જો ઈન્સ્ટાગ્રામમાં ખોટી બર્થડેટ મૂકશો તો AI તમારી સાચી ઉંમર ઓળખી લેશે અને તમારા એકાઉન્ટને ટીન એકાઉન્ટમાં ફેરવી નાખશે… યુવાનોમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ સતત વધી રહ્યો છે. આજના સમયમાં ડિજિટલ દુનિયા આપણા જીવનનો અભિન્ન અંગ બની ગઈ છે. ભારતમાં 12 થી 18 વર્ષની વયના 72% યુવાનો પાસે સ્માર્ટફોન છે, અને તેઓ દિવસમાં સરેરાશ 1 કલાકથી વધુ સમય સોશિયલ મીડિયા પર વિતાવે છે. યુવાનોનો મોબાઈલ વાપરવાનો દર 2020માં 45% હતો જે વધીને 2024માં 72% થયો છે. 2025 સુધીમાં ભારત 900 મિલિયન સોશિયલ મીડિયા યુઝર્સ સાથે વિશ્વનું બીજું સૌથી મોટું માર્કેટ બની જશે. આ પરિસ્થિતિમાં બાળકોની ઓનલાઈન સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. 18 વર્ષથી ઓછી ઉંમર તો AI કરશે મોટો બદલાવ
ઇન્સ્ટાગ્રામ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને એવા યુઝર્સને ઓળખશે જેઓ પોતાની ઉંમર છુપાવીને પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. જો કોઈ યુઝર પોતાની ઉંમર 18 વર્ષથી ઓછી હોવા છતાં છુપાવશે, તો AI તેને ઓટોમેટિકલી ‘ટીન એકાઉન્ટ’માં કન્વર્ટ કરી દેશે. ટીન એકાઉન્ટના 3 ખાસ પ્રતિબંધો
ટીન એકાઉન્ટ ડિફોલ્ટ રૂપે પ્રાઇવેટ સેટ હોય છે. આનો અર્થ છે કે ફક્ત ફોલો કરનારા લોકો જ તેમનું કન્ટેન્ટ જોઈ શકે છે.
ટીન એકાઉન્ટ ધરાવતા યુઝર સાથે ફક્ત તેના ફોલોઅર્સ જ વાતચીત કરી શકે છે.
સેન્સિટિવ કે એડલ્ટ કન્ટેન્ટ જેવા કે ફાઇટિંગ વીડિયો કે કોસ્મેટિક સર્જરીને પ્રોત્સાહન આપતા વીડિયો જોવા પર પ્રતિબંધ હોય છે. માતાપિતાની પરવાનગી ફરજિયાતે
આ ફીચર 2024માં લોન્ચ થયું હતું અને 2025માં તેમાં અપડેટ કરવામાં આવ્યું છે. ખાસ કરીને 16 વર્ષથી નાના બાળકોના એકાઉન્ટ સેટિંગ્સમાં ફેરફાર કરવા માટે હવે માતાપિતાની પરવાનગી ફરજિયાત બની ગઈ છે. ટીન એકાઉન્ટનો નિર્ણય શા માટે લીધો?
ઇન્સ્ટાગ્રામે આ નિર્ણય કેટલાક કારણોસર લીધો છે, જેમાં સરકારી દબાણ, બાળકોના માનસિક સ્વાસ્થ્યની ચિંતા, માતાપિતાનો વિશ્વાસ વધારવો અને બાળકોની ડિજિટલ સુરક્ષા સુનિશ્ચિત કરવી મુખ્ય છે. AI હંમેશા 100% સાચું ન પણ હોય
જોકે, આ સિસ્ટમમાં કેટલીક મર્યાદાઓ પણ છે. AI હંમેશા 100% સાચું ન પણ હોય. કેટલાક ચાલાક યુવાનો સિસ્ટમને બાયપાસ કરી શકે છે, અને ક્યારેક ભૂલથી યોગ્ય ઉંમરવાળા બાળકોના એકાઉન્ટ પણ બંધ થઈ શકે છે. વળી, 13 થી 17 વર્ષના તમામ બાળકોની સમજણ અને ડિજિટલ જ્ઞાન એકસરખા નથી હોતા. તમારા માટે આ માહિતી કેમ મહત્વની?
કારણ કે આપણે બધા આ ડિજિટલ યુગનો ભાગ છીએ. તમારી સુરક્ષા માટે, ધ્યાનમાં રાખો: હંમેશા સાચી ઉંમર સાથે એકાઉન્ટ બનાવો, પ્રાઇવેસી સેટિંગ્સ સમજો, કન્ટેન્ટ ફિલ્ટર્સ વિશે જાણો, શંકાસ્પદ એકાઉન્ટ્સથી દૂર રહો અને તમારી અંગત માહિતી સુરક્ષિત રાખો. AI 100માંથી 14 વાર ઉંમર ઓળખવામાં ભૂલ કરી શકે
અંતે મહત્વની વાત એ છે કે ઇન્સ્ટાગ્રામ AI ટીન એકાઉન્ટના પ્રોફાઇલ ફોટો પરથી 86% સચોટતા સાથે સાચી ઉંમરનો અંદાજ લગાવી શકે છે, જોકે 14% ભૂલની સંભાવના રહે છે. વધુ માહિતી માટે ઉપરના ફોટો પર ક્લિક કરો