back to top
Homeમનોરંજનઅદિતિ પોહણકર એથલીટ માંથી એક્ટ્રેસ બની:એક સમયે સારવારના પૈસા નહોતા, કોયલનો અવાજ...

અદિતિ પોહણકર એથલીટ માંથી એક્ટ્રેસ બની:એક સમયે સારવારના પૈસા નહોતા, કોયલનો અવાજ કાઢ્યો ને ફિલ્મની ઓફર મળી,’આશ્રમ’ની પમ્મી બની છવાઈ ગઈ

‘આશ્રમ’ ની પમ્મી, ‘શી’ ની ભૂમિકા, ‘લય ભારી’ની નંદિનીનું પાત્ર તમારા મનમાં હશે જ. આ પાત્રોમાં જીવંતતા લાવનાર મરાઠી છોકરી અદિતિ પોહણકર, એક્ટ્રેસ બનતાં પહેલા એક એથલીટ (રમતવીર) હતી, પરંતુ તેની માતા તેની પુત્રીને હોર્ડિંગ્સમાં જોવા માગતી હતી, તેથી તે એક્ટ્રેસ બની. પોતાની દાયકા લાંબી કારકિર્દીમાં, અદિતિ સમગ્ર ભારતમાં સ્ટાર બની ગઈ છે. તે OTT પ્લેટફોર્મ અને મોટા પડદા બંને પર સફળ છે, પરંતુ આ સફળતા પહેલા તેણે પોતાના અંગત જીવનમાં ઘણું ગુમાવ્યું છે. પૈસા હોવા છતાં તેણે એટલી બધી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો કે તેની પાસે હોસ્પિટલનું બિલ ચૂકવવા માટે પૈસા નહોતા. આજની સક્સેસ સ્ટોરીમાં અદિતિ પોહણકર પોતાની વાર્તા કહી રહી છે… ‘માતા મારો ફોટો હોર્ડિંગ્સ પર જોવા માગતી હતી’ ‘જ્યારે કોઈ પરિવાર તૂટતો હોય છે, ત્યારે એક બાળક ઘરને તૂટતાં બચાવવા આવે છે. હું મારા ઘરનું એ બાળક છું કે જેના માતા-પિતા વચ્ચે હંમેશા ઝઘડો થતો રહેતો. બંને વચ્ચેનો સંબંધ અનોખો હતો. બંને વચ્ચે ખૂબ પ્રેમ હતો. બૌદ્ધિક હોવાને કારણે, બંને સમાન હતા. મારી માતાએ મને એક વાર કહ્યું હતું કે તે મારો ફોટો હોર્ડિંગ્સ પર જોવા માગે છે. મને હોર્ડિંગ પર જોવાનો તેનો મતલબ એ હતો કે મારે અભ્યાસમાં ટોપર આવવું જોઈએ અને મારો ફોટો ટોપર્સની યાદીમાં હોવો જોઈએ.’ ‘મને અભિનયનો શોખ હતો. મારા કેટલાક મિત્રોએ મને કહ્યું કે જો તારે અભિનય શીખવો હોય તો તારે મકરંદ દેશપાંડે પાસે જવું પડશે. હું પૃથ્વી થિયેટર પહોંચી. ત્યાં જઈને હું બહારથી થિયેટર જોતી. મકરંદ દેશપાંડે સર સાથે વાત કરવાની હિંમત મારામાં નહોતી. તેમને નમસ્તે કહેવા અને મારો પરિચય આપવામાં મને 3 અઠવાડિયા લાગ્યા.’ ‘જ્યારે હું તેમની પાસે ગઈ, ત્યારે તેમને લાગ્યું કે હું ઘરેથી ભાગીને આવી છું. મેં તેમને કહ્યું કે હું મુંબઈની છું. પછી મેં તેમને મારા કાકા પંડિત અજય પોહણકર વિશે કહ્યું. મેં વિચાર્યું કે જો હું તેમને મારા કાકા વિશે કહીશ, તો તેઓ મારી વાત માનશે. આ રીતે અમારી વાતચીત શરૂ થઈ. આ રીતે મારી માવજત શરૂ થઈ. મેં મકરંદ સર સાથે બે નાટકો પણ કર્યા છે અને તાજેતરમાં, મેં ‘કત્લ’ નામનું નાટક પણ કર્યું છે.’ માતાના મૃત્યુ પછી રમતગમતથી દૂર થઈ ગઈ ‘મારા માતા-પિતા રમતવીર(એથલીટ) હતા. મારા પિતા સુધીર પોહણકર મેરેથોન દોડવીર હતા અને માતા શોભા પોહણકર નેશનલ લેવલની હોકી ખેલાડી હતી. મેં પણ મારા માતાપિતાના પગલે ચાલવાનું પસંદ કર્યું. હું મારા જીવનમાં જે કંઈ પણ કરી રહી હતી, તે મારા માતાપિતા માટે અને તેમને ગર્વ અપાવવા માટે કરી રહી હતી. મેં દોડવાનું પણ શરૂ કર્યું અને ખૂબ સારું કરી રહી હતી. રાજ્ય માટે ઘણા મેડલ જીત્યા હતા.’ મારી માતાનું અવસાન થયું ત્યારે હું 15 વર્ષની હતી. મારી માતાના અવસાન પછી હું સંપૂર્ણપણે ભાંગી પડી હતી. મને સમજાતું નહોતું કે મારે શું કરવું જોઈએ? થાણેમાં જ્યાં મેં મારી માતા સાથે આટલો સમય વિતાવ્યો હતો ત્યાં જવાની હિંમત મારામાં નહોતી. પછી મારા કોચની પુત્રીનું પણ ફેફસાના કેન્સરને કારણે અવસાન થયું. આવી સ્થિતિમાં, અમારા બંને પર ઉદાસી છવાઈ ગઈ હતી. તેથી, મેં રમતમાંથી વિરામ લેવાનું નક્કી કર્યું.’ કોયલના અવાજની નકલ કરી તો ફિલ્મમાં કામ કરવાની તક મળી ‘મેં ખૂબ જ નાની ઉંમરથી મકરંદ સર સાથે થિયેટર કરવાનું શરૂ કર્યું હતું. મે સર સાથે એક નાટક કર્યું હતું, જેનું નામ હતું ‘ટાઇમ બોય’. હું તે નાટકમાં સાત વર્ષના છોકરાની ભૂમિકા ભજવી રહી હતી. દિગ્દર્શક નિશિકાંત કામતે મને એ નાટકમાં જોઈ હતી. મેં કોયલના અવાજની નકલ કરી. તેમને મારું પ્રદર્શન ગમ્યું.’ ‘આવી સ્થિતિમાં, નિશિકાંત સરે મરાઠી ફિલ્મ ‘લય ભારી’ માટે મારો સંપર્ક કર્યો. હું કોન્વેન્ટ સ્કૂલમાં ભણતી હતી તેથી મારી મરાઠી એટલી સારી નહોતી. આખું એકપાત્રી નાટક મરાઠીમાં હતું. મેં તેના પર કામ કરવામાં બે અઠવાડિયા ગાળ્યા. પછી મને તે ફિલ્મ મળી.’ પૈસા માટે તમિલ ફિલ્મ માટે હા પાડી ‘મારી પહેલી ફિલ્મ ‘લઈ ભારી’ કોમર્શિયલી સફળ રહી. આ ફિલ્મ ત્રણ મહિના સુધી સિનેમાઘરોમાં ચાલી. મારી ફિલ્મનાં ગીતો બધે વાગી રહ્યાં હતાં. ‘લય ભારી’ પછી તરત જ મને તમિલ ફિલ્મ ‘જેમિની ગણેશનમ’ માટે ઓફર મળી. શરૂઆતમાં મને સમજાતું નહોતું કે મારે આ ફિલ્મ કરવી જોઈએ કે નહીં. ફિલ્મમાં ચાર છોકરીઓ હતી.’ ‘જ્યારે મને આ ફિલ્મની ઓફર મળી ત્યારે મને ડેન્ગ્યૂ થયો હતો. હું ખૂબ જ નબળી પડી ગઈ હતી અને હોસ્પિટલનું બિલ ચૂકવવા માટે પણ પૈસા નહોતા. તે સમયે મને પૈસાની ખૂબ જ જરૂર હતી. મેં મારા પપ્પાને ફોન કરીને પૈસા માગ્યા, પણ તેમણે આપવાનો ઇનકાર કર્યો. મેં તેમને કહ્યું કે મારી તબિયત સારી નથી. પપ્પાએ કહ્યું, મેં તને કહ્યું હતું કે તારે તારી સંભાળ પોતે જ રાખવી પડશે.’ ‘પછી મેં વિચાર્યું કે હવે મારે શું કરવું જોઈએ? આવી સ્થિતિમાં, મેં ‘જેમિનિ ગણેશનમ’ માટે હા પાડી. મને કહેવામાં આવ્યું હતું કે મને આ ફિલ્મ માટે ચાર લાખ રૂપિયા મળશે. હું આશ્ચર્યચકિત થઈ ગઈ. તે પૈસાથી મેં મારું હોસ્પિટલ બિલ અને ઘરનું ભાડું ચૂકવ્યું. છતાં, મારી પાસે 2 લાખ રૂપિયા બચ્યા હતા. મેં તે પૈસા રોકાણ કર્યા.’ એક્ટિંગ ફિલ્ડ પસંદ કર્યું એટલે પિતાએ પૈસા ન આપ્યા ‘મારી માતાના મૃત્યુ પછી, મેં થાણે છોડી દીધું અને એકલા રહેવાનું શરૂ કર્યું. આ કોઈ કૌટુંબિક વિવાદને કારણે નહોતું, પરંતુ મારે દરરોજ ઓડિશન આપવા પડતા હોવાથી, મારે એકલા થાણેથી મુંબઈ શિફ્ટ થવું પડ્યું. જ્યારે મારી બીમારી દરમિયાન પપ્પા મને પૈસા નહોતા આપતા, ત્યારે તેની પાછળનું કારણ પૈસાનો અભાવ નહોતો, હું ગરીબ પરિવારમાંથી નહોતી આવતી. મારા પિતા પાસે પૈસા હતા.’ ‘પરંતુ મેં એક્ટિંગ ફિલ્ડ પસંદ કર્યું, એટલે તેમણે મને કહ્યું કે, તું તારી પોતાની સ્વતંત્ર ઇચ્છાથી અભિનય ક્ષેત્રમાં પ્રવેશ કરી રહી છે, આ ક્ષેત્રમાં ઘણી બધી અનિશ્ચિતતાઓ છે. આવી સ્થિતિમાં તારું માનસિક સંતુલન પણ ખોરવાશે. તું બે વર્ષમાં નક્કી કર કે તું શું કરવા માગે છે. જો તારે અભિનય કરવો ન હોય તો હું તને MBA માટે પૈસા આપીશ. જોકે, મેં ક્યારેય મારા પિતાની વાત ખોટી રીતે લીધી નથી. મારા પિતાએ મને ક્યારેય કંઈ કરતા અટકાવી નથી.’ ઇમ્તિયાઝ સરને પ્રભાવિત કરવા માટે બધી કમાણી ખર્ચી નાખી ‘જ્યારે મેં અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો, ત્યારે મેં એક બકેટ લિસ્ટ બનાવી. તે યાદીમાં ઉદ્યોગ સાથે સંબંધિત 10 નામોનો સમાવેશ કર્યો હતો. મારી યાદીમાં પ્રકાશ ઝા અને ઇમ્તિયાઝ અલી સરના નામ પણ હતા. હું ઇમ્તિયાઝ સરને પૃથ્વી થિયેટરમાં મળતી હતી, પણ જ્યારે પણ હું તેમને મળતી ત્યારે તેઓ પૂછતા, “આપણે પહેલાં મળ્યા છીએ?” મેં તેમને બતાવવા માટે એક શો રીલ બનાવી. મેં મારી બધી કમાણી તેને બનાવવામાં ખર્ચી નાખી. મેં તે શો રીલ ગોવામાં શૂટ કરી હતી. બધા પૈસા ખલાસ થઈ ગયા હતા, તેથી હું ગોવાથી મુંબઈ ટ્રેનના નોન-રિઝર્વ્ડ સેક્શન માં બેસીને આવી. હું મુંબઈ આવી અને શોની રીલ ઇમ્તિયાઝ સરને આપી, પણ તેમણે ઘણા દિવસો સુધી તે જોઈ નહીં. છતાં, મેં હાર ન માની.’ ‘હું તેમને શો રીલ બતાવવા માટે તેમની પાછળ પડી ગઈ. જ્યારે તેમણે શો રીલ જોઈ, ત્યારે તેમણે મને મળવા બોલાવી. તે સમયે, તે નેટફ્લિક્સ સિરીઝ ‘શી’ માટે એક્ટ્રેસ શોધી રહ્યા હતા. તેમણે મને કહ્યું કે આ પાત્ર તમારી ઉંમર માટે નથી. ભૂમિકા થોડી જટિલ છે. અમારે એક અનુભવી એક્ટ્રેસની જરૂર છે. શું તમે ઓડિશન આપવા માગો છો? મને યાદ છે કે તે ગણપતિ ઉત્સવનો સમય હતો. જ્યારે ઇમ્તિયાઝ સર મને બ્રીફ કરી રહ્યા હતા, ત્યારે ઢોલ વાગવા લાગ્યા. મને કંઈ સંભળાતું નહોતું.’ ‘મને તેમની બ્રીફિંગમાંથી કંઈ સમજાયું નહીં. હું ફક્ત હા પાડતી રહી, જેથી તેમને લાગે કે હું સમજી ગઈ છું. મેં તેમના એક આસિસ્ટન્ટ ડિરેક્ટરને ફોન કર્યો અને પૂછ્યું કે આ દૃશ્ય શું છે અને તેમણે મને કહ્યું. તે સિરીઝનું પહેલું દ્રશ્ય છે. હું થિયેટરમાંથી જે કંઈ શીખી હતી તે બધું તે ઓડિશનમાં લાગુ કર્યું. હું સફળ થઈ અને આમ ઇમ્તિયાઝ સર સાથે કામ કરવાનું મારું સ્વપ્ન સાકાર થયું.’ ‘મારો શો ફક્ત ભારતમાં જ નહીં પરંતુ ઘણા દેશોમાં નંબર વન હતો’ મેં ‘શી’ સિરીઝ માટે મારું સર્વસ્વ સમર્પિત કરી દીધું. હું મારા પાત્રને સમજવા માટે એક ચાલીમાં ગઈ. શહેરમાં ફરી અને પોલીસ વિભાગમાં કામ કરતી છોકરીઓને શોધી કાઢી. જ્યાં પણ હું પોલીસને જોતી, હું તેમનું વર્તન, તેમની હિલચાલ અને દૂરથી બધું જ જોતી. મેં શૂટિંગ શરૂ કર્યું, પછી મારા પિતાનું અવસાન થયું અને પછી કોવિડ આવ્યો.’ ‘આવી સ્થિતિમાં, હું મારું દુઃખ કોઈની સાથે શેર કરી શકી નહીં. મે પોતાને રૂમમાં બંધ કરીને એકલી રડતી રહેતી. મને લાગ્યું કે હવે મારી કારકિર્દી પૂરી થઈ ગઈ છે. મેં ખૂબ મહેનત કરી પણ બધું વ્યર્થ ગયું. હું દરવાજો બંધ કરીને ખૂબ જોરથી રડતી.’ ‘પણ કદાચ આને જ નસીબ કહેવાય. લોકડાઉનને કારણે, મારો શો ઘણો જોવામાં આવ્યો. આ શો માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ નંબર વન રહ્યો. તે અમેરિકા, સ્પેન, લંડનમાં દરેક જગ્યાએ સૌથી વધુ ટ્રેડિંગ શો હતો. ભૂમિકાના મારા રોલ માટે મને બધી ઉંમરના લોકો તરફથી પ્રશંસા મળી. ખાસ કરીને સ્ત્રીઓ તરફથી. એક્ટિંગ ઉપરાંત, લોકોએ મારા અવાજ અને મારી આંખોની પ્રશંસા કરી.’ ‘આશ્રમ’ સિરીઝ માટે ચાર દિવસમાં કુસ્તી શીખી ‘હું નસીબમાં ખૂબ વિશ્વાસ રાખું છું. જો તમે કંઈક ઇચ્છો છો અને તેના માટે સખત મહેનત કરો છો, તો તે ચોક્કસપણે પ્રાપ્ત થશે. હું ઇમ્તિયાઝ સર માટે ‘શી’ ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. તે જ સમયે હું પ્રકાશ ઝા માટે ‘આશ્રમ’ કરી રહી હતી. મેં ‘આશ્રમ’ માટે ખૂબ મહેનત કરી અને મુશ્કેલીઓનો પણ સામનો કર્યો. આ સિરીઝ માટે મેં ચાર દિવસમાં કુસ્તી શીખી લીધી. તે પણ બે-ત્રણ ડિગ્રી ઠંડીમાં. હું આખો દિવસ શૂટિંગ કરતી અને સાંજે કુસ્તી શીખતી. પછી ભાષાની સમસ્યા પણ હતી. મારે ‘શી’ માં મરાઠી અને ‘આશ્રમ’ માં હરિયાણવી સ્વર રાખવો પડ્યો.’ ‘પ્રકાશ સરે મને કહ્યું કે તમારે પંજાબી બોલવું પડશે. મેં હરિયાણવી માટે બે-ત્રણ મહિનાની તાલીમ લીધી. જ્યારે મેં સાહેબને કહ્યું અને પૂછ્યું કે હવે મારે શું કરવું જોઈએ? પ્રકાશ સર બિલકુલ મારા પિતાની જેમ વર્તવા લાગ્યા. તેમણે કહ્યું, તું અહીં એક એક્ટ્રેસ તરીકે આવી છો અને હું તારો શિક્ષક નથી. તારે જ કોઈ રસ્તો શોધવો જોઈએ. પછી મેં પંજાબી શીખી.’ સિરીઝમાં ઇન્ટિમેસી કોચ વિના ઇન્ટિમેટ સીન કર્યો ‘શી’ અને ‘આશ્રમ’ બંનેમાં મારું પાત્ર ખૂબ જ બોલ્ડ છે. આ બંને સિરીઝમાં મેં ઇન્ટિમેટ સીન કર્યા છે. સેટ પર મને માર્ગદર્શન આપવા માટે કોઈ ઇન્ટિમસી કોઓર્ડિનેટર નહોતું. જ્યારે મેં નેટફ્લિક્સ સિરીઝ ‘શી’ કરી હતી, ત્યારે હું નાની હતી. મેં ઇમ્તિયાઝ સરને કહ્યું કે હું ખૂબ જ શરમાળ છોકરી છું. કેમેરા સામે ઇન્ટિમેટ સીન કરવો મારા માટે થોડું મુશ્કેલ હશે. તેમણે મને ખાતરી આપી કે તે દરેક ક્ષણે મારી સાથે રહેશે.’ ‘આવાં દૃશ્યો શૂટ કરવા માટે, અમે યાંત્રિક રીતે વાત કરતા હતા જેથી અમે એકબીજા સાથે આરામદાયક રહી શકીએ. હું પોતે જઈને મારી સામેના અભિનેતા સાથે વાત કરતી હતી કે આપણે આ દૃશ્ય કેવી રીતે ભજવીશું.’ ‘આશ્રમ’ ના સેટ પર પરફોર્મન્સ જોઈને છોકરીઓ રડવા લાગી ‘આ સિરીઝમાં એક દૃશ્ય છે, જ્યારે પમ્મીને સ્વપ્ન આવે છે કે તેની સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે. મારા પર્ફોર્મન્સ પછી જ્યારે સીન કટ થયો, ત્યારે મને રડવાનો અવાજ સંભળાયો. સેટ પર શું થયું તે મને સમજાયું નહીં. પછી મેં જોયું કે કેટલીક આસિસ્ટન્ટ ડિરેક્ટર કેમેરા પાછળ રડતી હતી.’ ‘મેં જઈને તેમને પૂછ્યું કે તમારી સાથે શું થયું છે? તેણીએ કહ્યું કે તે જોઈ શકતી નથી કે પમ્મી સાથે શું થઈ રહ્યું છે. ત્યારે મેં કહ્યું હતું કે આ સિરીઝ હિટ છે. જો મારું પરફોર્મન્સ લોકોને રડાવે છે, તો તે મારી સફળતા છે.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments