back to top
Homeગુજરાતલગ્ન માટે જીવ જોખમમાં મૂકી લિંગ પરિવર્તન કરાવ્યું, પછી તરછોડી:એ હદે મારતો...

લગ્ન માટે જીવ જોખમમાં મૂકી લિંગ પરિવર્તન કરાવ્યું, પછી તરછોડી:એ હદે મારતો કે, હોસ્પિટલાઇઝ થવું પડ્યું, મરવા સુધી આવી ગઈ છું, વડોદરાની ટ્રાન્સવુમનની દર્દનાક કહાની

એ મને એ હદે મારતો કે, મારે હોસ્પિટલાઇઝ થવું પડ્યું હતું. તેના મમ્મી અને પપ્પા મને ધમકી આપી કહેતા હતા કે, તું મરી જા છક્કા, એવા શબ્દો મારા માટે વાપરતા હતા. તેમ છતાં હું હાર્દિકના ભરોસે જીવતી હતી. મેં 10 લાખની લોન લઇને સર્જરી કરાવી હતી. હાર્દિક બધી સર્જરીમાં મારી સાથે હતો. એના કહેવાથી જ મેં સર્જરી કરાવી હતી. અમુક સર્જરી મેં મારા મિત્રો પાસેથી મદદ લઇને કરાવી હતી. અમુક મારી સેવિંગથી કરાવી હતી અને કેટલીક સર્જરી લોનથી કરાવી હતી. બધાને પૈસા આપવા માટે મારી પાસે હવે કંઇ બચ્યું નથી. આ શબ્દો છે એક એવી ટ્રાન્સ વુમનના જે પ્રેમજાળમાં ફસાઈને સેક્સ ચેન્જ કરાવી યુવકમાંથી યુવતી બની. માત્ર એટલું જ નહીં, પ્રેમીએ શારીરિક સંબંધ બાંધ્યા બાદ તેને તરછોડી દીધી. દિવ્ય ભાસ્કરે આ ટ્રાન્સ વુમન સાથે વાતચીત કરી તેમની પીડા જાણવાની કોશિષ કરી હતી. જેમાં તેણીએ રડતા રડતા આપવીતી વર્ણવી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે ન્યાયની માંગ કરી હતી. તાજેતરમાં વડોદરા શહેરમાં લિવ ઇન પાર્ટનરના આગ્રહથી યુવક લિંગ પરિવર્તન કરાવીને યુવતી બન્યો હતો. જોકે તે પછી લગ્નનું વચન આપનાર લિવ ઇન પાર્ટનર તેને છોડીને ભાગી ગયો હતો. આ અંગે ટ્રાન્સ વુમને આ અંગે યુવક અને તેના માતા પિતા સામે રાવપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ‘તું છોકરી બનીશ તો હું તને એક્સેપ્ટ કરી શકીશ’
મૂળ જેતપુરની અને વડોદરામાં રહેતી ટ્રાન્સ વુમન પ્રીતિ (નામ બદલ્યું છે)એ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજથી 6 વર્ષ પહેલા હાર્દિકની ફેસબુકમાં મને રિકવેસ્ટ આવી હતી, ત્યારથી તે મારા સંપર્કમાં આવ્યો હતો અને મિત્ર બન્યા હતા. પછી અમે ફ્રેન્ડશીપ આગળ વધારી હતી. ત્યારબાદ મને કહ્યું હતું કે, તું લિંગ પરિવર્તનની સર્જરી કરાવી લે, તું છોકરી બનીશ તો હું તને એક્સેપ્ટ કરી શકીશ, તારી સાથે લગ્ન કરી શકીશ. તને સમાજ અને પરિવારમાં સ્વીકાર કરાવી શકીશ અને તને ઇજ્જતની જિંદગી અપાવીશ. જેથી મને તેની ઉપર વિશ્વાસ આવી ગયો અને તેનો ભરોસો કરી મેં બધી સર્જરી કરાવી મૈત્રી કરાર કર્યો અને દોઢ વર્ષ તેની સાથે રહી. પરંતુ એક દિવસ તે અચાનક જ મને છોડીને જતો રહ્યો. મારી સાથે દગો કરીને ગયો છે. એનું અને પરિવારનું પ્રિ પ્લાનિંગ હશે. તે મારી સાથે મારઝૂડ પણ કરતો હતો. ટ્રાન્સવમુન પીડિતા આગળ કહે છે કે, મારી સેલેરી 12 હજાર રૂપિયા છે અને સેક્સ ચેન્જ કરાવવા લીધેલી 10 લાખની લોનનો 17 હજાર રૂપિયાનો હપ્તો ભરુ છું. મારો એક હપ્તો બાઉન્સ પણ થયો છે. મારી બહેને મને મદદ કરી છે. આવું ક્યાં સુધી ચાલશે. હું કોઇની પાસે ક્યાં સુધી હાથ ફેલાવીશ. મારી આશા તો હાર્દિક જ હતો. તેણે મને લગ્નના સપના બતાવી મારી સાથે વિશ્વાસઘાત કર્યો અને મને તરછોડી જતો રહ્યો છે. મને મોટા મોટા સપનાં બતાવ્યા હતા. મારા સપના હતા કે, એ મારી સાથે લગ્નના ફેરા ફરશે અને તેના ઘરે લઇ જશે અને તેની પત્ની તરીકે રાખશે, પરંતુ એ મને છોડીને જતો રહ્યો, હવે મારી પાસે કોઇ ઓપ્શન બચ્યો નથી. મને ખૂબ આઘાત લાગ્યો છે. ‘હવે મારી લાઇફ બગાડી નાખી છે’
