ભાવિન પટેલ
ઓલિમ્પિક ગેમ્સ 2036ની યજમાનીની દાવેદારીને ધ્યાનમાં રાખી અમદાવાદ એરપોર્ટ પર નવી ઇન્ટરનેશનલ ફ્લાઇટોની સાથે ટૂરિસ્ટોને સુવિધા આપવા કામગીરી શરૂ કરી દેવાઈ છે. પાંચ વર્ષ પહેલાં અમદાવાદ એરપોર્ટ પરથી ફક્ત 9 ફલાઇટ ઓપરેટ થતી હતી, જે વધીને 18 થઈ ગઈ છે અને 4 જુલાઈએ બાકુની નવી ફ્લાઇટ શરૂ થશે તો 19 થશે. જ્યારે બંને ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટર્મિનલની ક્ષમતા પણ બમણી કરી 70 હજારથી વધુની કરાશે.
છેલ્લાં પાંચ વર્ષમાં મુસાફરોને સૌથી વધુ દુબઈ, અબુધાબી, મલેશિયા, બેંગકોકના રૂટની સૌથી વધુ ફલાઇટો મળી છે. વિયતનામનાં મુખ્ય ત્રણ શહેરોને જોડતી હનોઇ, હોચી-મી-સીટી અને દાનાંગ એમ ત્રણ ફલાઇટની સુવિધા મળી છે. આ તમામ રૂટ 3થી 6 કલાકના છે. જ્યારે અમદાવાદથી વન સ્ટોપ હોલ્ટ કરી બાલી, ફૂકેટ, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ, બાકુ, અમેરિકા 10થી 20 કલાકમાં પહોંચી શકાય છે. એરપોર્ટ પરથી વર્ષ 2023-24માં એપ્રિલથી જાન્યુ.ના 10 મહિનાના સમયમાં ઇન્ટરનેશનલ પેસેન્જરો 16.37 લાખ નોંધાયા હતા, જે વર્ષ 2022-23માં 12.63 લાખ હતા. સૌથી વધુ દુબઈ, અબુધાબી, બેંગકોક, મલેશિયા રૂટની ફ્લાઇટ્સ ડોમેસ્ટિકને ઇન્ટરનેશનલ ટર્મિનલ સાથે જોડી L આકારનું બનાવાશે
ઇન્ટરનેશનલ ટર્મિનલનું વિસ્તરણ કરાતા નવા ચેકઇન, ઇમિગ્રેશન કાઉન્ટર બની ગયાં છે. આ સિવાય ચારથી વધુ એરોબ્રિજ બનશે, ટર્મિનલની બહાર વધુ પાર્કિંગ ક્ષમતા સાથે પ્રવાસીઓ માટે એરોસિટી બનશે. હાલ બંને ટર્મિનલમાં દિવસમાં 35 હજાર પેસેન્જરની અવરજવર રહે છે, જે બમણી કરી 70 હજારથી વધુની ક્ષમતા કરાશે. રન-વેની સાથે સમકક્ષ ટેક્સી-વે, ફાઇવસ્ટાર હોટેલ, મોલ્સ, ડોમેસ્ટિકને ઇન્ટરનેશનલ ટર્મિનલ સાથે જોડી એલ આકારમાં બનાવાશે. 4 જુલાઈથી બાકુની સીધી પ્રથમ ફ્લાઇટ
હવે ચોથી જુલાઇથી પ્રથમ ડાયરેક્ટ બાકુની ફ્લાઇટ શરૂ થઇ રહી છે. અઝરબેઇઝાન એરલાઇન અમદાવાદથી વીકમાં ચાર દિવસ ફલાઇટ ઓપરેટ કરશે. સોમ, શનિવારે રાતે 3.35 વાગે રવાના થઈ સવારે 7.05 કલાકે લેન્ડ થશે, જ્યારે બુધ અને શુક્રવારે રાતે 2.20 વાગે રવાના થઇ 5.40 કલાકે પહોંચશે.