‘ગજિની’ ફેમ એક્ટ્રેસ અસિને 2008માં બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. પોતાની બોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ (ગજિની)થી જ અસિન રાતોરાત ફેમસ થઈ ગઈ. બોલિવૂડમાં પોતાની કારકિર્દી શરૂ કર્યાના સાત વર્ષ પછી, એક્ટ્રેસે માઇક્રોમેક્સના કો-ફાઉન્ડર રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા અને ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું. લગ્ન પછી અસિન લાઈમલાઈટથી દૂર રહે છે. હવે એક્ટ્રેસના પતિ રાહુલે એક પોડકાસ્ટમાં અસીન સાથેની પોતાની લવસ્ટોરી વિશે વાત કરી છે, તેણે કહ્યુ કે- અમારી લવસ્ટોરીની શરૂઆત અક્ષય કુમારે કરાવી હતી. પોડકાસ્ટમાં અસિન સાથેની પોતાની પહેલી મુલાકાતને યાદ કરતાં રાહુલ કહે છે, ‘અમારી લવસ્ટોરીને શરૂ કરાવનાર અમારો ખૂબ જ સારો મિત્ર અક્ષય કુમાર હતો.’ અમે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની મેચ જોવા ગયા હતા. આ મેચ બાંગ્લાદેશના ઢાકામાં રમાઈ હતી. માઇક્રોમેક્સે એશિયા કપને સ્પોન્સર કરી રહ્યું હતું. તે જ સમયે, અક્ષય અને અસિનની ફિલ્મ ‘હાઉસફુલ-2’ રિલીઝ થઈ રહી હતી. અક્ષયે કહ્યું કે- તે ફિલ્મનું પ્રમોશન કરવા માગે છે. ‘હાઉસફુલ’ના કલાકારો રાહુલ સાથે પ્રમોશન માટે ઢાકા ગયા. રાહુલ અને અસિન વચ્ચે મુસાફરી દરમિયાન સામાન્ય વાતચીત થઈ. પણ પછી અક્ષયે રાહુલને કહ્યું- તે ખૂબ સીધી અને સરળ છે. એકદમ તમારી જેમ. આગળ રાહુલે કહ્યુ કે- અક્ષયે પછી મારો નંબર અસિનને આપ્યો અને અસિનનો નંબર મને આપ્યો. તેને લાગ્યું કે અમારા બંનેમાં કંઈક સામ્ય છે. અમારા બંનેના મૂલ્યો અને બેકગ્રાઉન્ડ સમાન છે. આજે, અસિન અને રાહુલ 9 વર્ષથી સુખી લગ્ન જીવન જીવી રહ્યા છે. બંનેને સાત વર્ષની દીકરી, અરિન છે. ફિલ્મ ‘ગજિની’ વિશે વાત કરીએ તો, આ ફિલ્મમાં અસિને આમિર ખાન સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ બિઝનેસની દૃષ્ટિએ સફળ રહી હતી. આ ફિલ્મે સફળતાના ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. ‘ગજિની’ 100 કરોડ રૂપિયાની કમાણી કરનારી પહેલી હિન્દી ફિલ્મ હતી.