હું ઘર બહાર પણ નીકળી શકતી નથી. મને લાગે છે કે, ઘરની બહાર નીકળીશ તો મને કંઇ પૂછી લેશે તો, કારણ કે અમે સોશિયલ મીડિયામાં અમારા સંબંધો જાહેર કરી દીધા હતા. તેણે મને આખી જિંદગી સાથે રહેવાના સપના બતાવ્યા હતા અને હવે મારી લાઇફ બગાડી નાખી છે. મેં ખૂબ દર્દનાક સર્જરી કરાવી છે કે, જે કોઇ વિચારી પણ ન શકે. હું મોતના મુખમાં જઇને બહાર આવી છું. ‘આજે મારું કોઇ રહ્યું નથી’
મારા જીવનું પણ જોખમ હતું. ડોક્ટર પણ ફોર્મ લખાવી લે છે કે, આ ક્રિટીકલ સર્જરી છે, તેની જવાબદારી તમારી રહેશે. મેં એની ઉપર આંધળો વિશ્વાસ કરીને મારી આખી લાઇફ ચેન્જ કરી દીધી હતી. પરંતુ આજે મારું કોઇ રહ્યું નથી. મેં હાર્દિક અને તેના માતા-પિતા સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હું નોકરી પર હોવ તો પોલીસ મને ઘડી ઘડી પૂછપરછ માટે બોલાવે છે. મારા મિત્રોને પણ બોલાવે છે અને હેરાન કરે છે. પરંતુ આરોપીઓને તો પૂછપરછ કરીને જવા દીધા છે.એમને કશું કર્યું નથી. ‘મને અત્યારે મદદની ખૂબ જ જરૂર છે’
હું પૂછવા માંગુ છું કે, હું ટ્રાન્સ વુમન છું એટલા માટે મારી સાથે આવું થાય છું કે, હું આર્થિક રીતે નબળી પડી ગઇ છું, એટલે મને કોઇ સાથ આપતું નથી. હું કહેવા માંગું છું કે, મને અત્યારે મદદની ખૂબ જ જરૂર છે. લોકો મને મદદ કરે, મને સપોર્ટ કરે. મારો પરિવાર માટે એક્સેપ્ટ કરતો નથી, કારણ કે, મેં મારા પરિવારની વિરોધમાં જઇને મારી સર્જરી કરાવી હતી. રડતા રડતા તે કહે છે કે, હાર્દિક પણ બદલાઇ ગયો છે. મારી પાસે હવે કોઇ ઓપ્શન બચ્યો નથી. લડું તો કઇ રીતે લડું. મને કોઇ આશા દેખાતી નથી. એના મમ્મી પપ્પા અને એનો મિત્ર મને માનસિક ટોર્ચર કરતા હોવાથી મેં 25 દિવસ પહેલા ફિનાઇલ પીધુ હતું. ત્યારે એના મમ્મી પપ્પા આવ્યા હતા અને મને હાથ પગ જોડીને મીઠી મીઠી વાતો હતો અને કહ્યું હતું કે, અમે તમારી વચ્ચે નહીં પડીએ, તમને શાંતિથી જીવવા દઇશું અને હાર્દિકે પણ કહ્યું હતું કે, આપણે લગ્ન કરીશું. તું અમારા નામ ન લખાવ. પણ પાછળથી તે ફરી ગયો હતો અને મને માર મારવા લાગ્યા હતા. મારે તેની સાથે રહેવુ હોવાથી હું બધુ સહન કરતી હતી. ઊંઘની ગોળીએ લઉં છું તો જ મને ઊંઘ આવે છે
હું ન્યાયતંત્ર પાસે આશા રાખીશ કે, તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય, હાલ કોઇ એક્ટિવલી કાર્યવાહી થઈ રહી નથી. તેમની અટકાયત કરવામાં આવે તે જરૂરી છે. તેઓ બિન્દાસ જીવે છે. હું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને વિનંતી કરું છું કે, પ્લીઝ આ કેસમાં ધ્યાન રાખજો અને મને ન્યાય અપાવજો. હું માનસિક રીતે એટલી ભાંગી ગઇ છું કે, સાઇકિયાટ્રિસ્ટ પાસે સારવાર માટે જાઉ છું અને ઊંઘની ગોળીએ લઉં તો જ મને ઊંઘ આવે છે. રાત્રે મને એંગ્ઝાઇટીના એટેક આવે છે. હું આર્થિક રીતે પણ ભાંગી પડી છું. મારી પાસે કંઇ બચ્યું નથી. હું મરવા સુધી આવી ગઇ છું. તેવી મારી પરિસ્થિતિ આવી ગઇ છે. ઉત્તરપ્રદેશમાં પણ પ્રેમ માટે યુવક બની પણ દગો મળ્યો
તાજેતરમાં ઉત્તરપ્રદેશના બેગુસરાયમાં એક યુવતીએ યુવક પર લગ્ન પછી તેની સાથે છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે. યુવતીનું કહેવું છે કે લગ્ન પહેલા બોયફ્રેન્ડે તેનું સેક્સ ચેન્જ કરાવીને છોકરી બનાવી દીધી હતી. લગ્ન પછી થોડા વર્ષો સુધી સંબંધ સામાન્ય રહ્યો. આ પછી, તે એક વ્યંઢળના સંપર્કમાં આવ્યો અને હવે તે તેની સાથે લગ્ન કરવા માગી રહ્યો છે. પીડિતાએ તેના પતિ પર જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે વહીવટીતંત્ર પાસેથી પોતાનો સામાન પણ પાછો માંગ્યો છે. હવે મારા પતિના કોલાકાતાના કિન્નર સાથે પ્રેમ સંબંધો છે.તેમજ તેણે મને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બ્લોક કરી દીધી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments