું જ નહીં કહું. રાષ્ટ્રપતિ અને સેક્રેટરી ઓફ સ્ટેટે આ વાત કહી છે અને ડેપ્યૂટી સેક્રેટરીએ પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.” ઉલ્લેખનીય છે કે મંગળવારે પહેલગામના બૈસરન ખાડીમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો, જેમાં 25 ભારતીય નાગરિકો અને એક નેપાળી નાગરિકનાં મોત થયાં હતાં, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. 2019ના પુલવામા હુમલા પછી ખાડીમાં આ સૌથી ઘાતક હુમલાઓમાંનો એક છે, જેમાં 40 CRPF જવાનો શહીદ થયા હતા. આ સમાચાર પણ વાંચો…
પાકિસ્તાને આતંકવાદીઓને ટ્રેનિંગ આપવાની કબૂલાત કરી:સંરક્ષણમંત્રીએ કહ્યું- અમે અમેરિકાના ઈશારે 30 વર્ષથી આવા ગંદાં કામ કરી રહ્યા છીએ પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફે સ્વીકાર્યું છે કે તેમનો દેશ છેલ્લાં 30 વર્ષથી આતંકવાદીઓને ટેકો અને તાલીમ આપી રહ્યો છે. તેઓ અમેરિકા અને પશ્ચિમી દેશો માટે આવાં ‘ગંદાં કામ’ કરી રહ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો…