back to top
Homeગુજરાતવાપી-દમણમાં કમોસમી વરસાદ:વાહન ચાલકો ભીંજાયા, કેરીના પાકને નુકસાનની આશંકા

વાપી-દમણમાં કમોસમી વરસાદ:વાહન ચાલકો ભીંજાયા, કેરીના પાકને નુકસાનની આશંકા

વલસાડ જિલ્લાના વાપીથી દમણ કચીગામ સુધીના વિસ્તારમાં આજે અચાનક કમોસમી વરસાદ નોંધાયો હતો. કાળઝાળ ગરમી વચ્ચે આવેલા આ વરસાદથી સ્થાનિક લોકોને રાહત મળી હતી. વરસાદને કારણે વાપી-દમણ રોડ ભીનો થઈ ગયો હતો. પરિણામે વાહનોની ગતિ ધીમી પડી હતી. એપ્રિલ માસમાં આવેલા આ અણધાર્યા વરસાદની મઝા વાહન ચાલકો અને યુવાનોએ માણી હતી. જોકે, આ કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન થવાની આશંકા સેવાઈ રહી છે. વલસાડ જિલ્લો કેરીના ઉત્પાદન માટે જાણીતો છે અને આ સમયે કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments