back to top
Homeગુજરાતવોન્ટેડ ‘ગુલામ’નો પ્લાન:ડ્રગ્સ હવે ગુજરાત નહીં ઈન્ટરનેશનલ વૉટરમાંથી દ. ભારત કે શ્રીલંકા...

વોન્ટેડ ‘ગુલામ’નો પ્લાન:ડ્રગ્સ હવે ગુજરાત નહીં ઈન્ટરનેશનલ વૉટરમાંથી દ. ભારત કે શ્રીલંકા જશે

મિહિર ભટ્ટ
ગુજરાતના દરિયામાંથી છેલ્લા 8 વર્ષમાં 10 હજાર કરોડથી વધુનું ડ્રગ્સ ગુજરાત પોલીસ અને અન્ય સેન્ટ્રલ એજન્સીઓએ પકડી પાડ્યું છે. આટલી મોટી કિંમતના ફટકાના કારણે હવે ડ્રગ્સ માફિયાઓએ ડ્રગ્સ સપ્લાયનો રૂટ બદલી કાઢ્યો છે. આ નવો રૂટ છે આંતરરાષ્ટ્રીય જળસીમાંથી ડ્રગ્સ દક્ષિણ ભારત કે શ્રીલંકા સુધી પહોંચાડવાનો. ઉલ્લેખનીય છે કે, આ નવા રૂટનો પ્લાન બીજા કોઈએ નહીં પરંતુ મોરબી પાસેના ઝીંઝુડા ગામના 600 કરોડની કિંમતના ડ્રગ્સ કેસના આરોપી ગુલામહુશૈન ભાગડનો હોવાનો ઘટસ્ફોટ થયો છે.
ગુજરાત ATS અને કેન્દ્રિય સુરક્ષા એજન્સીઓ વચ્ચેના કેટલાક ખાનગી ઈનપૂટ્સથી આ વાતનો ઘટસ્ફોટ થયો છે. નવેમ્બર 2021માં મોરબીના ઝીંઝુડા ગામના એક મકાનમાંથી 600 કરોડની કિંમતનું હેરોઈન ઝડપી પાડવામાં આવ્યું હતુ. આ કેસમાં ગુજરાત ATS અને NCBની ટીમે મળી સમસુદ્દીન સૈયદ, મુખ્તાર હુસૈન ઉર્ફે જબ્બાર હાજી અને ગુલામ હુસૈન ઉમર ભાગડ સહિત સાત લોકોની ધરપકડ કરી હતી. આ પૈકી નવેમ્બર 2023માં પેરોલ પર છુટેલો ગુલામ ભાગડ ફરાર થઈ ગયો. હાલમાં જ એક ગુપ્ત ઈનપૂટ સેન્ટ્રલ એજન્સીઓને મળ્યાં હતા જે આધારે ભાગડ ઈરાનમાં હોવાના પુરાવા મળ્યાં છે. આ ઈનપૂટ આધારે ગુજરાત ATS એ થોડા દિવસ પહેલાં જ ગુલામ ભાગડની વિગતો NCB પાસેથી મેળવી તપાસ શરૂ કરી ત્યારે ગુજરાતમાં ઘુસાડાતા ડ્રગ્સ કેસનો રૂટ બદલાયાનો ઘટસ્ફોટ થયો હતો. સુરક્ષા એજન્સીઓના આધારભૂત સૂત્રોનું કહેવું છે કે, ગુલામ ભાગડ ગુજરાતમાં ડ્રગ્સ સપ્લાય કરનારા પાકિસ્તાની માફિયા ફિદાના કોન્ટેક્ટમાં છે. 1800 કરોડનું ડ્રગ્સ ફિદાએ જ મોકલ્યું હતુ જેને ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમે સંયુક્ત ઓપરેશનમાં આંતરરાષ્ટ્રીય જળસીમા નજીકથી પકડી પાડ્યું. ત્યારે આ ડ્રગ્સ દક્ષિણ ભારતમાં જતુ હોવાની બાતમી હતી. શંકાસ્પદ કોલ સાઈન કે બોટને બોલાવવના કોડ ડિટેક્ટ કરાય છે… સુરક્ષા એજન્સીના સુત્રોનું કહેવું છે કે, 12 એપ્રિલની રાત્રે જ્યારે ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે દરિયામાં ઓપરેશન પાર પાડ્યું ત્યારે બાતમી માત્ર ડ્રગ્સ સપ્લાયની જ હતી. સુરક્ષા એજન્સીઓએ અલગ અલગ ચેનલ પર સર્વેલન્સ ગોઠવી બે બોટ વચ્ચેની કોમ્યુનિકેશન સિસ્ટમની ચેનલ 48 ટ્રેસ કરી ત્યારે રમીઝ નામની બોટ તામીળનાડુ બાજુની સાદીક નામની બોટને બોલાવતી હોવાના સંદેશ મળ્યાં. આ શંકાસ્પદ લાગતા બોટ આઈડેન્ટીફાઈ કરાઈ અને ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું હતુ. સુરક્ષા એજન્સીઓ સતત આવી ચેનલો પર સર્વેલન્સ કરતી હોય છે. દરિયામાં EEZમાં બોટ ઉભી રાખી ડ્રગ્સ સપ્લાયના ઈનપૂટ
સૂત્રોનું કહેવું છે કે, દરિયામાં EEZ (એક્સક્લુઝીવ ઈકોનોમી ઝોન) સુધી પાકિસ્તાની ડ્રગ્સ માફિયા માછીમારોની બોટમાં ડ્રગ્સ મોકલી આપે છે. આ બોટ ઈન્ટરનેશનલ મેરીટાઈમ બોર્ડર પર આવી બીજી બોટને બોલાવીને મધદરિયે ડ્રગ્સ સપ્લાય કરી આપવાનો પ્લાન હોય છે. દક્ષીણ ભારતની સંખ્યાબંધ બોટ માછીમારી માટે ફરતી હોય છે તેનો ગેરલાભ ડ્રગ્સ ઘુસાડનારા લોકો લે છે. અત્યાર સુધી આ સ્થિતિ ગુજરાતના દરિયે થતી હતી પરંતુ ગુજરાત પોલીસ અને સુરક્ષા એજન્સીઓના નેટવર્કથી મોટભાગે ડ્રગ્સ માફિયાઓ નિષ્ફળ જતા હતા. પંજાબમાં ફરી ડ્રોનથી ડ્રગ્સ સપ્લાય વધ્યો
સૂત્રોનું કહેવું છે કે, ડિસેમ્બર 2024 અને સપ્ટેમ્બર 2024 માં અલગ અલગ ત્રણ જગ્યાએ પંજાબ પોલીસ ઉપરાંત BSF ની ટીમે ડ્રોન પકડ્યાં હતા જેમાં ડ્રગ્સ સપ્લાય થઈ રહ્યું હતુ. સેન્ટ્રલ એજન્સીઓ માની રહી છે કે, ફરી એકવાર પાકિસ્તાની માફિયાઓ ડ્રોનનાં સહારે પંજાબમાં ડ્રગ્સ સપ્લાય કરવા લાગ્યા છે. અગાઉ તે રૂટ બંધ હોવાથી ગુજરાતના દરિયાનો ઉપયોગ વધ્યો હતો. ડ્રગ્સ સ્મગલર ગુલામ હાલ ઇરાનમાં છુપાયો છે. ડ્રગ્સની હેરાફેરીની કમાણી પાક.પ્રેરિત આતંકવાદને ફન્ડિંગ માટે કરવામાં આવ ેછે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments