રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પોતાના હોમ ગ્રાઉન્ડ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સિઝનની પહેલી મેચ જીતી લીધી. ટીમે રાજસ્થાન રોયલ્સને 11 રનથી હરાવ્યું. જોશ હેઝલવુડે 19મી ઓવરમાં માત્ર 1 રન આપ્યો પણ ઓવરમાં 2 વિકેટ લઈને મેચનું પાસું ફેરવી નાખ્યું. હેઝલવુડે 33 રન આપીને 4 વિકેટ લીધી. શુક્રવારે બેંગલુરુમાં, RR એ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. RCBએ 5 વિકેટ ગુમાવ્યા બાદ 205 રન બનાવ્યા. જવાબમાં રાજસ્થાન 9 વિકેટ ગુમાવીને માત્ર 194 રન જ બનાવી શક્યું. યશસ્વી જયસ્વાલે 49 અને ધ્રુવ જુરેલે 47 રન બનાવ્યા હતા. સંદીપ શર્માએ 2 વિકેટ લીધી. બેંગ્લોર તરફથી વિરાટ કોહલી અને દેવદત્ત પડિકલે ફિફ્ટી ફટકારી હતી. કૃણાલ પંડ્યાએ 2 વિકેટ લીધી. મેચ એનાલિસિસ 5 પોઈન્ટમાં… 1. પ્લેયર ઓફ ધ મેચ જોશ હેઝલવુડ નવા બોલ સાથે બોલિંગ કરવા આવ્યો અને તેણે પોતાની પહેલી ઓવરમાં 12 રન આપ્યા. તેણે પોતાની બીજી ઓવરમાં પણ 14 રન આપ્યા પરંતુ યશસ્વી જયસ્વાલને પેવેલિયન પાછો મોકલી દીધો. ડેથ ઓવરોમાં, હેઝલવુડે 2 ઓવરમાં 7 રન આપીને 3 વિકેટ લીધી અને RCB ને મેચ જીતાડી. 2. જીતનો હીરો 3. ફાઇટર ઓફ ધ મેચ રાજસ્થાન તરફથી ઓપનિંગ કરવા આવેલા યશસ્વી જયસ્વાલે ટીમને ઝડપી શરૂઆત અપાવી. તેણે ઇનિંગના પહેલા જ બોલ પર સિક્સર ફટકારી. યશસ્વીએ 19 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 49 રન બનાવ્યા. તે પાવરપ્લેમાં આઉટ થયો. ત્યારબાદ રાજસ્થાનની બેટિંગ પડી ભાંગી. 4. ટર્નિંગ પોઈન્ટ રાજસ્થાનને 3 ઓવરમાં 40 રનની જરૂર હતી. અહીં, RCB તરફથી ભુવનેશ્વર કુમારે 22 રન આપ્યા. 12 બોલમાં ફક્ત 18 રનની જરૂર હતી. અહીં જોશ હેઝલવુડે ધ્રુવ જુરેલ અને જોફ્રા આર્ચરને પેવેલિયન મોકલ્યા. તેણે ફક્ત 1 રન આપ્યો અને છેલ્લી ઓવરમાં 17 રન બચાવ્યા. હેઝલવુડની 19મી ઓવર મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. 5. કોહલી બીજા નંબરનો ટોપ સ્કોરર બન્યો ગુજરાતના સાઈ સુદર્શન 417 રન સાથે ટુર્નામેન્ટના સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. વિરાટ કોહલી 392 રન સાથે બીજા સ્થાને પહોંચ્યો. ગુજરાતના પ્રસિદ્ધ કૃષ્ણા અને આરસીબીના જોશ હેઝલવુડ 16-16 વિકેટ સાથે ટોપ પર છે. RCB એ છઠ્ઠી મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ત્રીજું સ્થાન મેળવ્યું. રાજસ્થાન હજુ પણ 8મા સ્થાને છે. Topics: