back to top
Homeભારતવંદેભારત અને ગતિમાન એક્સપ્રેસ ટ્રેનની ગતિ કેમ ઘટાડવાની છે? આ કારણથી લેવાયો...

વંદેભારત અને ગતિમાન એક્સપ્રેસ ટ્રેનની ગતિ કેમ ઘટાડવાની છે? આ કારણથી લેવાયો છે નિર્ણય

Speed Controling Of Premium Trains: દેશમાં વંદે ભારત અને ગતિમાન એક્સપ્રેસ જેવી પ્રીમિયમ ટ્રેન પોતાની ઝડપી સ્પીડ માટે જાણીતી છે. પરંતુ હવે રેલવે આ ટ્રેનની સ્પીડ ઘટાડવા વિચારી રહી છે. હાલમાં જ ઉત્તર મધ્ય રેલવેએ અમુક ટ્રેનની સ્પીડ ઘટાડવા સૂચન કર્યું છે. 

વાસ્તવમાં પશ્ચિમ બંગાળના કંચનજંઘામાં ટ્રેન દુર્ઘટના બાદ સુરક્ષિત ટ્રેન સંચાલનને લઈને રેલવેની ચિંતા વધી ગઈ છે. આ અકસ્માતમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે 40 લોકો ઘાયલ થયા છે. જેના પગલે રેલ્વેએ ટ્રેન અકસ્માતોને રોકવા માટે ઘણા માર્ગો પર કવચ સિસ્ટમ લગાવવાનું કામ ઝડપથી શરૂ કર્યું છે. રેલ્વે તમામ રૂટ અને ટ્રેનને સ્વદેશી અથડામણ વિરોધી ઉપકરણ કવચથી સજ્જ કરવાનું કામ ઝડપથી કરી રહ્યું છે. તેથી જ્યાં સુધી સુરક્ષા કવચ આપવામાં ન આવે ત્યાં સુધી હાઈસ્પીડ ટ્રેનની સ્પીડ ઘટાડવાની યોજના ઘડી રહી છે.

પ્રીમિયમ ટ્રેનની સ્પીડ ઘટાડાશે

કંચનજંઘા એક્સપ્રેસ દુર્ઘટનાના થોડા દિવસો બાદ જ રેલવે બોર્ડને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રીમિયમ ટ્રેનની સ્પીડ 160 કિલોમીટર પ્રતિ કલાકથી ઘટાડીને 130 કિલોમીટર પ્રતિ કલાક કરવામાં આવશે. માહિતી અનુસાર, ઉત્તર મધ્ય રેલવેએ રેલવે બોર્ડને કેટલીક વંદે ભારત એક્સપ્રેસ અને ગતિમાન એક્સપ્રેસ ટ્રેનની સ્પીડ 160 કિમી પ્રતિ કલાકથી ઘટાડીને 130 કિમી પ્રતિ કલાક કરવાની વિનંતી કરી છે. 

ઉત્તર મધ્ય રેલવેએ આ અંગે રેલવે બોર્ડને પત્ર લખ્યો છે. તેમાં ટ્રેન નંબર 12050/12049 દિલ્હી-ઝાંસી-દિલ્હી ગતિમાન એક્સપ્રેસ, ટ્રેન નંબર 22470/22469 દિલ્હી-ખજુરાહો-દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ, ટ્રેન નંબર 20172/20171 દિલ્હી-રાણી કમલાપતિ-દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ અને ટ્રેન નંબર 201 દિલ્હી – રાણી કમલાપતિ-દિલ્હી શતાબ્દી એક્સપ્રેસની સ્પીડ ઘટાડવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ રૂટ પર કવચ નેટવર્ક તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે.

મુસાફરી માટે વધુ સમય લાગશે

જો રેલવે બોર્ડ આ સૂચન સ્વીકારશે તો વંદે એક્સપ્રેસ, ગતિમાન એક્સપ્રેસ અને શતાબ્દી એક્સપ્રેસની સ્પીડ 30 કિલોમીટર પ્રતિ કલાક ઘટી જશે. આવી સ્થિતિમાં, તેમને તેમની મુસાફરી પૂર્ણ કરવામાં 25 થી 30 મિનિટ વધુ સમય લાગશે. આ ફેરફારોને કારણે ઓછામાં ઓછી 10 પ્રીમિયમ ટ્રેનના સમયમાં પણ ફેરફાર કરવો પડશે.

નવી દિલ્હી-મુંબઈ રેલ્વે સેક્શનની ક્ષમતા વધારીને 160 કરશે

વર્ષ 2016માં ગતિમાન એક્સપ્રેસ ચલાવવા માટે નવી દિલ્હીથી આગ્રા રેલ્વે સેક્શનની સ્પીડ ક્ષમતા 150 કિમીથી વધારીને 160 કિમી કરવામાં આવી હતી. આ રેલ્વે વિભાગ પર રાણી કમલાપતિ અને ખજુરાહો વંદે ભારતને મહત્તમ 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. અન્ય રેલવે વિભાગો પર, વંદે ભારત 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. નવી દિલ્હીથી મુંબઈ રેલ્વે સેક્શન પર વાયા આગ્રા જતી ટ્રેનની સ્પીડ વધારીને 160 કિલોમીટર પ્રતિ કલાક કરવાની છે. તેનું કામ ચાલી રહ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે આ કામ પૂર્ણ થયા બાદ આ રૂટ પર ચાલતી વંદે ભારત, શતાબ્દી, રાજધાની અને અન્ય ટ્રેનની સ્પીડમાં વધારો કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments