કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય એક્ટ્રેસ રાન્યા રાવ વિરુદ્ધ સોનાની દાણચોરીના આરોપસર અનેક ફરિયાદો દાખલ કરવામાં આવી છે. 3 માર્ચ, 2025 ના રોજ, એક્ટ્રેસ બેંગ્લોરના કેમ્પેગૌડા એરપોર્ટ પર 12.56 કરોડ રૂપિયાના સોના સાથે પકડાઈ ગઈ હતી. તપાસમાં જાણવા મળ્યું કે એક્ટ્રેસ ઘણા સમયથી સોનાની દાણચોરી કરી રહી છે, જેના તાર લંડન, યુરોપ અને દુબઈ સાથે છે. હવે આ જ કેસમાં, 26 એપ્રિલે, કન્નડ એક્ટ્રેસ રાન્યા રાવ વિરુદ્ધ COFEPOSA (કંઝર્વેશન ઓફ ફોરેન એક્સ્ચેન્જ એન્ડ પ્રિવેન્શન ઓફ સ્મગલિંગ એક્ટિવિટીઝ ) હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કારણે, રાન્યાને ઓછામાં ઓછા એક વર્ષ સુધી જામીન મળી શકશે નહીં. તપાસ અધિકારીના જણાવ્યા અનુસાર, રાન્યા રાવ તપાસમાં મદદ કરી રહી ન હતી. તેણે અનેક વખત જામીન અરજી દાખલ કરી હતી. આ કલમ એટલા માટે લાદવામાં આવી છે કે જેથી તેને ફરીથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ થતા અટકાવી શકાય. શું છે આખો મામલો? કન્નડ એક્ટ્રેસ અને વરિષ્ઠ પોલીસ અધિકારી કે. રામચંદ્ર રાવની સાવકી પુત્રી રાન્યા રાવ 3 માર્ચે બેંગ્લોરના કેમ્પેગૌડા એરપોર્ટ પર ઊતરી. લગભગ 6 વાગ્યે રાન્યા એક્ઝિટ ગેટ તરફ ગઈ. બહાર નીકળવા માટે, તે ગ્રીન ચેનલ તરફ ગઈ. ગ્રીન ચેનલ એવા મુસાફરો માટે છે જેમની પાસે ચેક કરવા માટે કોઈ સામાન નથી. રાન્યા પહેલા પણ આ જ રીતે એરપોર્ટની બહાર આવતી હતી. તે દિવસે, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ એટલે કે DRI ના અધિકારીઓએ તેને રોકી. પૂછ્યું- શું તમારી પાસે સોનું છે કે બીજું કંઈ એવું છે જે બતાવી શકો? રાન્યાએ જવાબ આપ્યો- ના. આ વાતચીતથી જ રાન્યાના ચહેરા પર ગભરાટ દેખાવા લાગ્યો હતો. અધિકારીઓને શંકા ગઈ. તેમણે બે મહિલા અધિકારીઓને બોલાવી અને રાણ્યાને તપાસવા કહ્યું. જ્યારે તેને ચેક કરવામાં આવી આવી ત્યારે તેના શરીરના જુદા જુદા ભાગોમાં સોનું મળી આવ્યું. તેની પાસેથી કુલ 14.2 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું, જેની કિંમત 12.56 કરોડ રૂપિયા જેટલી થાય છે . રાન્યાને તાત્કાલિક કસ્ટડીમાં લેવામાં આવી. ત્યારથી રાન્યા પોલીસ કસ્ટડીમાં છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રાન્યાએ જણાવ્યું છે કે તે યુરોપ, અમેરિકા અને મધ્ય પૂર્વના દેશોની ઘણી વખત મુલાકાત લઈ ચૂકી છે. તેણે આનું કારણ મોડેલિંગ ફોટો શૂટ અને રિયલ એસ્ટેટ સંબંધિત કામ ગણાવ્યું હતું. રાન્યા હાલમાં બે સહ-આરોપી તરુણ રાજુ અને સાહિલ સાકરિયા સાથે બેંગ્લોર સેન્ટ્રલ જેલમાં બંધ છે. આ કેસની તપાસ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. કેસની ટાઇમલાઈન પર એક નજર-