back to top
Homeબિઝનેસઅનંત અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બન્યા:1 મેથી પદ સંભાળશે; હાલમાં રિલાયન્સ...

અનંત અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બન્યા:1 મેથી પદ સંભાળશે; હાલમાં રિલાયન્સ જિયો, રિટેલ અને એનર્જી વર્ટિકલના બોર્ડ મેમ્બર છે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે શનિવારે મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીને કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા. અનંત 1 મેથી 5 વર્ષ માટે આ પદ સંભાળશે. તેઓ 2023થી કંપનીમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. રિલાયન્સે એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપી છે. કંપનીએ જણાવ્યું હતું કે, ‘રિલાયન્સના ડિરેક્ટર બોર્ડે 25 એપ્રિલના રોજ યોજાયેલી તેમની બેઠકમાં હ્યુમન રિસોર્સ, નોમિનેશન એન્ડ રિમ્યુનરેશન કમિટીની ભલામણ પર વિચાર કર્યો. નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત એમ. અંબાણીને હોલ ટાઇમ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. રિલાયન્સના અલગ-અલગ વર્ટિકલના પણ સભ્ય છે અનંત
અનંતને ઓગસ્ટ 2022માં કંપનીના એનર્જી વર્ટિકલની કમાન સોંપવામાં આવી હતી. આ ઉપરાંત અનંત માર્ચ 2020થી જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ, મે 2022થી રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ અને જૂન 2021થી રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડ તેમજ રિલાયન્સ ન્યૂ સોલર એનર્જી લિમિટેડના બોર્ડ મેમ્બર છે. તેઓ સપ્ટેમ્બર 2022થી રિલાયન્સની ફિલેન્થ્રોપિક આર્મ- રિલાયન્સ ફાઉન્ડેશનના બોર્ડમાં પણ છે. આગામી પેઢીને કમાન સોંપી રહ્યા છે મુકેશ અંબાણી
વધતી ઉંમર સાથે મુકેશ અંબાણી પોતાના બિઝનેસ એમ્પાયરને આગામી પેઢીને સોંપવાના પ્લાન પર છેલ્લા કેટલાક વર્ષોથી કામ કરી રહ્યા છે. 28 ડિસેમ્બર 2023ના રોજ પોતાના પિતા ધીરુભાઈના જન્મદિવસે મુકેશ અંબાણીએ કહ્યું હતું- “રિલાયન્સનું ભવિષ્ય આકાશ, ઈશા, અનંત અને તેમની પેઢીનું છે. મને આમાં કોઈ શંકા નથી કે તેઓ જીવનમાં વધુ સિદ્ધિઓ મેળવશે અને મારી પેઢીના લોકોની તુલનામાં રિલાયન્સ માટે વધુ ઉપલબ્ધિઓ લાવશે.” આકાશને જિયો અને ઈશાને રિટેલ બિઝનેસ સોંપ્યો હતો
1. આકાશ અંબાણી: 2014માં બ્રાઉન યુનિવર્સિટીથી ઇકોનોમિક્સની ડિગ્રી લીધી. ત્યારબાદ તેમણે ફેમિલી બિઝનેસ જોઈન કર્યો. ઓક્ટોબર 2014માં તેઓ રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ (RJIL)ના બોર્ડમાં જોડાયા. જૂન 2022થી RJILના ચેરમેન છે. આકાશ અંબાણી જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિજિટલ સર્વિસ બિઝનેસ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના બોર્ડમાં પણ સામેલ રહ્યા છે. 2019માં તેમણે શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો છે. મોટો દીકરો પૃથ્વી અને દીકરી વેદા. 2. ઈશા અંબાણી: યેલ અને સ્ટેનફોર્ડથી અભ્યાસ કર્યો. 2015માં ફેમિલી બિઝનેસ જોઈન કર્યો. રિલાયન્સ રિટેલ વેન્ચર્સ, જિયો ઇન્ફોકોમ, જિયો ફાઈનાન્શિયલ સર્વિસીસના બોર્ડમાં સામેલ છે. ઈશાના લગ્ન ડિસેમ્બર 2018માં કારોબારી અજય પીરામલના પુત્ર આનંદ પીરામલ સાથે થયા. ઈશા અંબાણી રિલાયન્સ રિટેલના વિસ્તરણને આગળ વધારી રહ્યા છે. તેમણે રિલાયન્સ રિટેલ માટે ઈ-કોમર્સ બિઝનેસ Ajio અને ઓનલાઈન બ્યુટી પ્લેટફોર્મ ટીરા જેવા નવા ફોર્મેટ લોન્ચ કર્યા છે. રિલાયન્સ રિટેલની ફૂડ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને ફેશન રિટેલમાં હાજરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments