IPL 2025માં આજે ડબલ હેડર (એક દિવસમાં 2 મેચ) રમાશે. દિવસની બીજી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યેથી રમાશે. બંને ટીમ સીઝનમાં બીજી વાર આમને-સામને થશે. પાછલી મેચમાં દિલ્હીએ બેંગલુરુને 6 વિકેટથી હરાવ્યું હતું. IPL 2025ની પોઈન્ટ્સ ટેબલમાં DC જ્યાં પોતાની 8માંથી 6 મેચ જીતીને 12 પોઈન્ટ્સ સાથે બીજા નંબર પર છે. જ્યારે, RCB 9માંથી 6 જીતીને 12 પોઈન્ટ્સ સાથે જ ત્રીજા સ્થાને છે. આ મેચમાં જે પણ ટીમ જીતશે, તે ગુજરાતને પછાડીને ટૉપ પર પહોંચી જશે. જ્યારે, દિવસની પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો સામનો લખનઉ સુપર જાયન્ટ્સ સાથે થશે. મેચ મુંબઈના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યેથી રમાશે. બીજા મુકાબલાનો પ્રિવ્યૂ… મેચ ડિટેઇલ્સ, 46મી મેચ
RCB Vs DC
તારીખ- 27 એપ્રિલ
સ્ટેડિયમ- અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી
સમય: ટૉસ- 7:00 PM, મેચ સ્ટાર્ટ – 7:30 PM હેડ ટુ હેડમાં બેંગલુરુ ભારે હેડ ટુ હેડમાં દિલ્હી પર બેંગલુરુ ભારે છે. બંને ટીમ વચ્ચે IPLમાં કુલ 33 મુકાબલા રમાયા છે. 20 RCBએ જીત્યા જ્યારે 12માં DCને જીત મળી. જ્યારે, 1 મેચનું પરિણામ ન નીકળી શક્યું. જ્યારે, અરુણ જેટલી સ્ટેડિયમમાં બંને ટીમ વચ્ચે 10 મુકાબલા રમાયા, 6માં RCB અને 4માં DCને જીત મળી. રાહુલે દિલ્હી માટે સૌથી વધુ રન બનાવ્યા કેએલ રાહુલ દિલ્હીનો ટૉપ સ્કોરર છે. રાહુલે છેલ્લા 7 મુકાબલામાં 153.99ની સ્ટ્રાઇક રેટથી 323 રન બનાવ્યા છે. બીજા નંબર પર અભિષેક છે. પોરેલના બેટમાંથી છેલ્લી 10 મેચમાં 150ની સ્ટ્રાઇક રેટથી 225 રન નીકળ્યા છે. કુલદીપે છેલ્લી 8 મેચમાં 12 વિકેટ ઝડપી છે. હેઝલવુડ RCBનો ટૉપ બોલર વિરાટ કોહલી ટીમનો ટૉપ સ્કોરર છે. તેણે 9 મેચમાં 392 રન બનાવ્યા છે. જોશ હેઝલવુડ RCBનો ટૉપ બોલર છે. હેઝલવુડે છેલ્લી 9 મેચમાં 16 વિકેટ પોતાના નામે કરી છે. પિચ રિપોર્ટ
અરુણ જેટલી સ્ટેડિયમની પિચ બેટર્સ માટે શ્રેષ્ઠ રહેશે. અહીં IPLમાં અત્યાર સુધી કુલ 91 મુકાબલા રમાયા છે. આમાંથી પહેલા બેટિંગ કરનાર ટીમે 44 મેચ તો ચેઝ કરનાર ટીમે 46 મુકાબલા જીત્યા. એક મુકાબલો અનિર્ણીત પણ રહ્યો. આ સ્ટેડિયમનો હાઈએસ્ટ ટીમ સ્કોર 266/7 છે, જે ગયા સીઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સ સામે બનાવ્યો હતો. વેધર કંડિશન
મેચના દિવસે દિલ્હીમાં ખૂબ ગરમી રહેશે. વરસાદની બિલકુલ શક્યતા નથી. 27 એપ્રિલે અહીંનું તાપમાન 26થી 42 ડિગ્રી સેલ્સિયસ રહેશે. પવનની ઝડપ 9 કિમી પ્રતિ કલાક રહેશે. બન્ને ટીમની સંભવિત-12 (ઇમ્પેક્ટ પ્લેયર સહિત)
દિલ્હી કેપિટલ્સ (DC): અક્ષર પટેલ (કેપ્ટન), અભિષેક પોરેલ, કરુણ નાયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ટ્રિસ્ટન સ્ટબ્સ, આશુતોષ શર્મા, વિપરાજ નિગમ, મિચેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, દુષ્મંથા ચમીરા, સમીર રિઝવી. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): રજત પાટીદાર (કેપ્ટન), ફિલ સૉલ્ટ, વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, જીતેશ શર્મા (કેપ્ટન), કૃણાલ પંડ્યા, રોમારિયો શેફર્ડ, ટિમ ડેવિડ, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, યશ દયાલ, સુયશ શર્મા.