ખ્રિસ્તી કેથોલિક ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કાર શનિવારે રોમના સાન્ટા મારિયા ખાતે કરવામાં આવ્યા હતા. તેમના શરીરને સાન્ટા મારિયા મેગીઓરના બેસિલિકામાં દફનાવવામાં આવ્યું હતું. પોપના અંતિમ દર્શન કરવા માટે દુનિયાભરના ઘણા મોટા નેતાઓ રોમ પહોંચ્યા હતા. પોપના દફન સમારોહનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું ન હતું. પોપનું 21 એપ્રિલના રોજ 88 વર્ષની વયે સ્ટ્રોક અને હૃદય રોગના હુમલા બાદ અવસાન થયું. તેમનો મૃતદેહ ત્રણ દિવસ સુધી સેન્ટ પીટર્સ બેસિલિકામાં જાહેર દર્શન માટે શબપેટીમાં રાખવામાં આવ્યો હતો. પોપના અંતિમ સંસ્કારની 20 તસવીરો…