જૂનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર મયંક સોનીએ 36 માસમાં 5,19,120 ચાર્જ એલાઉન્સના નામે પોતાના પગારમાં લઈ લીધાનો ઘટસ્ફોટ થયો છે. પોતાના હોદ્દાનો ગેર ઉપયોગ કરી આટલી મોટી રકમ પોતાના પગારમાં મેળવી લેતા મોટો હોબાળો થયો છે.
રાજ્ય સરકારના નાણાં વિભાગના 3-10 -2012 ના ઠરાવ મુજબ કોઈપણ ખાલી પડેલ જગ્યા ઉપર ફરજના અધિકારીને ચાર્જ સોંપવામાં આવે તો તેના પગારના પાંચ ટકા તથા નીચેની કક્ષાના અધિકારીને ચાર્જ સોંપવામાં આવે તો અધિકારીનો જે તે સમયનો પગાર ધ્યાનમાં લઈ ચાર્જ સંભાળનાર અધિકારીને જો તે જગ્યા ઉપર પ્રમોશન મળ્યું હોય તો તેનો પ્રમોશનનો સંભવિત પગાર નક્કી થયો હોય તેના ઉપર 10 ટકા ચાર્જ એલાઉન્સ પેટે દર માસે આપવામાં આવે.. પરંતુ સરકાર દ્વારા 19 -8 -2016 ના નાણા વિભાગના ઠરાવ મુજબ સાતમું પગાર પંચ 1-1 -2016થી અમલમાં આવતા તે ઠરાવ માં જોગવાઈ કરવામાં આવેલ હતી કે સરકારી કર્મચારીઓનો નવો પગાર નક્કી થાય તેના ઉપર નવું મોંઘવારી ભથ્થું મળવાપાત્ર થશે. ચાર્જ એલાઉન્સ ચૂકવવા માટે સરકારી વિભાગના કોઈ કર્મચારી કે અધિકારીની બદલી કે નિવૃત્તિ સબ જગ્યા ખાલી પડે તો 36 માસ માટે ચાર્જ એલાઉન્સ ચૂકવી શકાય, છતાં મયંક સોનીએ 1-6-2018 થી 36 માર્ચ સુધી દર માસે પગારમાં 14,420નો વધારો મેળવ્યો છે. આ બાબતે કમિટીની રચના કરવામાં આવી હતી આ કમિટીએ પણ એવો રિપોર્ટ કર્યો હતો કે આ રકમ પરત વસૂલ કરવા પાત્ર છે. પરંતુ કમિટીની બેઠકમાં ફેરવિચારણા કરવા ફરીથી ત્રણ સભ્યોની સમિતિની રચના કરી હતી. જોકે, છે આ સભ્યોની બેઠક હજુ સુધી મળી નથી. રજિસ્ટ્રાર કહી રહ્યા છે કે, 36 માસ બાદ મે આ રકમ લેવાનું બંધ કરી દીધું છે.. પરંતુ નિયમ એવો છે કે 36 માસ સુધી જ વધારાનું એલાઉન્સ મળે છે, ત્યારબાદ આ એલાઉન્સ ઓટોમેટીક સરકાર બંધ કરી જ દે છે.