ખ્રિસ્તી કેથોલિક ધર્મગુરુ પોપ ફ્રાન્સિસના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વેટિકનના સેન્ટ પીટર્સ સ્ક્વેર ખાતે સ્થાનિક સમય અનુસાર સવારે 10 વાગ્યે (ભારતીય સમય મુજબ બપોરે 1:30 વાગ્યે) અંતિમ સંસ્કારની વિધિ શરૂ થશે. પોપના અંતિમ સંસ્કારમાં લગભગ 2 લાખ લોકો એકઠા થવાની અપેક્ષા છે. 170 દેશોના પ્રતિનિધિઓ તેમાં ભાગ લેશે. આમાં ભારતીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલી, બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન હાજરી આપશે. અંતિમ સંસ્કાર પછી, પોપના લાકડાની શબપેટીને ધીમે ધીમે રોમના સાન્ટા મારિયા મેગીઓર બેસિલિકામાં લઈ જવામાં આવશે, જ્યાં તેમને દફનાવવામાં આવશે. સેન્ટ પીટર સ્ક્વેરથી લગભગ 4 કિમી દૂર છે. છેલ્લા 100 વર્ષમાં તેઓ પહેલા પોપ હશે જેમને વેટિકનની બહાર દફનાવવામાં આવશે. પોપનું 21 એપ્રિલના રોજ 88 વર્ષની વયે સ્ટ્રોક અને હૃદય રોગના હુમલા બાદ નિધન થયું હતું. છેલ્લા ત્રણ દિવસથી, તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે સેન્ટ પીટર્સ બેસિલિકામાં શબપેટીમાં રાખવામાં આવ્યો છે. પોપના અંતિમ દર્શન માટે સેન્ટ પીટર બેસિલિકામાં ભીડ એકઠી થઈ… પોપના અંતિમ સંસ્કાર સંબંધિત દરેક ક્ષણના અપડેટ્સ વાંચવા માટે, નીચે આપેલા બ્લોગ પર જાઓ…